ઓછા ખર્ચે ઘરની સફાઈમાં ઉપયોગી બને છે લિક્વિડ ડિશવોશ, કરો ટ્રાય

મોટાભાગે મહિલાઓ લિક્વિડ ડિશવોશનો ઉપયોગ વાસણ ધોવા માટે જ કરે છે.તેઓ જાણતી નથી કે ઘરની સફાઈ સિવાય પણ અન્ય અનેક કામમાં પણ આ સસ્તુ લિક્વિડ ડિશવોશ તેમની મદદ કરી શકે છે અને તેમનો સમય પણ બચાવી શકે છે.

image source

આ સિવાય તે પેકેટમાં રહેતું હોવાથી તેના ઢોળાવવા કે ઓગળવાની તકલીફ રહેતી નથી અને કોઈ નુકસાન પણ થતું નથી. તમે ભાગ્યે જ જાણતાં હશો કે તમે તમારા લિક્વિડ ડિશ વોશને ગાર્ડનની સફાઇ, કાર્પેટની સફાઇ, ટાઇલ્સની સફાઇ, પંચર શોધવું, ચશ્મા સાફ કરવા, માખીઓ ભગાડવાના કામમાં પણ સરળતાથી વાપરી શકો છો.

જાણો લિક્વિડ ડિશવોશના અમેઝિંગ ઉપયોગ..

પંચરને સરળતાથી શોધશે

image source

પાણીમાં લિક્વિડ મિક્સ કરો અને સાથે તે જગ્યા પર સ્પ્રે કરો. જો પંચર હશે તો તે જગ્યાએથી લિક્વિડના કારણે પરપોટા થશે અને કામ સરળ બનશે. આ સિવાય જો તમારા ઘરની મેટ્રેસમાં કાણું હશે તો તેને પણ શોધી શકાશે. જ્યારે પણ તમે મેટ્રેસ ધૂઓ ત્યારે પાણીમાં આ લિક્વિડના ટીપાં ઉમેરી દો. તેની સફાઈ પણ સરળતાથી થઈ જશે.

માખી આવશે નહીં

image source

સીઝન બદલાતા ઘરમાં માખીઓનો ઉપદ્રવ વધી જાય છે. આ સમયે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક બાઉલને વિનેગરથી અડધો ભરો અને તેમાં 10-12 ટીપાં ડિશવોશ નાંખો. અડધા બાઉલને ગરમ પાણીથી ભરો. તેની સ્મેલથી માખીઓ ફટાફટ ભાગશે અને તમને પણ કોઈ બીમારીનો ભય નહીં રહે. તમારું ઘર સાફ રહેશે અને તમને ક અલગ જ સ્મેલનો પણ અનુભવ થશે.

ચશ્મા થશે સાફ

image source

શક્ય છે કે ક્યારેક તમારું ચશ્મા સાફ કરવાનું લિક્વિડ ખતમ થઈ ગયું છે તો તમે તમારા ચશ્માના લેન્સને ડિશવોશથી સાફ કરી શકો છો. આ માટે તમે એક સૂકા કપડાં પર ડિશવોશના ટીપાં નાંખો અને લેન્સ સાફ કરી લો. પછી ચશ્મા ધોઇ લો. તમારા ચશ્માના કાચ ફરીથી નવા જેમ ચમકી જશે અને તમને એકદમ સાફ દેખાશે. એટલે કે તમારે કોઈ ખાસ ખર્ચ પણ કરવાનો રહેશે નહીં.

દરવાજા અને બારીનો અવાજ

image source

જો તમારા ઘરના કોઈ પણ બારી બારણાંમાં અવાજ આવે છે તો તમે તેની પર ગ્રીસ કે તેલ લગાવતાં હશો. જો ક્યારેક તે ન હોય તો તમે લિક્વિડ ડિશવોશનાં કેટલાક ટીપાં બારી કે દરવાજાના મિજાગરા પર લગાવી દો. તેના ઉપયોગથી પણ આ ઇરિટેટિંગ અવાજને સરળતાથી દૂર કરી શકાય છે.

છોડની માવજત

image source

અનેક લોકોને પર્યાવરણથી ખૂબ પ્રેમ હોય છે પણ તેઓ તેની માવજત કરી શકતા નથી. આ સમયે જો તમે 7-8 ચમચી ડિશવોશ લિક્વિડને નવશેકા પાણીમાં ઓગાળી સ્પ્રે બોટલમાં ભરી લો છો અને છોડ પર છાંટશો તો તમારું કામ સરળ બની જશે. ધ્યાન રાખો કે તેમાં બ્લીચ કે એન્ટી બેક્ટેરિયલ ઇન્ગ્રીડિયન્સ ન હોય. તે કીડા મકોડાને ખતમ કરે છે. તેના કારણે તેમાં કોઈ જીવાત રહેતી નથી અને તે સારી રીતે વિકસે છે.

કાર્પેટ અને ટાઇલ્સની સફાઇ

image source

ટાઇલ્સ કે કાર્પેટ પર ગ્રીસના ડાઘ લાગ્યા છે તો તમે તેને લિક્વિડ ડિશવોશના સ્પ્રેથી સાફ કરી શકો છો. તેને ડાઘ પર છાંટો અને પછી ભીના કપડાંથી સાફ કરી લો. તમારું કામ સરળ બનશે અને તમારો સમય પણ બચી જશે.