જાણી લો આ વિસ્તાર વિશે, જ્યાં રવિવારના દિવસે રહેશે ટોટલ લોકડાઉન અને સાથે આ નિયમો તો ખરા જ!
કોરોના વાયરસનો કહેર સર્વત્ર ફેલાઈ ગયો છે અને એમાંથી આપણો દેશ પણ બાકાત નથી રહી શક્યો. કોરોના વાયરસ સંક્રમણના શરૂઆતના તબક્કા માં મહારાષ્ટ્ર, દિલ્હી , રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. પણ હવે તો કોરોના વાયરસે દેશના દરેક રાજ્યમાં પગ પેસારો કરી પોતાનો પ્રકોપ બતાવવાનો જાળવી રાખ્યો છે.

એવામાં હવે મધ્યપ્રદેશ રાજ્યમાં પણ કોરોના વાયરસના વધતા પ્રકોપની અસર દેખાવા લાગી છે. અને આ કોરોના ચેપને વધતો અટકાવવા મધ્યપ્રદેશની શિવરાજ સરકારે કિલ કોરોના અભિયાનના આધારે 24 કલાકનું ટોટલ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. આ લૉકડાઉન આખા પ્રદેશમાં રવિવારે લાગૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે બુધવારે કોરોના વાયરસની સમીક્ષા બેઠકમાં આ અંગે આદેશ આપ્યો હતો. એટલું જ નહીં તેઓએ સમીક્ષામાં સીમાવર્તી જિલ્લામાં એડવાઈઝરીની સાથે ચોકસાઈ
વધારવાના પણ આદેશ આપ્યા છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં એ વાત સામે આવી છે કે જે વિસ્તારો રાજ્યની સીમા પર આવેલા છે તે વિસ્તારો માં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે કિલ કોરોના અભિયાન અંતર્ગત શંકાસ્પદ લોકોના સતત સેમ્પલ લેવાઈ રહ્યા છે.અત્યાર સુધી 42 ટકા લોકોનો સર્વે થઇ ચુક્યો છે. આ સર્વે દરમિયાન ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસ પણ સામે આવ્યા છે.

સીમા પર વધી રહ્યું છે જોખમ
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું છે કે સીમા પર અન્ય રાજ્યના લોકો પ્રદેશમાં દાખલ થઈ રહ્યા છે તેનાથી પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેઓએ આગળ કહ્યું હતું કે મુરૈનામાં રાજસ્થાનના ઘોલપુરથી અને મહારાષ્ટ્રના જલગાંવના બડવાનીથી લોકો આવી રહ્યા છે. બહારથી આવનારા લોકોને કારણે અમે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ.વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે એડવાઈઝરી બનાવવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં બોર્ડર પર પણ તપાસના આદેશ અપાયા છે. તેઓએ કહ્યું કે આ રવિવારે આખા મધ્યપ્રદેશમાં લૉકડાઉન રહેશે.

મધ્યપ્રદેશના લોકોએ પાડવા પડશે આ નિયમ
મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે આદેશ આપ્યા છે કે મધ્યપ્રદેશના તમામે તમામ વિસ્તારમાં માસ્કનો ઉપયોગ ફરિજિયાત કરવાનો રહેશે. એટલું જ નહીં શોપિંગ મોલ અને કાર્યાલયોમાં પણ સેનેટાઈઝર રાખવાનું જરૂરી છે. જો આ નિયમોનો ભંગ થશે તો ભંગ કરનાર પાસે દંડ પણ વસુલવામાં આવશે. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં પણ હવે કોરોના સંકર્મીતોની સંખ્યા લાખોમાં થઈ ગઈ છે. એવા સમયે જો પૂરતી કાળજી લેવામાં નહિ આવે તો સ્થિતિ હજી વણસી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.