નવેમ્બર મહિનામાં સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણી લો નવા મહિનાના ભાવ

વધતી મોંઘવારીની વચ્ચે LPG સિલિન્ડરના ભાવે નવેમ્બર મહિનામાં રાહતના સમાચાર આપ્યા છે. સરકારી ઓઇલ કંપનીએ નવેમ્બર મહિના માટે એલપીજી રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ HPCL, BPCL, IOCએ રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. નવા મહિને એટલે કે નવેમ્બરમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં 78 રૂપિયા સુધીનો વધારો થયો છે. જેના કારણે શક્ય છે કે વેપારીઓને થોડો ફટકો પડશે. તેમના ખિસ્સા પર ભાર વધવાની શક્યતા છે.

image source

આ પહેલા પણ જ્યારે 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રૂપિયાનો વધારો થયો હતો. બીજી તરફ તેનાથી જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના એલપીજી સિલેન્ડર 11.50 રૂપિયા મોંધો થયો હતો. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.

જાણી લો નવેમ્બર મહિનાના ગેસ સિલિન્ડરના નવા ભાવ

image source

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલેન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. ગયા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં જે ભાવ હતા તે જ નવેમ્બર મહિના માટે રહેશે.

image soucre

દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબસિડી વગરના રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. આવી જ રીતે મુંબઈમાં સબસિડી વગરના રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 594 રૂપિયા છે. ચેન્નઈમાં ભાવ પણ સિલેન્ડરનો ભાવ 610 રૂપિયા પર સ્થિર રહ્યો છે. બીજી તરફ કોલકાતામાં 14 કિલોગ્રામવાળા એક સિલેન્ડર માટે 620 રૂપિયા આપવા પડશે

કોમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધ્યા

image source

નવેમ્બર મહિના માટે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નઇમાં સૌથી વધુ 78 રૂપિયા પ્રતિ સિલેન્ડરની વધારો થયો છે. અત્યારે તે એક કોમર્શિયલ સિલેન્ડર માટે 1354 રૂપિયા આપવા પડશે. કોલકાતા અને મુંબઈમાં 76 રૂપિયા પ્રતિ સિલેન્ડરનો વધારો થયો છે. ત્યારબાદ આ બંને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1296 અને 1189 રૂપિયા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો હવે ત્યાં એક કોમર્શિયલ એલપીજી ગેસ સિલેન્ડર માટે 1241 રૂપિયા આપવા પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.