માં-દીકરીએ સાથે કરવા જોઇએ આ કામ, જેનાથી લાઇફમાં આવશે એક નવો વળાંક

દીકરી ગમે એટલી મોટી થઈ જાય પણ માં માટે તો એની લાડલી અને પ્યારી ગુડીયા જ રહેવાની છે. ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં માં હમેશા માટે પોતાની દીકરીની સાથે જ ઊભી રહેશે એનો પડછાયો બનીને દરેક પળે દીકરીને મદદ કરશે..

image source

માં-દીકરી એકબીજાની સાથે પોતાનો ક્વોલિટી ટાઇમ પસાર કરવો જોઇએ જેના કારણે એમનો સંબધ મજબૂત થાય છે. જો તમે પણ તમારી દીકરીને બહુ પ્રેમ કરો છો તો એની સાથે ક્રિએટિવ અને ફન એક્ટિવિટીમાં દીકરી સાથે મજા લો જેના લીધે તમારો સંબધ મજબૂત થશે અને સાથે જ તમે એકબીજાની સમય પણ પસાર કરી શકશો.

image source

માં-દીકરીના સંબધ દુનિયામાં સૌથી ખાસ અને મજબૂત માનવમાં આવે છે. એક માં જ પોતાની દીકરીની ખાસ દોસ્ત હોય છે, જે દરેક કામમાં દીકરીનો ઉત્સાહ વધારે છે અને હંમેશા એને આગળ વધવાની પ્રેરણા આપે છે. જીવની દરેક પળેમાં એની દીકરીની પડખે ઊભી રહે છે અને એને સાથ આપે છે. ગમે તેટલી મોટી દીકરી માંની નજરમાં કદી મોટી થતી નથી હંમેશની માટે એ એની પ્યારી ગુડીયા જ હોય છે. જયારે પણ કોઈ પણ સમય સંજોગે દીકરીને જરૂર પડે ત્યારે માં એની સાથે જ એની ટેકો બનીને ઊભી જ રહે છે.

માં-દીકરી એકબીજાની સાથે સમય વિતાવવાની સાથે-સાથે એકબીજાને ગમતી એક્ટિવિટી પણ કરવી જોઇએ જે એમના સંબધને મજબૂત બનાવવાની સાથે જ એક ખાસ ફિલિંગ્સ પણ આપે છે. જો તમે વિચારી રહ્યા છો કે માં-દીકરી સાથે શું કરી શકે? તો આજે અમે તમને જણાવીશું એવી જ મજેદાર ટિપ્સ આને એક્ટિવિટી વિષે જેને એકબીજાની સાથે કરવાથી તમે લાંબો સમય એકબીજાનિ સાથે પસાર કરી શકશો જે તમારા સંબધને વધુ મજબૂત અને એકબીજાની સાથે લાગણી વ્યક્ત કરી શકશો.

image source

બાળપણના રૂમને આપો નવો લૂક

લગભગ મોટાભાગની મહિલાઓ પોતાના બાળકના રૂમને એવો જ રાખે છે જે એમના બાળપણના દિવસોમાં હતો. કારણકે બાળપણની યાદો બહુ ખાસ હોય છે પરંતુ સમયની સાથે એમાં થોડા ઘણા બદલાવ કરવામાં આવે તો થોડુક નવું લાગે છે અને સાથે જ રિફ્રેશ ફિલિંગ આવે છે. આના માટે તમે એક બજેટ તૈયાર કરી શકો છો જેના પ્રમાણે તમે એના રૂમે શણગારવાનો સામાન લાવી શકો છો અને એને નવો લોક પણ આપી શકો છો. પરંતુ આ કામ તમે તમારી દીકરીની સાથે કરો તો એમાં બહુ મજા આવશે અને એની બાળપની યાદો પણ તાજી થશે.

image source

માં-દીકરી એક સાથે જોઇન કરો પેઇન્ટિંગ ક્લાસ

દીકરીની સાથે તમે પણ જો પેઇન્ટિંગ ક્લાસ જોઇન કરી લો તમે બને એકબીજાનિ સાથે રંગોની મજા લઈ શકશો અને પોત પોતાની ક્રિએટિવિટી પણ જોવા મળશે. તમે ઉંમરના કોઈ પણ પડાવ પર હોવ પણ તમે તમારી દીકરીની સાથે તમારી અંદર રહેલા કલાકારને જગાડી શકશો અને સાથે જ પોતાને એક તક પણ આપી શકશો. આવા સમયે નવી નવી પેઇન્ટિંગ તમારા જીવનને કલરફૂલ બનાવશે. સાથે પેઈન્ટ કરવું એ પણ માં-દીકરી માટે એક સારી એક્ટિવિટીની સાથે એક લાગણીભર્યો અનુભવ પણ થશે. પેઇન્ટિંગએ જીવન જીવવાની રીતમાં રંગો ભરી દે છે જે તમને ક્વોલિટી સમયની સાથે સંબધને મજબૂતી પણ આપશે.

