આ જૂન મહિનામાં છ-છ ગ્રહો ચાલશે અવળી ચાલ, આ રીતે લોકો ખાસ રાખજો કાળજી નહિં તો…
11થી 13 મે ની વચ્ચે શનિ, શુક્ર અને ગુરૂ ગ્રહ વક્રી થઈ ગયા છે, એટલે આ ગ્રહોની ચાલ હવે ઊંધી થઈ ગઈ છે. આમ તો રાહુ-કેતુ
જેવા ગ્રહોની ચાલ હંમેશાં ઊંધી જ રહે છે. હવે 18 જૂને બુધ ગ્રહ માર્ગીથી વક્રી અવસ્થામાં પરત ફરી રહ્યો છે. એટલે કુલ નવ
ગ્રહમાંથી છ ગ્રહ વક્રી અવસ્થામાં આવશે અને તેમની ઊંધી ચાલ આગળના 34 દિવસ સુધી બધી જ રાશિઓ પર અસર કરે છે. અને
એમાં પણ ખાસ કરીને મેષ, વૃષભ, કન્યા, કુંભ અને મીનના જાતકોએ આ સમય દરમિયાન બહુ સાવચેતી રાખવી પડશે. તો ચાલો
જાણીએ જ્યોતિષ પ્રમાણે આ છે ગ્રહોની અવળી ચાલ કઈ રાશિ પર કેવી અસર કરશે.
મેષ:

આ ગ્રહોની ઊંધી ચાલથી મેષ રાશિના લોકોએ ખૂબ જ સાવચેત રહેવું. તેની અસર તમારા ધંધા-રોજગાર, નોકરી અને આર્થિક સ્થિતિ
પર પડી શકે છે. તમારા દેવામાં વધારો થઈ શકે છે. માલ મિલકત અંગે કરેલ રોકાણ ડૂબી શકે છે. 34 દિવસ સુધી ઘરમાં આર્થિક
સંકટોમાંથી પસાર થવાનો વારો આવી શકે છે. પિતા, વહિવટી તંત્ર અને પ્રશાસન સાથે વાદ વિવાદ વધી શકે છે. વધારે પડતો
આત્મવિશ્વાસ તમારું કામ બગડી શકે છે.
વૃષભ:

આ સમયમાં આર્થિક સંકટો વૃષભ રાશિના જાતકોને માથે ભમતા રહેશે. ખર્ચમાં એટલી હદે વધારો થઈ જશે કે સંભાળવા મુશ્કેલ થઈ
જશે. આ સમયમાં દેવાની ઊઘરાણી કરવાવાળા લોકો પણ તમારા માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. વ્યાપાર અને નોકરી સાથે
જોડાયેલા લોકોની તકલીફો પણ સતત વધતી રહેશે. આવક મર્યાદિત રહેશે. જેના કારણે આસ્થા અને વિશ્વાસ પણ ઘટી શકે છે.
મિથુન:
છ ગ્રહો એક સાથે વક્રી થવાથી મિથુન રાશિના લોકો પર કઈ ખાસ અસર નહિ જોવા મળે. ધન રાશિમાં વક્રી ગુરૂ તમારી રક્ષા કરતો
જણાશે. તમારો સમય સારો રહેશે. રોજગારમાં પણ કલી તકલીફ નહિ પડે. આર્થિક તકનો લાભ ચોક્કસપણે મળશે. તમારા વાણી
વ્યવહારમાં મધુરતા આવશે. ખાવા પીવામાં ખાસ કાળજી રાખવી. સંશોધનનાં કામમાં રસ વધશે, સવારની તાજી હવામાં રહેવાનો
બનતો પ્રયાસ કરો.
કર્ક:

છ ગ્રહો એકસાથે વક્રી થવાથી કર્કના જાતકોનું ભાગ્ય ખુલશે. તમારા માટે આ સમય ખૂબ જ અગત્યનો રહેશે. કરિયર અને અભ્યાસ
અંગે કોઇ શુભ સમાચાર મળશે. રોજગાર અને વ્યાપાર અંગે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વેતન સંબંધિત બધી જ સમસ્યાઓ
પૂરી થશે. વ્યક્તિગત જીવનમાં ખાસ ધ્યાન રાખજો. તમારા બદલાવ, ભટકાવ અને જિદથી વાત બગડી શકે છે. બિઝનેસ પાર્ટનર પર
વિશ્વાસ ઉઠતો જણાશે. પ્રકૃત્તિ સાથે જોડાવાનો પ્રયત્ન કરો. ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખો.
સિંહ:

