ફણગાવેલા મગની ખીર – ભગવાનને ફણગાવેલ મગ અને જાંબુ ધરાવતા જ હશો આ વખતે ધરાવો આ ખીર…

કેમ છો ફ્રેંડસ …

આજે હું લાવી છું ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માટે ની પ્રસાદી ….આપણે ખાસ આ દિવસે જાંબુ અને ફણગાવેલા મગ નો પ્રસાદ ચઢાવતા હોઈએ છે . તો આપણે જાંબુ નો હલવો અને ફણગાવેલા મગ માંથી ખીર બનાવીશું… આથી પેલા ફણગાવેલા મગ માંથી લાડુ ની રેસીપી બતાવી હતી તો આજે ખીર બનાવીશું… અને ફણગાવેલા કઠોળ તો ચોક્કસ થી ખાવા પણ જોઇએ…

તો જોઈ લો પ્રસાદી માટે ની સામગ્રી :-

રથયાત્રા સ્પેશિયલ

ફણગાવેલા મગ ની ખીર

સામગ્રી :-

  • 1 વાટી – ફણગાવેલા મગ
  • 7 ચમચી – ખાંડ
  • 1 ગ્લાસ – દૂધ
  • 1 ચમચી – ઈલાયચી પોવડર
  • અર્ધી ચમચી – જાયફળ પાવડર
  • 3 થી 4 – કેસર ના તાંતણા
  • 4 ચમચી – માવો
  • 2 ચમચી – ઘી
  • 4 ચમચી – કાજુ અને બદામ

રીત :-

સૌ પ્રથમ ફણગાવેલા મગ ને ધોયી મિક્સર માં ક્રશ કરી લેવા. અને માવા ને શેકી લેવું.

હવે એક પ્યાન મૂકી તેમાં ઘી ગરમ કરવા મૂકવું. હવે તેમાં માવો નાખી સરખું શેકી લેવું..ત્યાસુધી દૂધ માં ખાંડ અને ઈલાયચી પાવડર અને જાયફળ નાંખી ઉકળવા મૂકવું.

મિશ્રણ સરસ શેકાઈ જય પછી તેમાં ઉકડતું દૂધ મિક્સ કરી ખીર ને 5 મિનિટ સિજવા દેવી..

હવે સરખી મિક્સ કરી તેમાં કાજુ બદામ મિક્સ ઉમેરવા..

તો તૈયાર છે ભગવાન જગન્નાથજી ના રથયાત્રા માટે પ્રસાદ માં ફણગાવેલા મગ ની ખીર……

ટીપ – માવો ના લેવો હોય તો દૂધ વધારે લઇ ઉકાળી લેવું……

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.