મકાઈનું ભરથું – રીંગણનું ભરથું તો ખાતા અને બનાવતા હશો હવે મકાઈની સીઝનમાં બનાવો આ ભરથું..

મકાઈ નું ભરથું

દોસ્તો કેમ છો! હવે ચોમાસા ની સીઝન આવી ગઈ છે. તો વરસાદ પડે એટલે એમ થાય કે કંઇક ગરમ ગરમ બનાવીએ. તો વરસાદ ની સાથે પેલા આપને યાદ કરીએ ગરમ ગરમ મકાઈ શેકેલી…..

મારા ઘરે તો વરસાદ પડે એટલે કા તો મકાઈ બાફી ને ખાઈ એ અથવા તો એને શેકી ને ખાવાની પણ મજા આવી જાય છે..પણ જો વરસાદ ની સાથે જો ગરમ ગરમ મકાઈ નું ભરથું મળી જાય તો મજા આવી જાય.

દોસ્તો આપને શિયાળા માં રીંગણ નું ભરથું તો ખાઈ એ જ છે.તો બસ એમાં થોડો ટવીસ્ટ કર્યું અને મે બનાવ્યું મકાઈ નું ભરથુ. રીંગણ નું ભરથું તો બાળકો અને ઘણી વાર તો મોટા પણ નથી ખાતા.

મકાઈ તો નાના મોટા સૌ ને ફેવરિટ હોય છે એટલે ક્યારેક ઘરમાં શાક ના હોય તો તમે મકાઈ નો ઉપયોગ કરી ને શાક બનાવી શકો. મકાઈ નું ભરથું વરસાદ માં ગરમ ગરમ પરાઠા જોડે મજા પડી જશે.તો દોસ્તો ફટાફટ અને સહેલાઇ થી બની જતા મકાઈ ના ભરથા ની સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

 • ૨ ડુંગળી
 • ૧ ટામેટું
 • ૫ કડી લસણ
 • ૧ ઇંચ આદુ નો ટુકડો
 • ૧ બાઉલ મકાઈ બાફેલી
 • ૨ ચમચી મરચું
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧/૨ ચમચી હળદર
 • ૧ ચમચી ધાણજીરૂ
 • ૧ ચમચી ગરમ મસાલો
 • ૧ ચમચી લીલા ધાણા
 • ૫ ચમચી તેલ
 • ૧ ચમચી રાઈ
 • ચપટી હિંગ

રીત

સ્ટેપ ૧

સૌપ્રથમ ડુંગળી અને ટામેટા ને સમારી લો.

સ્ટેપ ૨

ડુંગળી,લસણ,ટામેટા અને આદુ ને મિક્સર માં ક્રશ કરી ગ્રેવી બનાવી લો.

સ્ટેપ ૩

એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.રાઈ ફૂટે એટલે તેમાં હિંગ મરચું અને હળદર નાખો.

સ્ટેપ ૪

હવે તેમાં ગ્રેવી નાખો.બે મિનિટ ગ્રેવી ને સાંતળી લો ત્યારબાદ તેમાં મીઠું,મરચુ,ધાણાજીરું,ગરમ મસાલો,અને હળદર,એડ કરી લો.અને મિક્સ કરી લો.

સ્ટેપ ૫

ગ્રેવી ને પાંચ થી સાત મિનિટ સાંતળી લો.ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ ના દાણા એડ કરી લો.

સ્ટેપ ૬

મકાઈ નું ભરથું માં તેલ છૂટે એટલે ગેસ બંધ કરી દેવો.

સ્ટેપ ૭

મકાઈ નું ભરથું તૈયાર થાય એટલે તેને લીલા ધાણા થી ગાર્નિશ કરી પરાઠા જોડે ગરમાં ગરમ સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.