લવ મેરેજનો કરુણ અંત, એ પણ માત્ર 4 દિવસમાં, આખી ધટના વાંચીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

લવ મેરેજના માત્ર ચાર જ દિવસ બાદ પતિએ ટ્રેન સામે પડતુ મૂકી આપી દીધો જીવ તો પત્નીએ પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દિલ્લીની બિલકુલ નજીક આવેલા ગાઝિયા બાદમાં એક હૃદય હલાવી નાખતી ઘટના ઘટી છે. પ્રેમ લગ્ન કર્યાના માત્ર ચાર દિવસ બાદ પતિએ ટ્રેન આગળ કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. તેના બીજા જ દિવસે પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ચાર વર્ષના પ્રેમ બાદ બન્ને વૈવાહિક સંબંધથી જોડાયા હતા.

IMAGE SOURCE

આત્મહત્યા કરનાર દુલ્હો પોતાનું એક કોચિંગ સેન્ટર ધરાવતો હતો. તે કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવતો હતો. જ્યારે દુલ્હન પોતે એક મલ્ટી નેશનલ કંપનીમાં એચઆર મેનેજરના પદ પર હતી. બન્નેએ લગ્ન કર્યા તે પહેલાં તેઓ ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. 29મી જૂનના રોજ પરિવારની સંમતિથી તે બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પોતાના સાસરે પહોંચીને દુલ્હને બધી જ પરંપરાઓ તેમજ વીધીઓને હસી-ખુશીથી કર્યા હતા, જેના પુરાવા રૂપે તેની વિડિયો પણ છે જેમાં તેણી વિધિ કરતી વખતે કેટલી ખુશખુશાલ છે તે જોઈ શકાય છે.

દુલ્હાએ શા માટે ટ્રેન આગળ પડતુ મૂકીને જીવ આપી દીધો ?

image source

બધી જ વિધિ પત્યા બાદ લગ્નના બીજા દિવસે દુલ્હો સવારે જ ઘરે કોઈને જણાવ્યા વગર જ ઘરની બહાર જતો રહ્યો હતો, સાંજે જ્યારે તે પાછો ન આવ્યો ત્યારે તેમણે પોલીસને તે વિષે સૂચના આપી. દુલ્હાના ભાઈના કહેવા પ્રમાણે જ્યારે તે સાંજ થવા છતાં પાછો ન આવ્યો ત્યારે તેનો ફોન લગાવવામાં આવ્યો તો તે ઘરમાં જ પડ્યો હતો. ત્યાર બાદ તેમણે 112 પર પોલીસને યુવાન ગુમ થવાની માહિતી આપી. ત્યાર બાદ પોલીસે તેની તસ્વીર પરિવાર પાસે મંગાવી અને થોડીવાર બાદ પોલીસે તેમને ઓળખ કરવા માટે એક શવનો ફોટો બતાવ્યો. અને તેની ઓળખ પરિવારજનોએ કરી લીધી.

image source

મૃતક યુવાનના ભાઈએ જણાવ્યું કે તેણે ટ્રેન આગળ પડતુ મુકીને પોતાનો જીવ આપી દીધો છે. પણ તેની પાછળનું કારણ તેમને ખબર નથી કે શા માટે તેણે આ રીતે પોતાનો જીવ આપી દીધો ?

દુલ્હાના મૃત્યુની દુઃખદ ખબર જ્યારે દુલ્હનના પરિવાજનોને મળી તો ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મૃત્યુ બાદ વિશાલના અંતિમ સંસ્કાર કરી દેવામા આવ્યા અને દુલ્હનના કુટુંબીજનો તેણીને પોતાના ઘરે પિયર લઈ આવ્યા. જ્યાં આવીને તેણીને તેના પતિની આત્મહત્યા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામા આવ્યો.

image source

જ્યારે દુલ્હનના ભાઈને આ વિષે પ્રશ્ન પુછવામા આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે બન્ને નવયુગલ એકબીજાને ખૂબ પ્રેમ કરતુ હતું. બન્ને સારુ કામ કરતા હતા, યુવક કોચિંગ ક્લાસ ચલાવતો હતો જ્યારે તેની બહેન મલ્ટી નશનલ કંપનીમાં એચઆર મેનેજરની પોસ્ટ પર કામ કરતી હતી. યુવતિ પોતાના પતિના મૃત્યુ બાદ સાવ જ ગુમસુમ થઈ ગઈ હતી. અને તેણે પણ રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

image siurce

પતિ-પત્નીએ ચાર વર્ષ સુધી પોતાના પ્રેમને અકબંધ રાખ્યો અને લગ્નના માત્ર ગણતરીના દિવસો બાદ જ એક પછી એક આત્મહત્યા કરીને જીવન સંકેલી લીધું. હાલ પેલીસ તેમના મૃત્યુનું કારણ તપાસી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ મોટો પ્રશ્ન એ છે કે આટલા લાંબા પ્રેમ સંબંધ બાદ લગ્નના બંધનમાં બંધાયાના માત્ર ચાર જ દિવસમાં એવી તો કેવી મુશ્કેલી તેમની વચ્ચે ઉભી થઈ ગઈ કે તેમણે આત્મહત્યા કરી લીધી ? હાલ પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ તેમના આ કારમા પગલાનું કારણ જાણી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.