image source

સાથે ફોટો શૂટ કરવો

સાથે પડેલા ફોટો હંમેશાને માટે એક યાદગાર મેમેરી બની જાય છે. તો આ સમયે તમે તમારી દીકરી સાથે સારા સારા ફોટો જરૂરથી પડાવો, જો તમારા ઘરમાં કે પછી કોઈ ફેમિલી મેમ્બર સારા ફોટા પાડી શકતું હોય તો તમે એને આ કામ સોંપી શકો છો. આ ફોટાની મદદથી તમે હંમેશને માટે તમારી આ મીઠી મીઠી યાદોને સાચવી શકશો અને એને તમે કોઈ કોઈ વખત જોશો ત્યારે તમારી યાદો તાજી થશે અને સાથે જ એક અલગ જ પ્રકારની લાગણી અને વહાલ આવશે જે સંબધને એક નવી ઊંચાઈ પર લઈ જશે.

image source

દીકરી સાથે કરો વેકેશન પ્લાન

પોતાના મનપસંદ લોકેશન પર ફરવા જવાનો પ્લાન બનાવો. માં-દીકરી સાથે બહાર ફરવા પણ જઇ શકશે અને સાથે નવી જગ્યાની મજા પણ માણી શકશે. દીકરીની સાથે નવી જગ્યાએ ફરવા જવાનો લ્હાવો અને મજા કંઈ અલગ જ છે.

image source

ઘરે કરો ફૂલની સજાવટ

ઘરને ફૂલોથી સજાવવું એ હંમેશને માટે એક અલગ જ પ્રકારની ખુશી આપે છે. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે તમારી દીકરી સાથે મળીને ઘરને ફૂલોથી સજાવી શકો છો. ટેબલ પર મૂકેલો ફૂલનો બુકે હમેશા ઘરને અલગ જ લૂક આપે છે અને સાથે જ એની રોનક વધારી દે છે.

image source

સાથે ફિલ્મ જોવા જાઓ

તમને પસંદ હોય એવી સસ્પેન્સ, થ્રીલર, રોમેન્ટીક કે પછી સાયન્સને લગતી કોઈ પણ પ્રકારની મનપસંદ ફિલ્મ જોવાની મજા લો જેનાથી એક અલગ જ પ્રકારની ફિલિંગ આપે છે. તમે બને એકબીજા સાથે ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરી શકો છો. જો બહાર જવાનું પ્લાનિંગ શક્ય ના હોય તો ઘરે સાથે બેસીને પસંદગીની ફિલ્મ જોઈ શકો છો.

image source

પોતાની જાતને કરો તૈયાર

માં ઘરનું એક એવું પાત્ર છે જે હમેશા કોઈને કોઈ કારણસર કે કામથી વ્યસ્ત જ રહે છે પરંતુ ઘણી વખત એ એતલી બધી વ્યસ્ત હોય છે પોતાની દીકરીને પણ સમય નથી આપી શકતી. પરંતુ આવા સમયે માં-દીકરી બને આ વાત પર ધ્યાન આપે તો આઈકબીજા સાથે સારો એવો સમય પસાર કરી શકશો. કોઈ દિવસ સાથે સ્પામાં જવાનું પ્લાનિંગ કરો અને પોતાની જાતને રિલેક્સ કરો. કોઈ કોઈ વખત ફેશિયલ,મેનીકયોર,પેડિકયોર, પણ કરાવો,આ બધુ તમને અંદરથી તાજગી આપશે અને તમને રિફ્રેશ ફિલિંગ આપશે. આ સમયે તમને એકબીજા સાથે વાતચીત કરવનો પણ સારો એવો સમય મળી જશે જેમાં માં-દીકરી એકબીજા સાથે પોત પોતાની ફિલિંગ્સ શેર કરી શકે છે.

image source

ઘરે જ જમવાનું બનાવો

જો ઘર પર હોટલ જેવુ ડિનર તૈયાર કરવામાં આવે તો માં-દીકરીની સાથે સાથે ઘરને બધા જ સભ્યોને પણ સ્પેશિયલ ફિલિંગ્સ આપશે. કોઈ વકહત દીકરીની સાથે મળીને કોઈ નાની એવી પાર્ટીનું આયોજન કરવામાં આવે જેમાં કોઈ સ્પેશિયલ ડિશ બનાવીને આખુ ફેમિલી સાથે બેસીને એની મજા લઈ શકે. દીકરીની સાથે પારંપારિક ભોજન તૈયાર કરતી વખતે માં દીકરીને એના મહત્વ વિષે અને એની પૌષ્ટિકતા વિષે પણ જણાવી શકો છો અને સાથે જ એને રસોઈમાં પારંગત પણ બનાવી શકો છો.