જાણો મંદિરમાં દર્શન કર્યા પછી પૂજારી ભગવાન ઉપર ચઢેલાં ફૂલ આપે તો શું કરવું જોઇએ…

મંદિર માંથી પ્રાપ્ત હાર- ફૂલ નિર્માલ્ય (દેવને અર્પિત કરવામાં આવેલ વસ્તુ) કહેવાય છે તેનું વિશેષ મહત્વ હોય છે.

-તેને ઘરમાં રાખવા કે પછી તેને વિસર્જિત કરવા તેના વિષે હિંદુ ધર્મ ગ્રંથોમાં ઘણી રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

આપણે જયારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણને મંદિરના પુજારી ભગવાનને અર્પિત કરવામાં આવેલ પુષ્પને પ્રસાદની સાથે આપે છે. જેને આપણે ભગવાનના આશીર્વાદ માનીને ઘરે લઈને જઈએ છીએ પણ જયારે આ પ્રસાદના પુષ્પ મુરઝાઈ જાય છે ત્યારે આપણી ચિંતા વધી જાય છે કે, આપણે તે ફૂલનું શું કરવું જોઈએ.

image source

આવા ફૂલને કેટલાક વ્યક્તિઓ કોઈ અશુભ થવાના ડરથી ફેકી શકતા નથી. ભારતીય હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં ભગવાનને અર્પિત કરવામાં આવેલ ફૂલોને ઘરે લાવ્યા પછી જયારે આ ફૂલ મુરઝાઈ જાય છે ત્યારે આવા ફૂલોનું શું કરવું જોઈએ અને તેને કેવી રીતે રાખવા જોઈએ તેના વિષે હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં કેટલાક સમાધાન આપવામાં આવ્યા છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં જણાવ્યા મુજબ ભગવાનને અર્પિત કરવામાં આવેલ પુષ્પને બે રીતે રાખી શકો છો.

પ્રથમ રીત:

image source

જો આપને મંદિરમાં દર્શન કરવા જાવ છો અને આપને મંદિરના પુજારી ભગવાનને અર્પિત કરવામાં આવેલ પુષ્પ કે પછી હાર આપે છે તો આપે પુજારી દ્વારા આપવામાં આવેલ પુષ્પ અને હારને આપના ઘરમાં રાખવામાં આવેલ તિજોરીની અંદર જ્યાં આપ દાગીના અને પૈસા રાખો છો ત્યાં આપે આ પુષ્પ અને હાર રાખી દેવા જોઈએ. આપે આ ભગવાનને અર્પિત કરવામાં આવેલ પુષ્પને નાની થેલી, કપડામાં કે પછી કાગળમાં બાંધીને તિજોરીમાં મુકવા જોઈએ.

બીજી રીત:

image source

જો આપને કોઈ યાત્રા દરમિયાન આપને મંદિરના પુજારી ભગવાનને અપિત કરવામાં આવેલ પુષ્પ કે પછી હાર આપે છે ત્યારે આવા સમયે આપના માટે સૌથી વધારે મુશ્કેલી આવે છે. કારણ કે, મુસાફરી દરમિયાન પુષ્પને તેના હારને સાચવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે હિંદુ ધાર્મિક શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આપે યાત્રા કરવા દરમિયાન જો આપને આવી રીતે ભગવાનને અર્પિત કરવામાં આવેલ પુષ્પને આપે આપના જમણા હાથમાં રાખીને સુંઘી લેવા અને આપે આ પુષ્પને સુઘ્યા પછી આપની આસપાસ આવેલ ઝાડના મૂળ પાસે મૂકી દેવા જોઈએ કે પછી જો આપની આસપાસ કોઈ નદી કે તળાવ કે પછી સરોવર હોય તો આપે પુષ્પને તેના જળમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.

image source

આપે ભગવાનને અર્પિત પુષ્પને સુંઘ્યા પછી આ પુષ્પમાં રહેલ સકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લેવી. ત્યાર પછી યાત્રા દરમિયાન પણ આપે પુષ્પને પોતાની સાથે રાખવાની આવશ્યકતા રહેશે નહી. આવી રીતે મુસાફરી દરમિયાન આપને મંદિર માંથી પુજારી દ્વારા આપવામાં આવેલ પુષ્પને જાળવી રાખવાની આવશ્યકતા રહેતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