મરી ગયેલો આ વ્યક્તિ 5 કલાક પછી થયો જીવતો, અર્થીમાંથી ઉઠીને કહી એવી વાત કે લોકો ગભરાઇ ગયા જોરદાર અને થઇ ગયા એવા હેરાન કે….

જન્મ અને મૃત્યુ કોઈના ધાર્યા અનુસાર થતા નથી. કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા બાદ સ્વર્ગમાં જશે કે નર્કમાં તે પણ કોઈ કહી ન શકે. તેવામાં એક વ્યક્તિ ચર્ચાનો વિષય બન્યો છે. આ ચર્ચાનું કારણ છે કે તે મૃત્યુ પામ્યા બાદ ફરીથી જીવતો થઈ ગયો છે. આ ઘટના અલીગઢમાં બની હતી પરંતુ તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

image source

યમદૂત પણ જાણે ભુલ કરી બેઠા હોય તેમ એક વ્યક્તિનો જીવ લઈ તો લીધો. તેના મૃત્યુ બાદ પરિવારે તેની અંતિમ વિદાયની તૈયારી પણ કરી લીધી. પરંતુ તેના અંતિમ સંસ્કાર થાય તે પહેલા જે તે જીવતો થયો.

image source

જાણવા મળ્યાનુસાર અલીગઢના કિરથલ ગામમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમ સામાન્ય માણસના મૃત્યુ બાદ હોય તેવો જ માહોલ આ વ્યક્તિના ઘરમાં સર્જાયો, શોકમગ્ન પરિવારજનોએ તેની અંતિમ યાત્રાની તૈયારી કરી અને તૈયારી કર્યા બાદ તેના દેહને અર્થી પર રાખ્યો. પરંતુ તે જ સમયે અચાનક તે વ્યક્તિ જીવતો થઈ ગયો. આ જોઈ અંતિમયાત્રામાં આવેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

image source

53 વર્ષીય આ વ્યક્તિ વિશે પરિવારનું કહેવું હતું કે તે સ્વસ્થ જ હતા અને અચાનક તેમનું અવસાન થયું. તેના મોત બાદ અંદાજે 5 કલાક પછી તેના શરીરમાં ફરીથી પ્રાણ ફુંકાયો. અંતિમ યાત્રા શરુ થાય તે પહેલા તેના શરીરમાં લોકોએ હલચલ જોઈ અને તે જીવતો થઈ ગયો.

image source

જ્યારે તેમને લોકોએ પુછ્યું કે આ 5 કલાક દરમિયાન તેણે શું અનુભવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તેને વધારે કંઈ યાદ નથી. પરંતુ તેને લાગ્યું કે તે એક મીટીંગનો ભાગ હતો. જેમાં કેટલાક દાઢીવાળા મહાત્માઓ હતા. એક મહાત્માએ કહ્યું કે, “ આને સાથી લઈ લ્યો, ત્યારે બીજાએ મોટા અવાજે કહ્યું કે વહેલા કેમ આવી ગયા, હજી તો તમને લાવવામાં વાર છે. ત્યારપછી મને પાછો મોકલી દેવામાં આવ્યો. “

image source

તેણે એવું પણ કહ્યું કે યમદૂતે ભુલ કરી અને તેને લઈ ગયા હતી. પછી કોઈએ તેને ધક્કો માર્યો એવો અનુભવ થયો અને ત્યારબાદ તેની આંખ ખુલી તો પરિવારના લોકો તેને અર્થી પર સુવાડી પાસે બેઠા હતા.

જો કે આ ઘટના ચર્ચામાં આવતાં ડોક્ટરોએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આવી ઘટના માત્ર સંજોગ હોય છે. વિજ્ઞાન આવા ચમત્કારને માન્યતા આપતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.