સિંહ રાશિના લોકો માટે આ છ ગ્રહોની ગતિ મિશ્ર પરિણામ આપશે. તમને જમીન-મિલકત, પ્રોપર્ટી બાબતે ચોક્કસથી લાભ થતો
જણાશે. જોકે કેટલાક જૂની બીમારીઓથી સાચવવુ. લેણ-દેણમાં સાવચેતી રાખવી. કોઈને ઉધાર ધીરેલા નાણાં પાછાં મળવા મુશ્કેલ
બનશે. ખર્ચ વધતો દેખાશે. ખોટા દેખાડાથી બચવું. પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. સંબંધો નબળા પડતા જણાશે.કોઈપણ
પ્રકારના રોકાણમાં ઉતાવળ ન કરવી. ધર્મ પ્રત્યે ભાવ વધશે.
કન્યા:
સંતાન અને નજીકના સંબંધીઓની ચિંતા વધી શકે છે. સ્વાસ્થ્ય અંગે થોડી કાળજી રાખવાની જરૂર છે. ખાન-પાનમાં કાળજી રાખવી.
ડેરી પ્રોડક્ટ્સનું વધારે પડતું સેવન ન કરવું. તડકામાં જવાથી બચવું. ઓચિંતા કોઈ અકસ્માતના ભોગ બની શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન
રાખવું. જોકે, પરીક્ષા પ્રતિયોગિતામાં સારાં પરિણામ મળવાની આશા છે. ધ્યાન પ્રાણાયમ પર વધુ જોર આપો.
તુલા:

ગ્રહોની વક્રી ચાલથી તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરી શકે છે. અટકેલું ધન કે કોઇને ઉધાર આપેલા નાણાં પાછા મળતા
દેખાશે. જોકે સ્વાસ્થ્ય અંગે ખાસ સાચવવું. હૃદય વિકાર ઊભરી શકે છે. માતા-પિતાની સેવા કરતા રહેવું. જીવનસાથી સાથે ખટપટ
થઈ શકે છે.પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવું. ગરમ વસ્તુઓનો પ્રયોગ ટાળવો. સવારે
જલદી ઊઠી કામ કરવાની આદત રાખવી.
વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના લોકો માટે ગ્રહોની ઊંધી ચાલ ખૂબજ શુભ સાબિત થઈ શકે છે. નવાં કાર્યોમાં સફળતા ચોક્કસ મળશે.જુના અટકી
પડેલાં બધાં જ કામ પુરા થતા જણાય. આર્થિક સ્થિતિ સધ્ધર થતી જણાય.ખર્ચ પર કાબૂ રાખી સકશો. સ્વાસ્થ્ય અંગે પણ કોઈ ચિંતા
કરવાની જરૂર નથી. જૂની બીમારી મટી શકે છે. પાણીની શુદ્ધતા પર ધ્યાન રાખવું. ભાગ્ય અને કર્મનું સંતુલન સહયોગી રહેશે. વધારે
પડતું સાહસ ન કરવું.
ધન:
લાંબા સમયથી ચાલી આવતી ધનની સમસ્યાઓ ગ્રહોની ઊંધી ચાલથી થોડી ઘટવા લાગશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ખાન-
પાનની આદતો પર ધ્યાન રાખો. મોડી રાત સુધી જાગવાની આદત હોય તો એને સુધારી લો.વાસી ભોજન પણ ન ખાવ. નજીકના
લોકો સાથે અણબન થઈ શકે છે. વાણી-વ્યવહારમાં મીઠાશ જાળવી રાખો. બૌદ્ધિક પ્રયત્નો સફળ થશે. કોઇની સાથેની પ્રતિસ્પર્ધામાં
સફળતા મેળવશો. મિત્રો સાથે સામંજસ્ય વધશે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. નીતિ નિયમ જાળવી રાખો.
મકર:

મકર રાશિના જાતકો માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. જીવનમાં શનિની સાડા સાતીના કારણે જે તકલીફો આવતી હતી, તે
વક્રી થવાથી ઘટશે. કામ-કાજમાં ખાસ લાભ થતો નહિ જણાય, પરંતુ આર્થિક સંકટ પણ નહીં રહે. આ દરમિયાન કેટલીક બાબતોની
ખાસ કાળજી લેવી. ગુસ્સો, અભિમાન અને ઈર્ષાથી દૂર રહેવું. નકારાત્મકતાને તમારા કાર્ય વ્યવહારથી દૂર રાખો. તમારા જીવનસાથી
થોડા અસહજ રહી શકે છે. પરિવારમાં બધાંની સલાહથી કામ કરવું.
કુંભ:

આર્થિક બાબતોમાં વધારે સાવધાની રાખવી. દેવું અને ખર્ચ બંને તમારા જીવનમાં ઝડપથી વધશે. એટલે ખર્ચ સમજી વિચારીને જ
કરો. કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો તેમાં ગુંચવણ વધી શકે છે. હિંમત અને ધીરજથી કામ લેવું પડે. વધારે પડતા ઉત્સાહમાં કામ
બગડી શકે છે. સંપર્ક-સંચાર સારો રહેશે. મિત્રોનો સહયોગ મળશે. સંબંધો પ્રભાવિત થઈ શકે.
મીન:
મીન રાશિના લોકોના જીવનમાં કોઇ મોટી ઊથલ-પાથલ થઈ શકે છે. બીમારીઓ પ્રત્યે બહું સતર્ક રહો. કોર્ટ-કચેરી અંગે મુશ્કેલીઓ
વધી શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. નવા પ્રયત્નોને વેગ મળશે. સંતાન સાથે અસહજતા રહી શકે છે. જીવનસાથી વિશ્વાસપાત્ર
રહેશે. નવા લોકો સાથે મળવામાં સાવધાની રાખવી. જીવનસ્તર સારું જળવાઇ રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.