ચાલો આજે જાણો કે તન અને મનની શુદ્ધિથી કેવી રીતે ભાગ્ય ચમકાવી શકાય છે…

વર્તમાન સમયમાં ધન સંપત્તિ અને શાંતિની ઈચ્છા રાખતાં લોકો ઘર બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ તેમ છતાં મનની શાંતિનો અનુભવ થઈ શકતો નથી. મનધાર્યું પરિણામ ન મળે તો લોકો ઘરમાં તોડફોડ પણ કરાવતાં હોય છે અને ઘરનું વાસ્તુ બરાબર કરતાં હોય છે. જેવી રીતે માણસનું રહેણાક તેનું ઘર હોય છે તેવી જ રીતે આત્માનું રહેણાક શરીર હોય છે અને મનની શાંતિ અને પ્રભુ પ્રાપ્તિ માટે શરીર રૂપી ઘરને પણ શુદ્ધ રાખવું જરૂરી હોય છે. જ્યારે તન સાથે આચાર અને વિચાર પણ સુધરે ત્યારે જ વ્યક્તિ તેના જીવનમાં સફળ થાય છે.

1. ઘરની જેમ શરીરને પણ ચોખ્ખું અને સુગંધિત રાખવું.

image source

2. જેવી રીતે ઘરનું વાસ્તુ બરાબર રાખવાથી લાભ થાય છે તેવી જ રીતે વ્યાયામ અને યોગ કરવાથી શરીરનું વાસ્તુ એટલે કે સ્વાસ્થ્ય બરાબર રહે છે.

image source

3. નિયમિત રીતે ભગવાનની પ્રાર્થના કરવી. પ્રાર્થનાથી શરીર અને મન સ્વસ્થ તેમજ શાંતિમય બની રહે છે.

image source

4. વ્યવહાર પણ શરીરની પ્રકૃતિને અનુરૂપ બનાવો અને અનુચિત વ્યવહારથી દૂર રહેવું.

5. અન્ય સાથે હંમેશા આત્મીયતા સભર વ્યવહાર કરવો.

6. શરીરને વ્યસનની ગુલામીમાં ન ફસાવા દો.

image source

7. સત્યવાદી અને એકનિષ્ઠ બનો. લક્ષ્ય અને નિર્ણય પર અટલ રહો.

image source

8. શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ. તેલ મસાલાવાળા ખોરાક અને તામસિક ખોરાકનું સેવન ન કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.