ઘરની સજાવટ કરવા આ રીતે ઊનમાંથી બનાવો એક નહિં, પણ અનેક ડેકોરેટિવ વસ્તુઓ

પહેલાના સમયમાં ઘણા ઘરોમાં લોકો જાતે જ ઊનના સ્વેટર બનાવીને પહેરતા હતા. શિયાળામાં સ્વેટર પહેરવા માટે લોકો ચોમાસાની સિઝનથી સ્વેટર બનાવવાની શરૂઆત કરી દેતા હતા. ઊનમાંથી બનાવેલુ સ્વેટર ઠંડીમાં શરીરનુ સારું એવુ રક્ષણ કરે છે. જો તમે ઊનનુ સ્વેટર ઘરે બનાવો છો તો ખૂબ જ મજબૂત અને ટકાઉ બને છે. આ સાથે જ તે પહેરવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો તૈયાર વસ્તુઓ લાવવાનો આગ્રહ વધુ રાખતા હોય છે.

Chic Macramé Wall Hanging DIY for Beginners - FTD.com
image source

ઊનમાંથી સ્વેટર બનાવવામાં ઘણો સમય જાય છે. પણ જો તમે ખૂબ જ ઓછા સમયમાં તમારા ઘરને એકદમ મસ્ત રીતે ડેકોરેટ કરવા ઇચ્છો છો તો ઊનમાંથી બનતી વસ્તુઓ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ઊનમાંથી અનેક ઘણી વસ્તુઓ તમે ઘરે જાતે જ બનાવી શકો છો. જે બન્યા પછી દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

જો તમે ઘરને ક્રિએટિવ અને યૂનિક લુક આપવા માટે ઊનના દોરામાંથી વિન્ડ ચાઇમ, કુશન, ટેબલક્લોથ, ડોરમેટ, વોલ ડેકોરેટિંગ જેવી અનેક અનેક ટ્રેન્ડી વસ્તુઓ તમે બનાવી શકો છો. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે ઊનના દોરામાંથી ઘર માટે ડેકોરેટિંગ વસ્તુઓ બનાવશો. જો તમે ઘરે જાતે જ આ વસ્તુઓ બનાવો છો તો તેનો આનંદ કંઇક અલગ જ આવે છે.

image source

સામગ્રી

– કાર્ટન

– ઊન

– કાતર

– પેન્સિલ

– સેલો ટેપ

– કાર્ડબોર્ડ

– ચોપડી

– કપડાને રંગવાનો રંગ

– એક વુડ સ્ટિક

– બોટલ

– ગ્લૂ સ્ટિક

image source

આ રીતે ઘરે બનાવો યાર્ન મોનોગ્રામ

સૌ પ્રથમ કાર્ડબોર્ડ લો અને તેની પર તમને ગમતો કોઇ અક્ષર ડ્રો કરો. ત્યારબાદ તેને કાતર તેમજ કટરથી કટ કરી લો. હવે ઊન લઇને તેની આસપાસ લપેટી લો. આમ, જ્યારે ઊન એકદમ પરફેક્ટ રીતે બંધાઇ જાય ત્યારે તેના અંતમાં ટેપ લગાવી દો. જો તમે ઇચ્છો તો તેને વધારે ડેકોરેટ પણ કરી શકો છો.

image source

વોલ ટેસલ્સ

આ વસ્તુ બનાવવા માટે સૌ પ્રથમ એક ચોપડી લો અને તેની ઉપર સફેદ ઊન 30 વાર લપેટીને એક બાજુથી દોરાને કાપીને તેની એક ફિટ ગાંઠ બાંધી લો. આમ, તમે ઇચ્છો તે પ્રમાણે તેમાંથી ફુદ્દા બનાવીને અડધામાં કલર કરી લો. ત્યારબાદ તેને સુકાવા દો અને પછી વુડ સ્ટિકમાં તે લગાવીને ઘરમાં લટકાવો. આ એક ખૂબ જ ડેકોરેટિવ આઇડિયા છે. જો તમે આ વોલ ટેસલ્સ તમારા ડ્રોંઇગ રૂમમાં લગાવો છો તો તેનાથી આખા રૂમનો લુક જ ચેન્જ થઇ જાય છે.

Wrapped Bottle Centerpieces - WedLoft
image source

ફ્લાવર પોર્ટ

આજકાલ દરેક લોકોના ઘરમાં તમને વધારે નહિં પણ એક તો ફ્લાવર પોર્ટ જોવા મળશે જ. ફ્લાવર પોર્ટથી રૂમનો દેખાવ જ આખો ચેન્જ થઇ જાય છે. તો તમે પણ આજે ઘરે જાતે ઊનમાંથી આ રીતે એક મસ્ત ફ્લાવર પોર્ટ બનાવી શકો છો. આ માટે તમે સૌ પ્રથમ એક બોટલ લો અને તેની પર ગુંદર લગાવીને ઊનના રંગબેરંગી દોરા લપેટી લો. તો તૈયાર છે તમારો ફ્લાવર પોર્ટ. આ પોર્ટ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.