સસુરાલ સિમર કા’ ફેમ મનીષ રાયસિંઘ અને સંગીતા ચૌહાણ ફર્યા સાત ફેરા, માસ્ક પહેરીને પૂરી કરી અનેક વિધી, જોઇ લો તસવીરોમાં

હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં ટીવી એક્ટર મનીષ રાયસિંઘન તથા સંગીતા ચૌહાણે ૩૦ જૂનના રોજ મુંબઈના જુહૂ સ્થિતિ ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. મનીષ કુર્તા તથા નહેરુ જેકેટમાં જોવા મળ્યો હતો અને સંગીતા ગુલાબી રંગના સલવાલ સૂટમાં હતાં. બંને મેચિંગ માસ્કમાં હતાં. લગ્નમાં નિકટના મિત્રો તથા પરિવારજનો હાજર રહ્યાં હતાં. મનીષ તથા સંગીતા પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે ગ્રાન્ડ રિસેપ્શન આપશે. એક ઈન્ટરવ્યૂમાં મનીષે લગ્નને લઈ વાત કરી હતી.

image source

તેણે કહ્યું હતું કે તેણે માત્ર એક જ દિવસમાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો. મનીષે કહ્યું હતું કે લૉકડાઉનમાં તે પોતાના ગીતમાં ઘણો જ વ્યસ્ત હતો. એક દિવસ બ્રેકફાસ્ટ દરમિયાન તેણે પોતાના પિતાને કહ્યું કે તે એક દિવસની રજા લેવાનો છે. આના પર તેના પિતાએ કહ્યું કે રજા લઈ જ રહ્યો છે તો લગ્ન પણ કરી લે. પહેલાં તો તેણે આ વાત મજાકમાં લીધી પરંતુ પછી તરત જ તેણે આના પર ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. તેણે તરત જ સંગીતાને ફોન કરીને લગ્ન કરવાની વાત કરી હતી.

મનીષે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી

image source

મનીષ મોડલ તથા એક્ટર ઉપરાંત સારો ફોટોગ્રાફર પણ છે. આ ઉપરાંત તે કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. વર્ષ ૨૦૦૨માં મનીષે મોડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૭માં ‘સપના બાબુલ કા…બિદાઈ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. મનીષે ત્યારબાદ વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું. મધુર ભંડારકરની ફિલ્મ ‘હીરોઈન’માં પણ મનીષે કામ કર્યું હતું.

સીરીયલના જ સેટ પર પ્રેમ પાંગર્યો

image source

મનીષ તથા સંગીતા પહેલી વાર ટીવી સિરિયલ ‘એક શ્રૃંગાર સ્વાભિમાન’ના સેટ પર મળ્યાં હતાં. બંને વચ્ચે પહેલાં મિત્રતા બંધાઈ હતી અને પછી તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતાં. જોકે, આ બંનેએ પોતાના સંબંધો છુપાવીને રાખ્યા હતાં.

પહેલાં સંગીતાએ ના પાડી

image source

તેના તથા સંગીતાના પેરેન્ટ્સે ઝૂમ કોલ પર એકબીજા સાથે વાત કરી હતી. વીડિયો કોલમાં જ લગ્નની તારીખ ફિક્સ કરવામાં આવી હતી. વધુમાં મનીષે કહ્યું હતું કે સંગીતા લગ્નની વાત સાંભળીને પહેલાં નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે પહેલાં તો લગ્નની ના જ પાડી દીધી હતી પરંતુ પછી તે માની ગઈ હતી.

અચાનક જ બધું નક્કી થયું

image source

જ્યારે પરિવારના સભ્યોને જાણ થઈ કે તે લગ્ન કરવાનો છે તો શરૂઆતમાં બધાને નવાઈ લાગી હતી. જોકે, પરિવારના સભ્યોને ખ્યાલ છે કે તે આ જ રીતે અચાનક બધું નક્કી કરી નાખતો હોય છે. મનીષે આગળ વાત કરતાં કહ્યું હતું કે તે તેના કઝિન્સ સાથે ગાઢ સંબંધો ધરાવે છે.

વિડીયોકોલ પર મહેમાનોની હાજરી

image source

આ ફંક્શનમાં નિકટના પરિવારના સભ્યો હાજર રહ્યાં હતાં. 30 જૂન પહેલાં મનીષ તથા સંગીતાની મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. જ્યારે અન્ય સભ્યો તથા ફ્રેન્ડ્સે વીડિયો કોલની મદદથી આ ફંક્શનમાં હાજરી આપી હતી.

રોમાન્ટિક રીતે કર્યું દુલ્હનિયાનું સ્વાગત

image source

કોરોના વાયરસના કારણે ભલે તેમણે પોતાના લગ્નમાં મહેમાનોને ન બોલાવ્યા હોય પરંતુ મનીષે પોતાની દુલ્હનિયાનું એસઆરકે સ્ટાઈલમાં ગ્રાન્ડ વેલકમ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.