માધુરીએ પતિના કર્યા હેર કટ, સુંદર તસવીરો પરથી નહિં હટે તમારી નજર

પોતાના પતિ માટે હેર સ્ટાઈલિસ્ટ બની માધુરી દીક્ષિત, જુઓ કેટલાક વાયરલ ફોટા.

બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાના પતિ ડોકટર રામ નેનેના હેર કટ કરી નાખ્યા છે, એ પણ જાતે જ. અને આ અંગે રામ નેનેએ જાતે જ પોતાની વાઈફ સાથે એક ફોટો શેર કર્યો છે.

image source

દેશમાં લોકડાઉનની જગ્યાએ હવે અનલોક પણ શરૂ થઈ ગયું છે.પહેલા કરતા વધારે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. પણ તો ય હજી કેટલાક એવા ટ્રેન્ડ છે જે શરૂ તો લોકડાઉનમાં થયા હતા પણ એ આજે અનલોકમાં પણ જળવાઈ રહ્યા છે. લોકડાઉનમાં તો આ અંગે મજબૂરી હતી, પણ અનલોકમાં એ લોકોનો શોખ બની ગયા છે. બૉલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને જોઈને તો આ જ કહી શકાય છે.

માધુરી દીક્ષિત બની હેર સ્ટાઈલિસ્ટ.

 

View this post on Instagram

 

A post shared by Dr Shriram Nene (@drneneofficial) on

અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાના પતિ રામ નેનેના હેર કટ કર્યા છે, એ પણ જાતે. રામ નેનેએ સોશિયલ મીડિયા પર પોતાની વાઈફ સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. એ ફોટાને શેર કરતા રામ નેને જણાવી રહ્યા છે કે માધુરીએ એમના હેર કટ કર્યા છે. ફોટો શેર કરતા રામે લખ્યું છે કે “હેટ્સ ઓફ ટુ માય ન્યુ હેર સ્ટાઈલિસ્ટ. આભાર હની” સોશિયલ મીડિયા પર આ સમયે ડોકટર નેનેની આ પોસ્ટ પર ઘણી બધી કમેન્ટ્સ જોવા મળી રહી છે. કોઈ માધુરીને બધી જ વસ્તુમાં એક્સપર્ટ કહી રહ્યું છે તો કોઈ ડોકટર નેનેના આ નવા લુકના વખાણ કરી રહ્યું છે.

image source

આ પહેલા અનુષ્કા શર્મા, નૂપુર સેનન જેવા સેલિબ્રિટી પણ જાતે હેર કટ કરી ચુક્યા છે. આ ટ્રેન્ડ શરૂ ચોક્કસ અનુષ્કાએ કર્યો હતો પણ પછી તો શું મનોરંજન જગત કે શું રાજનીતિ બધાએ જાતે જ હેર કટ કરવાનું શરૂ કરી દીધું હતું.

લોકડાઉનમાં શીખવાળ્યો ડાન્સ.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

થોડા સમય પહેલા જ માધુરીએ સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ફોટો શેર કર્યો હતો. ફોટામાં આખો પરિવાર ભૂરા રંગના તાઈક્વોનડા ડ્રેસમાં નજરે પડી રહ્યા છે. સાથે સાથે મધુરીના બે બાળકોના હાથમાં સર્ટીફિકેટ પણ છે. એ ફોટો જૂનો ચોક્કસ બતો પણ ચાહકોએ માધુરીનો એ અંદાજ ખૂબ જ પસંદ કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે લોકડાઉનના સમયમાં માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ થઈ ગઈ હતી. એમને લોકોને ઓનલાઇન ડાન્સ પણ શીખવ્યો હતો અને તણાવ મુક્ત રહેવાના ઉપાય પણ બતાવ્યા હતા. માધુરીના આ પ્રયત્નોએ લોકોનું દિલ જીતી લીધું હતું અને અભિનેત્રીના ઘણા વખાણ પણ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.