શું તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં, આ છે ચેક કરવાની સરળ રીત

જ્યારે પણ લગ્નની વાત આવે છે ત્યારે કુંડળીને મહત્વ આપવામાં આવે છે. જો તમે પણ કુંડળીમાં માનો છો તો તમે આ નાના ઉપાયથી જાણી શકો છો કે તમારી કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં. મોટાભાગના લોકો માંગલિક યુવતી કે યુવકને લગ્ન માટે પસંદ કરતા હોતા નથી.

image source

જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને એક ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષમાં તેને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં મંગળ શુભ સ્થિતિમાં હોય છે તો વ્યક્તિ નીડર, સાહસી અને મોટા કામ કરનારો યોદ્ધા હોય છે. મંગળ પ્રધાન વ્યક્તિ સેના અને પોલીસ વિભાગમાં ઉંચું પદ મેળવી શકાય છે. મંગળ પ્રધાન વ્યક્તિમાં સાહસની ખામી હોતી નથી, આ લોકો એડવેન્ચરના શોખીન હોય છે.

અશુભ મંગળના ફળ

image source

જન્મ કુંડળીમાં જ્યારે મંગળ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે ભાઈ બહેનથી વિવાદ થાય છે. લોહીના સંબંધમાં તકલીફ થાય છે. ક્રોધના સમયે વ્યક્તિ સ્વયં પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની વાણી ખરાબ થઈ જાય છે અને હિંસા કરવાનો વિચાર મનમાં આવે છે. મંગળ દોષનું પરિણામ અજાણતાં પણ અશુભ જ મળે છે. આ વ્યક્તિઓ ઝડપથી પ્રગતિ કરી શકતા નથી.

જન્મ કુંડળીમાં આવી રીતે બને છે મંગળ દોષ

image source

મંગળ દોષ હોવાના કારણે વ્યક્તિના વિવાહમાં અડચણો આવે છે. વર અને વધુમાં જો કોઈ પણ એક મંગળ દોષથી પીડિત હોય છે તો દામ્પત્ય જીવનમાં ક્લેશ અને હિંસા ફેલાય છે. જન્મ કુંડળીમાં આ દોષ ત્યારે બને છે જ્યારે કોઈની કુંડળીમાં 1, 4, 7, 9, 12મા સ્થાને મંગળ સ્થિર હોય છે અને તે વ્યક્તિ માંગલિક હોય છે. જન્મ કુંડળીમાં 12 ભાવ હોય છે. લગ્ન ભાવને પ્રથમ ભાવ માનીને મંગળની સ્થિતિને સમજી શકાય છે.

મંગળના ઉપાય કરવાથી મળશે લાભ

image source

મંગળ દોષના પ્રભાવને દૂર કરવા માટે નદીમાં મસૂર દાળ, રક્ત ચંદન, રક્ત પુષ્પ, મિષ્ટાન અને સિક્કા લાલ કપડાંમાં બાંધીને પ્રવાહિત કરવાથી આરામ મળે છે. તુલસીની પૂજા કરવાથી મંગળદોષ ઘટે છે. સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવાથી અને સાથે જ તેમની પૂજા કરવાથી મંગળદોષ શાંત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span