કોરોનાએ કરી દીધા ભલભલાને નવરા, 22 વર્ષથી ધમધમતી લો ગાર્ડન માર્કેટના વેપારીઓ થઈ ગયા કોરાં, જુઓ કેવી કફોડી હાલત છે

કોરોનાના કારણે આ વર્ષે આખી દુનિયામાં લોકોની જીવવાની અને તહેવાર ઉજવવાની રીત બદલાઈ ગઈ છે. એ જ રીતે ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રીને પણ આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે આ વર્ષે ગુજરાત સરકારે નવરાત્રીમાં ગરબા સહિતની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે આ વર્ષે નવરાત્રી ગરબા યોજાશે નહીં. એને કારણે વર્ષોથી નવરાત્રિ પર ચણિયાચોળી-ઈમિટેશન જ્વેલરી વેચતા વેપારીઓની હાલત ખરાબ છે. આ વર્ષે તેમનો ધંધો પડીભાંગ્યો છે અને ચણિયાચોળી સહિતની વસ્તુઓના ખરીદદાર ન આવતાં લો ગાર્ડનસ્થિત સીઝનલ માર્કેટના 80 વેપારીઓ નવરા ધૂપ બેઠા છે.

image source

આપણે જોઈ શકીએ છીએ કે, તહેવારના સીઝનલ ધંધા હજી પણ બેઠાં થયા નથી. રાજ્યમાં નવરાત્રીમાં ગરબાને પરમિશન ન આપવામાં આવતાં ચણિયાચોળી- ઈમિટેશનના વેપારીઓને મોટું નુકસાન ગયું છે. અમદાવાદના લો ગાર્ડનના ચણિયાચોળીબજારના 80 જેટલા વેપારી નવરાત્રીના બે દિવસ પહેલાં જ નવરા બેઠેલા જોવા મળી રહ્યા છે.

image source

એકપણ ગ્રાહક ચણિયાચોળીની ખરીદી માટે જોવા મળતો નથી. દિવસ દરમિયાન માત્ર એક કે બે જ ગ્રાહક આવે છે અને એ પણ નાની છોકરીઓ માટે લેવા આવે છે. કારણ કે છેલ્લાં અનેક વર્ષોથી લો ગાર્ડન ખાતે ચણિયાચોળીબજાર ભરાય છે, જેમાં જન્માષ્ટમીના તહેવાર બાદ નવરાત્રિના ચણિયાચોળીની ખરીદી શરૂ થઈ જાય છે.

image source

નવરાત્રીના એક અઠવાડિયા પહેલાં બજારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધને કારણે ચણિયાચોળીના વેપારને એક કરોડથી વધુનું નુકસાન થયું છે. છેલ્લાં 22 વર્ષથી નવરાત્રીમાં ચણિયાચોળી સાથે અલગ અલગ ટ્રેડિશનલ ટોપી અને છત્રી બનાવી વેપાર કરતા સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે હું ઘણાં વર્ષોથી વેપાર કરું છું, પણ આ પહેલીવાર નવરાત્રીના ચાર દિવસ પહેલાં હું નવરો બેસી રહ્યો છું. દિવસમાં બેથી ત્રણ જ ગ્રાહક આવે છે. આ વર્ષે કોરોનામાં નવરાત્રી માટે સરકાર 200 લોકોની પરમિશન આપે તેવી આશાને લઈ ચણિયાચોળીમાં સાથે અવનવાં વર્કવાળા માસ્ક પણ બનાવ્યાં છે.

image soucre

આગળ વાત કરી કે, ચણિયાચોળી પર મેચિંગનાં અલગ અલગ માસ્ક, ટોપી, છત્રી વગેરે બનાવ્યાં હતાં. જોકે ગરબા પર પ્રતિબંધ આવતાં હવે ધંધો પણ નથી થતો. ત્યારબાદ ચણિયાચોળીના વેપારી રવિભાઈએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ધંધાને નુકસાન ગયું છે. આ વર્ષે 5 ટકા પણ ધંધો થયો નથી.

image source

દર વર્ષે નવરાત્રી શરૂ થતાં પહેલાં એકથી દોઢ લાખનો ધંધો થતો હતો, હવે રોજના 500 રૂપિયા પણ માંડ મળે છે. તેમજ વેપારી મનુભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રી નજીક આવતાં જ બજારમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. જો કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ગ્રાહકો જ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.