લો બોલો, 16 વર્ષ પછી ટીવીનુ આ કપલ થઇ ગયુ અલગ, જાણો આ વિશે શું કહ્યું એક્ટ્રેર્સે.

મુંબઈમાં રહેતા ટીવી એક્ટ્રેસ માનિની ડે અને મિહિર મિશ્રા બંને છેલ્લા ઘણા સમયથી એકલા અને અલગ રહે છે. આ વાતની અત્યાર સુધી કોઈ ચોખવટ કરવામાં આવી ન હતી, જો કે છેલ્લે માનિનીએ આ વાતને રદીઓ આપતા જણાવ્યું હતું કે હવે એમના રસ્તાઓ બદલાઈ ચુક્યા છે,

IMAGE SOURCE

અને તેઓ પોતાના અંગત કારણો સર જ અલગ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે માનિની અને મિહિરે વર્ષ 2004માં લગ્ન કર્યાં હતાં. જો કે માનિનીના આ બીજા લગ્ન હતાં. જો કે આ બંને જણા અલગ થયા પછી હવે મિહિર પુનામાં તથા માનિની મુંબઈમાં પોતાની 21 વર્ષની દીકરી સાથે રહે છે.

સબંધમાં પણ ઉતાર ચઢાવ આવતા રહેતા હોય

IMAGE SOURCE

હાલમાં આ વાત જ્યારે આવી તો માનિનીએ એક ઇન્ટરવ્યુંમાં આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લગ્નનો સબંધ પણ અન્ય સબંધ જેવો જ હોય છે. આ સબંધમાં પણ ઉતાર ચઢાવ આવતા રહેતા હોય છે. તેમજ વધુમાં એમણે કહ્યું હતું કે હા આ વાત સાચી છે કે એ અને મિહિર હવે અલગ રહે છે. એમના અલગ થવાનું કારણ પણ ઘણું જ અંગત છે. જો કે એમણે કહ્યું કે આ પવિત્ર સબંધને તેઓ માને પણ છે. જો કે એમણે આ સબંધને પોતાનાથી થતું સૌથી બેસ્ટ આપ્યું છે, પણ એમણે જે મળ્યું એ એમના હાથમાં ન હતું.

પહેલા એક બીજાના મિત્ર બન્યા પછી પતિ પત્ની

 

View this post on Instagram

 

A post shared by Maninee (@mannahsoulfry) on

આ ઈન્ટરવ્યું દરમિયાન માનિનીએ વધુમાં જણાવ્યું હતું કે એ બંને આ સબંધમાં એકબીજાની કાળજી રાખતા હતા તેમજ એકબીજાને ચાહતા પણ હતા. આ લગ્ન સબંધ પહેલા તેઓ એક બીજાના મિત્ર બન્યા હતા અને ત્યાર પછી પતિ પત્ની તરીકેના સબંધમાં જોડાયા હતા.

IMAGE SOURCE

જ્યારે આ બંને જણે લગ્ન કર્યા હતા, ત્યારે એમને લોકો કહેતા હતા કે એમના લગ્ન અઠવાડિયું પણ ટકશે નહી. પણ, એમણે લોકોએ કરેલા આ દાવાને પણ ખોટો પડ્યો હતો. જો કે હવે એમના રસ્તાઓ સાવ અલગ થઇ ગયા છે. જીવનને જોવાનો એમનો દર્ષ્ટિકોણ પણ હવે બદલાયો છે.

લગ્નના ૧૬ વર્ષ ઘણા પ્રેમથી વિતાવ્યા

 

View this post on Instagram

 

A post shared by Mihir Misra (@mihir458) on

મળતા અહેવાલ પ્રમાણે માનિની પોતાની દીકરી સાથે મુંબઈમાં રહે છે. જો કે મિહિર હાલમાં પોતાના પેરેન્ટ્સ સાથે પુનામાં રહે છે. જો કે માનિનીએ વાતચીત દરમિયાન કહ્યૂ હતું કે તેઓ મિહિર માટે પ્રાથના કરે છે. અમે લગ્નના ૧૬ વર્ષ ઘણા પ્રેમથી વિતાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વાતચીત દરમિયાન એમણે પ્રાયવસી અંગે ધ્યાન રાખવાની મીડિયાને વિનંતી પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.