‘મહાભારત’ના શૂટિંગના છેલ્લા દિવસનો વિડીયો થયો વાયરલ – કલાકારો હીબકે ચડ્યા

જુઓ ‘મહાભારત’ના  શુટિંગના છેલ્લા દિવસનો વિડીયો, કલાકારો એકબીજાને ભેટીને ખૂબ રડ્યા

‘રામાયણ’ અને ‘મહાભારત’ના પુનઃપ્રસારણની સાથે જ દર્શકોની જૂની યાદો પણ તાજી કરી દીધી છે. દુરદર્શન ચેનલ પર ‘મહાભારત’ને વર્ષ ૧૯૮૮ થી ૧૯૯૦ની વચ્ચે પ્રસારિત કરવામાં આવી અને હવે જયારે વર્ષો પછી ફરીથી ‘મહાભારત’ નું પુનઃપ્રસારણ કરવામાં આવી રહ્યું છે. તે આજે પણ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. દર્શકો આજે પણ એ ‘મહાભારત’ને એટલીજ પસંદ કરી રહ્યા છે. ચાલો જાણીએ ‘મહાભારત’ના શુટિંગના છેલ્લા દિવસે સેટ પર કેવું વાતાવરણ હતું.

image source

‘મહાભારત’ના સેટનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જો કે, શુટિંગ પૂરી થઈ ગયા પછીનો છે. ‘મહાભારત’ના બધા કલાકારોને સેટ પર જોઈ શકાય છે. નીતીશ ભારદ્વાજ, અર્જુન, મુકેશ ખન્ના, ગુફી પેન્ટલ અને રૂપા ગાંગુલી સહિત અન્ય કલાકારો પણ જોવા મળી રહ્યા છે.‘મહાભારત’ના સેટ પર છેલ્લા દિવસે ખુબજ ગમગીન વાતાવરણ થઈ ગયું હતું. સૌથી વધારે તો અર્જુનને રડતા જોવા મળે છે.

image source

ક્યારેક નીતીશ ભારદ્વાજ તેમને સંભાળે છે તો ક્યારેક રૂપા ગાંગુલી અર્જુનના આંસુ લૂછતાં જોવા મળે છે. ‘મહાભારત’ના શુટિંગ દરમિયાન બધાજ કલાકારો એકબીજાથી એટલા બધા જોડાઈ જાય છે કે, જયારે આ પૂરું થાય છે તો પોતાના આંસુને રોકી શકવા મુશ્કેલી હતા. સેટ પર આવો ગમગીન માહોલ જોઇને બીઆર ચોપડાના દીકરા રવિ ચોપડા પણ ભાવુક થઈ ગયા. સીરીયલમાં કૃષ્ણનું પાત્ર નિભાવનાર નીતીશ ભારદ્વાજ છેલ્લા દિવસે આખા સેટને જોઈ રહ્યા હતા ત્યારપછી અર્જુન પાસે જાય છે. જ્યાં તેઓ તેમને સાંત્વના આપે છે.

image source

‘મહાભારત’ના નિર્દેશક બીઆર ચોપડા હતા. પરંતુ આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું હતું, ત્યારે તેમણે દીકરાને રવિ ચોપડાએ શોની જવાબદારી સંભાળવા લાગ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં રવિ ચોપડાની પત્ની રેનુએ જણાવ્યું હતું કે શોના બજેટને લઈને રવિ ખુબ મૂંઝવણમાં રહેતા હતા.

શોના એક એપિસોડનું બજેટ છ લાખ રૂપિયા હતું. આવામાં રવિએ પોતાના પિતાને એક દિવસ કહ્યું કે, તેઓ કેટલાય પણ પ્રયત્ન કરે છે પરંતુ બજેટ સાડા સાત લાખથી ઓછું તો નથી જ થઈ શકતું. ત્યારે બીઆર ચોપડાએ કહ્યું કે, તેઓ પોતાના કામ પર ફોકસ કરે બજેટની વ્યવસ્થા થઈ જશે. આ રીતે સીરીયલ જયારે બની તો એક ઈતિહાસ પણ બની ગયો.