મેંગો કુલ્ફી – આજે મેં મારા બાળકો માટે બનાવી હતી આ યમ્મી ક્રીમી કુલ્ફી તો તમે પણ એકવાર જરૂર બનાવજો

મેંગો કુલ્ફી :-

કેરીની સિઝન પૂરી થઈ રહી છે તો જો હજુ સુધી મેંગો કુલ્ફી ના બનાવી હોય તો આજે જ બનાવી લેજો. સૌ કોઈ આ કુલ્ફી ના દિવાના બની જશે.

ઉનાળાની ગરમીની સિઝનમાં દરેક ને કંઈક ને કંઈક ઠંડું ખાવાનું કે પીવાનું મન થતું જ હોય છે અને એવામાં જો ઠંડી ઠંડી મેંગો કુલ્ફી ઘરે બેઠા જ મળી જાય તો કોને ન ગમે? અને એમાંય બાળકોને તો ખૂબ જ મજા પડી જાય. તેમાંય આજકાલના બાળકો જ નહીં પરંતુ મોટા વડિલોને પણ મોંમાં પાણી આવી જાય. તો ચાલો મિત્રો, આજે હું લઈને આવી છું સરળતાથી બની જાય એવી યૂનિક મેંગો કુલ્ફી ની રેસિપી. અને એમાંય ઘરની જ ચીજવસ્તુઓ માંથી જો સરળતાથી આ કુલ્ફી બની જતી હોય તો આવો ફાયદો ના છોડાય.

આઈહોપ આપસૌને મારી આ હેલ્ધી રેસિપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ મેંગો કુલ્ફી.

સામગ્રી -:

  • 750 મિલી. ફૂલ ફેટ દૂધ
  • 2 ચમચી કસ્ટડૅ પાવડર
  • 3 ચમચી ખાંડ

2 નંગ કેરી ખાંડ આપણા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય.

તૈયારી :- કેરી ને ચોખ્ખા પાણી માં ધોઈને છાલ ઉતારી અને એના કટકા કરીને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી દેવાના છે.

રીત :- સ્ટેપ 1 : એક નોનસ્ટિક કડાઈમાં 750 મિલિ દૂધ નાખીશું અને ગેસ ની ધીમી આંચ પર ઉકળવા મુકીશું.

સ્ટેપ 2 : દૂધ અડધું થઈ જાય તેમજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અને ઉકળવા દેવાનું છે.

સ્ટેપ 3 : દૂધ થોડું ઉકળે એટલે એક વાટકીમાં થોડું દૂધ લેવાનું અને એમાં 2 ચમચી કસ્ટડૅ પાવડર ને સારી રીતે મિક્સ કરીને નોનસ્ટિક પેનમાં જે દૂધ ઉકળે છે એમાં સારી રીતે મિક્સ કરવાનું.

સ્ટેપ 4 : જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ નોનસ્ટિક પેન ની સાઈડ ની બાજુ પર દૂધની મલાઈ ચોંટશે એ આપણે દૂધમાં જ મિક્સ કરતાં જવાનું છે.

સ્ટેપ 5: દૂધ ધટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે.

સ્ટેપ 6 : ગેસ બંધ કરીને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દઈશું.

સ્ટેપ 7: દૂધ ઠંડું થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા મેંગો ને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 8 : હવે આ મિશ્રણને કુલ્ફી ના કંન્ટેઈનર માં 7 થી 8 કલાક જમાવવા માટે ફ્રીઝર માં મૂકીદો.

સ્ટેપ 9 : 7 થી 8 કલાક બાદ કુલ્ફી ના મોલ્ડ ને બહાર કાઢી લઈશું. અને એક મોટા વાસણમાં થોડું પાણી લઈશું અને 2 થી 3 મિનિટ માટે કુલ્ફી ના મોલ્ડ ને આ પાણી માં રાખીશું જેથી કુલ્ફી સહેલાઈથી બહાર નીકળી જાય. સ્ટેપ 10 : હવે આપણી ડેલીશિયસ મેંગો કુલ્ફી થઈ ગઈ છે. તો સવિઁગ પ્લેટ માં સવૅ કરીશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મેંગો કુલ્ફી .

તો આ મેંગો કુલ્ફી ને તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી જશે.

 નોંધ :-

– આ આઈસ્ક્રીમ માં કોઈ પણ આટિઁફિશિયલ ફ્લેવર નો ઉપયોગ કરયો નથી. – કેરી માં જે પ્રમાણેની સ્વીટનેસ હોય એ પ્રમાણે ખાંડ ને વધઘટ કરી શકો છો. – ઉકળેલા દૂધ ને ઠંડું કરવા ફ્રિજમાં મુકવાનું નથી. – આ કુલ્ફી ને કાજુ પિસ્તા થી ગાનિઁશ કરી શકાય છે.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.