શું લાગે છે ગુરુદ્વારામાં ખવડાવવામાં આવતું ભોજન હોય છે 100% હેલ્ધી???

તમે ક્યારેક તો ગુરુદ્વારામાં ખાવાનું ખાધુ જ હશે. હજારોની સંખ્યામાં લોકો ગુરુદ્વારાના લંગરમાં ખાતા હોય છે. દિલ્હીમાં જ દરેક ગુરુદ્વારામાં ખાવાનું ખવડાવવામાં આવે છે. અહીંના 10 ગુરુદ્વારામાં રોજ લંગર ખવડાવવામાં આવે છે. પરંતુ કેટલાક ગુરુદ્વારા એવા પણ હોય છે, જ્યાં કેટલાક સ્પેશિયલ દિવસોમાં જ ભોજન કરાવાય છે. કેટલાક લોકો ગુરુદ્વારામાં ખાવાનું ટાળે છે. પણ, તમને ખબર નહિ હોય કે ગુરુદ્વારાનું ખાવાનું પૂરી રીતે હેલ્ધી હોય છે. શહેરીકરણના સમયમાં મોટાભાગના લોકો હાઈજિનને કારણે ગુરુદ્વારામાં ખવડાવવામાં આવતા ખાવાથી મોઢુ વાળી લે છે. જ્યારે ગુરુદ્વારામાં ખવડાવવામાં આવતું ખાવાનું પૂરી રીતે હેલ્ધી હોય છે.

image source

તાજેતરમાં જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના સંગઠન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કરાવવામાં આવેલી તપાસ દરમિયાન કેટલાક ગુરુદ્વારામાં ખવડાવવામાં આવતા ફૂડને પૂરી રીતે પૌષ્ટિક અને હેલ્ધી બતાવાયું છે. FSSAIએ હાલમાં જ દિલ્હીના 10 ગુરુદ્વારાના લંગરની તપાસ કરી હતી. આ દસ ગુરુદ્વારોમાં ખવડાવવામાં આવતું ખાવાનું FSSAIના સખત માપદંડો પર ખરું ઉતર્યું હતું.

રોજ ખવડાવાય છે 1 લાખ લોકોને

image source

દિલ્હીના 10 ઐતિહાસિક ગુરુદ્વારાઓમાં રોજ લગભગ 1 લાખ લોકોને લંગર કરાવવામાં આવે છે. લંગરમાં રોટલી, દાળ, શાક, ખીર, સલાડ ખવડાવવામાં આવે છે. જે એક ટાઈમનું ડાયટ હોય છે. રોજ ઓછામાં ઓછું એક લાખ લોકો લંગર ખાય છે. આ સંખ્યા કેટલાક ખાસ તહેવારો જેમ કે, ગુરુપૂરબ, હોળી, દિવાળી અને વિકેન્ડમાં વધીને 5 લાખ સુધી પહોંચી જાય છે. આ લંગર ખાવામાં ગરીબ અને શ્રમિક વર્ગ વધુ આવે છે.

કિચન સિદ્ધાંત પર બનાવાય છે ખાવાનું

image source

દિલ્હીના 10 પ્રમુખ ગુરુદ્વારામાં કિચન સિદ્ધાંત અનુસાર ખાવાનું બનાવવામાં આવે છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રેસિડન્ટ મનજીત સિંહે કહ્યુ કે, DSGMC એ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયના FSSAI પ્રોજેક્ટ BHOG અંતર્ગત નિર્ધારિત નિયમો પર તેઓ ખરા ઉતર્યા છે. ગુરુદ્વારામાં ખાવાનું ટેસ્ટ કરાવવાનું પ્રોજેક્ટ ગયા વર્ષે જ શરૂ કરાયું હતું. શીખ સંગત દિલ્હીમાં તમામ ગુરુદ્વારામાં સુરક્ષિત, પૌષ્ટિક અને સ્વચ્છ લંગર ખવડાવવામાં આવે છે.

સાફ-સફાઈ રાખવામાં આવે છે

image source

સૌથી મોટી વાત એ છે કે, આ ગુરુદ્વારાઓમાં ખાવાનું ખવડાવવા દરમિયાન સાફ-સફાઈનું પૂરી રીતે ધ્યાન રાખવામાં આવે છે, સંગેમરમરની ટાઈલ્સને વારંવાર ધોવામાં આવે છે. રોટલી બનાવવા માટે આધુનિક ઉપકરણો વાપરવામાં આવે છે. તાજા શાકભાજીને ખરીદવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવે છે. ખાવાનું બનાવવા માટે જે દેશી ઘી અને તેલ મંગાવાય છે, તેની તપાસ અહીંની લેબોરેટરીમાં કરાવવામાં આવે છે. જે પરિસરમાં લોકોને ખાવાનું ખવડાવવામાં આવે છે, ત્યાં હવાની આવનજાવનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે લોકોને ખાવાનું ખાતા દરમિયાન સફોકેશન નથી થતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.