માધુરી જ્યારે સુપર બોલ્ડ બ્લાઉઝ પહેરીને ગઇ હતી બીગ બીની પાર્ટીમાં ત્યારે…તસવીરો જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

માધુરી દીક્ષિત અત્યારે ભલે ૫૩ વર્ષની થઈ ગઈ હોય, પણ આજે પણ તે સ્ટાઇલિશ ગણાય છે. તે વેસ્ટર્ન કપડાં પહેરે કે ભારતીય, દરેક પ્રકારના કપડાં તેના ઉપર શોભી ઉઠે છે. ઉમરની સાથે સાથે આ હિરોઈનનું કાપડની પસંદગી એકદમ સોબર થતી જાય છે. સ્પેશિયલી સાડી સથે તે સાદા બ્લાઉઝ પહેરેલી નજરે ચડે છે. જેની બાય અને ગળા એકદમ સાદા હોય છે. પણ મધુરીને હમણાં એકદમ બોલ્ડ બ્લાઉઝમાં જોઈ લોકો ચકિત થઈ ગયા હતાં.

image source

થયું હતું એવું કે ગત વર્ષે અમિતાભ બચ્ચનને ત્યાં યોજાયેલી દિવાળી પાર્ટીમાં માધુરી પોતાના પતિ ડૉ. નેને સાથે પહોંચી હતી. તે પાર્ટીમાં પહેરવા માટે તેણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલી સાડી પસંદ કરી હતી. સોનેરી રંગની યઅ સાડી ઉપર સિક્વન્સનું સુંદર વર્ક કરેલું હતું જે સાડીને શાઈની લુક આપતું હતું. પપરાજી કેમેરાઓની ફ્લેશ લાઇટ પડવાથી યઅ ચમક હજુ સુંદરતા વધારતી હતી અને માધુરીની એવરગ્રીન મુસ્કાનથી તે દિપી ઉઠી હતી.

image source

જો કે પૂરા દેખાવમાં માધુરીની સાડી પછી તેના બ્લાઉઝે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સામન્ય રીતે સ્લીવ સાથેનું બ્લાઉઝ પહેરનાર માધુરીએ ગોલ્ડન સાડી સાથે સ્ટ્રેપડ બ્લાઉઝ પસંદ કર્યું હતું. આ સ્ટ્રેપ સ્પેગેટી કરતાં જરાક જ પહોળી હતી. આ બ્લાઉઝનો શેપ લગભગ બ્રા જેવો જ રાખવામાં આવ્યો હતો. પીઠ ઉપરના હૂક પણ એવી જ રીતે મૂકવામાં આવ્યા હતા. ફક્ત સાડી સાથે મેચ કરવા એમાં રીચ ગોલ્ડન સિક્વન્સનું કામ કરવામાં આવ્યું હતું.

Madhuri Dixit Nene shares an adorable picture with husband Dr ...
image source

આમ તો માધુરીએ સાડી એવી રીતે પહેરી હતી કે બ્લાઉઝનો બોલ્ડ લુક નજરે ન ચડે પણ તેમ છતાંય એ છુપાયું નહીં. માધુરીને આ પ્રકારના બ્લાઉઝમાં જોઈ તેમના ચાહક વર્ગ સ્તબ્ધ થઈ ગયો હતો. પરંતુ કોઈએ માધુરીની ટીકા નહોતી કરી પણ પ્રસંશાના ફૂલ વેરતા કહ્યું હતું કે “માધુરી એવરગ્રીન બ્યુટી લાગી રહી છે.”

image source

યઅ અગાઉ પણ તે એક કાર્યક્રમમાં માધુરીએ આઇવરી કલરની નેટ સાડી પહેરી હતી. જેમાં સોનેરી દોરા અને સિક્વન્સનું કામ કરેલું હતું. એ સાડી સાથે પહેરેલું બ્લાઉઝની સ્ટ્રેપ અને બેક આખી નેટથી બનેલી હતી જે પારદર્શક હતું. એ હોલ્ટર નેક બ્લાઉઝમાં સાડીની બોર્ડર સાથે મેચ કરતું વર્ક કરવામાં આવેલું. પીઠ ઉપર નેટ, બટન અને ભરતકામ બહુ હૉટ લુક આપતું હતું.

source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.