મગની દાળનો હલવો – એક ભારતીય પોપ્યુલર સ્વીટ એકવાર જરૂર બનાવજો…

મગની દાળનો હલવો :

મગની દાળનો હલવો એ એક ભારતીય પોપ્યુલર સ્વીટ છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં સાંજના ભોજન પછી લેવામાં આવતો હોય છે. ઠંડીમાં ગરમા ગરમ મગની દાળનો પૌષ્ટિક હલવો ખાવાની મજા કંઇક ઓર જ હોય છે. રિચ, લિપ સ્મેકીંગ એવી સ્વીટ ડીશ તરીકે – મગનો હલવો ખૂબજ લોકપ્રિય છે. ફોતરા વગરની મગની દાળ પ્રોટીન, ફોલેટ, મેંગેનિઝ અને ફાઇબર જેવા પોષક તત્વોનો સમૃધ સ્ત્રોત છે.

આહારમાં જો રોજ આ દાળ લેવામાં આવે તો આરોગ્ય માટે ખૂબજ પોષણ આપનાર અને આરોગ્યપ્રદ છે. રોજ આહારમાં લેવાતી આ મગદાળની દાળને બાફીને લિકવીડ દાળ કે સૂપ તરીકે લેવામાં આવતી હોય છે. ઉપરાંત તેને શાક તરીકે પણ લેવામાં આવે છે. તેમજ તેમાંથી અનેક પ્રકારની ફરસાણની વાનગીઓ તેમજ સ્વીટ ડીશ પણ બનાવવામાં આવતી હોય છે.

તેમાં ગોળ કે ખાંડની સાથે ઘી – દૂધ અને નટ્સ ઉમેરીને એક્દમ રીચ બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમા ગરમ ડેઝર્ટ તરીકે લેવામાં આવે છે. તેમાં કેલેરી વધારે હોવાથી શરીરને ઉર્જા મળે છે. આ મગની દાળનો હલવો ધાર્મીક ઉત્સવોમાં પ્રસાદ તરીકે, પાર્ટીઓમાં, પ્રસંગો, તહેવાર તેમજ સામાન્ય રોજિંદા લંચ કે ડીનરમાં પણ ક્યારેક ક્યારેક સર્વ કરવામાં આવતો હોય છે. નાના બાળકો અને અશક્ત લોકો માટે ખૂબજ પૌષ્ટિક છે – આશિર્વાદ રુપ છે.

આમ તો મગની દાળનો હલવો બનાવાવમાં થોડો સમય અને કાળજી રાખવી પડતી હોય છે. છતાં દરેક લોકો સરળ રીતે બનાવી શકે તેવી પર્ફેક્શન સાથેની રીત હું અહીં આપી રહી છું.

મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ સરળતાથી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ બીજા બધા હલવાઓ કરતાં અલગ જ સ્વાદવાળો મગની દાળનો હલવો ઘરે બનાવજો.

મગની દાળનો હલવો બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ મગની ફોતરા વગરની દાળ
  • 4 ટેબલ સ્પુન ઘઊંનો ભાખરીનો લોટ
  • 4 ટેબલ સ્પુન ઘી + 2 ટી સ્પુન ઘી +1 ટેબલ સ્પુન ઘી
  • 12- 15 કેશરના તાંતણા
  • 10-12 કાજુ
  • 15-20 કીશમીશ
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • 1 ટેબલ સ્પુન પિસ્તાના સ્લીવર્સ

મગની દાળનો હલવો બનાવવાની રીત :

સૌ પ્રથમ કેશરના તાંતણાને 1 ટી સ્પુન દૂધમાં પલાળો.

ત્યારબાદ મગની ફોતરા વગરની 1 કપ દાળ લઈ તેને 2 થી 3 વાર પાણીથી ધોઇ લ્યો. ત્યારબાદ તેમાં 3 કપ પાણી ઉમેરીને પલાળી દ્યો. પાણી વધારે નાખી પલાળવાની છે, કેમકે મગની દાળ પાણીમાં પલાળવાથી ખૂબજ ફુલે છે.

દાળને 4-5 કલાક પાણીમાં રાખો.

4-5 કલાક પાણીમાં સારી રીતે પલળી જાય પછી તેને ચાળણીમાં નાખી પાણી નિતારી લ્યો.

પાણી બરાબર નિતરી જાય એટલે એક નોન સ્ટીક પેનમાં 2 ટી સ્પુન ઘી ગરમ કરી તેમાં મગની નિતારેલી દાળ ઉમેરી સ્લો ફ્લેમ પર 2 મિનિટ સાંતળી લ્યો. અથવા તેમાંથી મગની દાળ સંતળાવાની સરસ અરોમા આવવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળો. ત્યારબાદ ફ્લૈમ બંધ કરો.

હવે કુકર લઈ તેમાં 2 કપ પાણી ઉમેરી થોડું ગરમ થાય એટલે તેમાં ઘીમાં સાંતળેલી મગની દાળ ઉમેરી કુકર બંધ કરી 3 વ્હીસલ કરી લ્યો.

કુકર ઠરે એટલે તેમાંથી દાળ કાઢી તેને મિક્સર જારમાં ઉમેરી ગ્રાઇંડ કરી લ્યો. ફાઇન પેસ્ટ બનાવો.

હવે એક નોન સ્ટીક પેનમાં ઘી ઉમેરી પહેલા કાજુ અને કીશમીશ રોસ્ટ કરી લ્યો. તેને એક નાના બાઊલમાં ટ્રાંસફર કરી લ્યો. એક બાજુ રાખો.

ત્યારબાદ વધેલા ઘીમાં 4 ટેબલ સ્પુન ઘઊંનો ભાખરીનો લોટ ઉમેરી સ્લો ફ્લૈમ પર ગોલ્ડન રોસ્ટ કરી લ્યો.

હવે તેમાં મગની દાળની ફાઇન પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

મિડિયમ સ્લો ફ્લૈમ પર સતત તવેથાથી હલાવતા રહો, જેથી બોટમ પર બેસી ના જાય. મગની દાળનું મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો.

બરાબર મિક્ષ કરી 4-5 મિનિટ કૂક કરો. ત્યારબાદ તેમાં કેશરવાળુ દૂધ ઉમેરી મિક્ષ કરી હલાવી લ્યો.

તેમાં એલચીનો પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેને સતત હલાવતા રહી કૂક કરો. તેમાં રોસ્ટ કરેલા કાજુ કીશમીશ ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 ટેબલ સ્પુન ઘી ઉમેરી મિક્ષ કરો. સતત હલાવતા રહો.

મિશ્રણ ગ્લોસી લાગવા માંડે અને મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહી કૂક કરો.

અથવા મિશ્રણ ખદખદવા માંડે અને તેમાં બબલ દેખાવા લાગે તેમજ થોડું ઘી છુટુ પડી હલવા જેવી કંસીસ્ટન્સી થવા લાગે એટલે ફ્લૈમ બંધ કરી દ્યો.

ગરમા ગરમ મગની દાળનો હલવો સર્વ કરવા માટે રેડી છે.

તેનાં પર રોસ્ટ કરેલા કાજુ અને કીશમીસ અને પિસ્તાના સ્લિવર્સથી ગાર્નીશ કરો.

ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી એવો આ મગની દાળનો હલવો તમે પણ તમારા રસોડે બનાવીને બધાને ગરમા ગરમ સર્વ કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.