એક વૃદ્ધ મહિલાને પૂછવામાં આવ્યું કે PM મોદીને શા માટે વોટ આપશો, પછી જે જવાબ મળ્યો એ વીડિયો તમે પણ જોઈ લો

પીએમ નરોન્દ્ર મોદી કોઈને કોઈ વાતને કારણે લોકોના હોઠે રમતા રહે છે અને ચર્ચાતાં રહે છે. ત્યારે હાલમાં પણ એક સરસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છાપરામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા વિરોધ પાર્ટી આરજેડી અને કૉંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું, સાથે જ બિહાર એનડીએ સરકારના કાર્યકાળમાં થયેલા કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશ બાબૂના નેતૃત્વમાં એનડીએની સરકાર ફરી બની રહી છે.

image source

ત્યારે બીજી તરફ પીએમ મોદીએ એક વૃદ્ધ મહિલાના વાયરલ વિડીયોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં આ મહિલા મોદી સરકારના કાર્યોના વખાણ કરતી જોવા મળી રહી છે. વડાપ્રધાને કહ્યું કે હું આ વિડીયો જોઇને ઘણો પ્રભાવિત થયો. પીએમ મોદીએ કહ્યું કે, બિહારના ગામની એક વૃદ્ધ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિ એ મહિલાને પૂછે છે કે મોદીને કેમ વોટ આપવો? આખરે મોદીએ તમારા માટે શું કર્યું છે? એ ગામની મહિલા, એ માએ તેના પ્રશ્નો એક જ શ્વાસમાં જવાબ આપવાનું શરૂ કરી દીધું.

image source

મોદીએ કહ્યું કે, જ્યારે તે જવાબ આપી રહી હતી ત્યારે એ જે પ્રશ્ન પુછનારો હતો, તેનો ચહેરો ફિક્કો પડી ગયો. પીએમ મોદીએ કહ્યું કે, એ મહિલાએ તરત જ જવાબ આપતાં કહ્યું કે, “મોદીએ અમને નળ આપ્યા, પાણીની લાઇન આપી, વીજળી આપી, મોદીએ અમને કોટા આપ્યો, રાશન આપ્યું, પેન્સિલ આપી. મોદીએ અમને ગેસ આપ્યો. તેમને કેમ વોટ ના આપીએ? તો શું તમને આપીએ?”

આ પછી વડાપ્રધાને કહ્યું કે હું એ વિડીયો જોઇને ઘણો જ પ્રભાવિત થયો. એક રીતે વડાપ્રધાન મોદીએ એ વૃદ્ધ મહિલાના વિડીયોનો ઉલ્લેખ કરતા વિરોધ પક્ષને જોરદાર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. પીએમ મોદીએ એનડીએ સરકાર દરમિયાન થયેલા કાર્યોનો ઉલ્લેખ છપરાની ચૂંટણી રેલીમાં કર્યો. સાથે જ વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે આજના યુવાને ખુદને પુછવું જોઇએ કે મોટી-મોટી યોજનાઓ જે બિહાર માટે જરૂરી હતી એ વર્ષો સુધી કેમ અટકી રહી?

પીએમ મોદીએ આગળ વાત કરતાં કહ્યું કે, બિહાર પાસે ત્યારે પણ ભરપુર સામર્થ્ય હતુ. સરકારો પાસે પૈસા ત્યારે પણ પુરતા હતા. ફર્ક ત્યારે ફક્ત એટલો હતો કે ત્યારે બિહારમાં જંગલરાજ હતુ. પુલ બનાવવા માટે કોણ કામ કરશે જ્યારે એન્જિનિયર સુરક્ષિત નહીં હોય? કોણ રોડ બનાવશે જ્યારે કૉન્ટ્રાક્ટરનો જીવ 24 કલાક ખતરામાં હોય? કોઈ કંપનીને જો કોઈ કામ મળતુ પણ હતુ, તો એ અહીં કામ શરૂ કરતા પહેલા 100 વાર વિચારતી હતી. ઉલ્લેખનીય છે કે વીડિયો પોસ્ટ કરતી વખતે તેમાં પણ લખવામાં આવ્યું હતું કે વિરોધીઓને આ જવાબ છે. હવે આ વીડિયો ભારે શેર થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.