બદલાઈ ગઈ રાતોરાત મજૂરની કિસ્મત, અને બની ગયો 25 કરોડનો આસામી

ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે બીજું બધું તો ઠીક પણ મારું નસીબ કામ નથી કરતું. ભાગ્યના નામે ઘણા લોકોને રડતા તમે જોયા જ હશે. પણ દર વખતે કઈ ભાગ્ય પાછું જ પડતું હોય એવું ન પણ બને. ઘણીવાર એવું પણ બને કે લોકોનું ભાગ્ય એક જ ઝાટકે બદલાઈ જાય છે અને તેઓ એકાએક જ કરોડપતિ બની જાય છે. આ વાત ત્યારે વધુ રસપ્રદ બની જાય છે જ્યારે આવું કોઈ ગરીબ મજૂર સાથે બને છે. આવા સમયે તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક ઘટના તાન્ઝાનીયામાં સામે આવી છે. અહીં ખોદકામ કરતા એક મજૂરનું ભાગ્ય એકાએક એટલું બદલાયું કે તે કરોડપતિ બની ગયો એટલું જ નહીં સંપૂર્ણ દેશ તેની સફળતાનો સાક્ષી બન્યો અને લોકો તેના વખાણ કરવા લાગ્યા.

image source

સૂત્રો દ્વારા મળેલા એક રિપોર્ટ અનુસાર તાન્ઝાનીયાના એક મજૂરને 2 અનોખા રત્ન મળ્યા હતા. આ રત્ન બદલ તાન્ઝાનીયા સરકારે તે મજૂરને એટલી મોટી રકમ આપી કે તમામ લોકો ચોંકી ગયા. સાનિનીયૂ લૈજર નામના આ મજૂરને સરકારે 7.74 બિલિયન ડૉલર તાન્ઝાનિયા શિલિંગ એટલે 3.35 મિલિયન ડૉલર (અંદાજે 25 કરોડ 36 લાખ રૂપિયા)નો ચેક આપ્યો.

image source

સાનિનિયુ લૈજરનું એક કાર્યક્રમ દરમિયાન સન્માન પણ કરવામાં આવ્યું. ઉત્તરી તાન્ઝાનીયાના મનયારા ક્ષેત્રમાં આયોજીત કાર્યક્રમમાં દેશના ખાણ-ખનીજ મંત્રી સાઈમન મસનજિલાએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક ઘટના છે. તેમણે આ અગાઉ ક્યારેય આટલા મોટા કદના ટેન્જેનાઈટ જોયા નથી.

image source

આ અજબ ગજબ પ્રકારના દુર્લભ પથ્થરોને બેંક ઓફ તાન્ઝાનીયાએ ખરીદી લીધા છે. બેંકે લૈજરને એ દુર્લભ પથ્થરના બદલે ચેક થકી ચુકવણી કરતા સંપૂર્ણ સમારોહમાં તાળીયોનો ગળગળાટ સાંભળવા મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. આ સમયે દેશના રાષ્ટ્રપતિ જ્હોન મગુફુલીએ લૈજરને ફોન કરી શુભકામનાઓ પાઠવી હતી.

image source

તાન્ઝાનીયાએ ગત વર્ષે સમગ્ર દેશમાં એવા વેપાર કેન્દ્ર શરૂ કર્યા છે જ્યાં ખોદકામ કરતા મજૂરો સરકારને રત્ન અને સોનું વેચી શકે છે. આ વેપાર કેન્દ્ર શરૂ કરવાનો હેતુ ગેરકાયદે થતા વેપારને અટકાવવાનું હતો. હાલ સનિનીયૂ લૈઝર નામના વ્યક્તિની સંપૂર્ણ કહાની તાન્ઝાનીયામાં ફેલાયેલી છે. ઈન્ટરનેશનલ મીડિયામાં પણ તેની કહાની ચર્ચાનો વિષય બની છે. લોકો તેને ઘણો ભાગ્યશાળી ગણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સહિતના વિવિધ દેશોની ખાણમાં ખોદકામ કરતા મજૂરના હાથમાં ઘણા કિંમતી રત્ન મળી આવે છે અને તે કરોડપતિ બની જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.