‘મહાભારત’ના ‘મેં સમય હું’ની પાછળ છુપાયા છે કેટલાક મજેદાર કિસ્સાઓ, ‘યુધિષ્ઠિર’એ કર્યો તેનો મોટો ખુલાસો.

‘મહાભારત’ના ‘મેં સમય હું’ની પાછળ છુપાયા છે કેટલાક મજેદાર કિસ્સાઓ, ‘યુધિષ્ઠિર’એ કર્યો તેનો મોટો ખુલાસો.

બી.આર.ચોપડાની ‘મહાભારત’ને દુરદર્શન પર ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું છે. આવામાં એકવાર ફરીથી આ કાર્યક્રમને દર્શકોનો ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. ‘મહાભારત’ની સાથેજ એકવાર ફરીથી ‘મેં સમય હું’ પણ દર્શકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ શું આપ જાણો છે કે આ ‘સમય’નો વિચાર ‘મહાભારત’ માટે કેવીરીતે આવ્યો? તેના જવાબમાં ‘મહાભારત’માં યુધિષ્ઠિરનું પાત્ર નિભાવનાર અભિનેતા ગજેન્દ્રએ તેના વિષે કેટલાક ખુલાસા કર્યા છે.

image source

ગજેન્દ્ર ‘સમય’ની ઉત્પત્તિનો એક કિસ્સો જણાવતા કહે છે કે, જે ‘મહાભારત’ના શરુ થવાના વખતે ‘સમય’ આવે છે, ત્યારપછી ઘણી સીરીયલમાં કોપી કરવામાં આવ્યું. કોઈકમાં ‘મેં પૃથ્વી હું’, કોઈમાં ‘મેં આસમાન હું’ આમ ઘણું ઉપયોગમાં લેવાયું.પણ ‘મેં સમય હું’ આ કેવીરીતે ‘મહાભારત’ સાથે જોડવામાં આવ્યું તેનો કિસ્સો ટીવી શો ‘હમ લોગ’ સાથે જોડાયેલ છે. આ ટીવી શોમાં દાદા મુની એટલે કે, અશોક કુમાર નરેશન કરતા હતા.

ગજેન્દ્રએ કહ્યું કે, “ચોપડા સાહેબે ‘મહાભારત’માં નેરેશન કરવા માટે પહેલા સાઉથના એનટીઆર સાહેબને પસંદ કર્યા. પણ કોઈએ કહ્યું કે તેઓ નોર્થમાં વધારે પસંદ નહી કરવામાં આવે. તો ચોપડાજીએ તેના વિચાર છોડી દીધો. ત્યારપછી તેમણે દિલીપકુમાર સાહેબ પ્રસિદ્ધ છે તો તેમને ‘મહાભારત’ના નેરેશન માટે પસંદ કર્યા પરંતુ ફરી કોઈએ કહ્યું કે, ઉર્દુ ભાષા હશે અને ‘મહાભારત’ના કાસ્ટિંગની સાથે તેમનું નેરેશન સારું નહી લાગે.”

image source

ગજેન્દ્ર આગળ કહે છે કે, આ દરમિયાન ડૉ.રાહી સાહેબ સાથે કઈક એવું થયું કે તેમને ‘સમય’નો વિચાર આવ્યો. ડૉ.રાહી સાહેબનું એક રૂટીન હતું કે તેઓ સવારે ચોપડાજીની ઓફીસ આવતા અને લંચ માટે ઘરે જતા હતા. તેમના પત્ની દોઢ વાગ્યાનું એલાર્મ લગાવી રાખતા અને જયારે બે વાગે ડૉ.રાહી ઘરે આવે ત્યારે ભોજન તૈયાર મળે. એક દિવસ એવું થયું કે ડૉ.રાહીની પત્નીએ બપોરના બદલે રાતના દોઢ વાગ્યાનું એલાર્મ લગાવી દીધું. અને એલાર્મ રાતે દોઢ વાગે વાગ્યું. એલાર્મ વાગવાના કારણે ડૉ.રાહીની ઊંઘ ઉડી ગઈ. તેમના પત્નીએ કહ્યું કે, કદાચ મારાથી ભૂલથી મુકાઇ ગયું છે.

ત્યારબાદ તેઓ પોતાના રૂમમાંથી ઉભા થઈને બીજા રૂમમાં ચાલ્યા ગયા, જ્યાં તેઓ ‘મહાભારત’ લખતા હતા. ત્યારપછી તેમણે પહેલી લાઈન લખી ‘સમય બડા બલવાન હૈ’. પછી તેમણે વિચાર્યું કે, જયારે સમય મારી ઊંઘ ખરાબ કરી શકે છે તો કહાની નહી જણાવી શકે. ત્યારબાદ પછી તેમણે પહેલીવાર લખ્યું હતું, ‘મેં સમય હું ઔર આજ મેં આપકો હસ્તિનાપુર કી કહાની સુનાને જા રહા હું.’ એક એલાર્મના ખોટા સમયે વાગી જવાથી ‘સમય’ સારો થઈ ગયો.