ઘરડી ઘોડીને લાલ લગામ તે આનું નામ, 78 વર્ષનો વરરાજો અને 17 વર્ષની દુલ્હન પછી શરૂ થઈ ફિલ્મી કહાની

ઘણા દંપતિઓને જોઈને આપણે બોલી ઉઠતા હોઈએ છીએ કે આ તો કજોડુ છે. મતલબ કે કોઈ બે માથી એક પાત્ર મીસેમચ હોય. ઘણી વાર પુરૂષની ઉમર વધારે હોય અને કા તો પુરૂષ કરતા સ્ત્રીની ઉમર વધારે હોય ઘણીવાર બન્નેની ઉચાઈમાં પણ તફાવત જોવા મળે છે, આવી જ એક ઘટના સામે આવી છે ઈન્ડોનેશિયમાં. અહીં, 78 વર્ષના આબહ સરનાના લગ્ન 17 વર્ષની નોની નવીતા સાથે થયા છે. જો કે, આ લગ્ન એક મહિના પહેલા કરવામાં આવ્યા હતા અને હવે લગ્નના 22 દિવસ બાદ વરરાજાએ યુવતીથી અલગ થવાનું નક્કી કર્યું છે.

વૃદ્ધે છૂટાછેડા માટે અરજી

image source

હવે વાત એવી છે કે કારણ સાંભળીને તમારા બધાને આંચકો લાગશે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી મુજબ વૃદ્ધે ગયા અઠવાડિયે જ છૂટાછેડા માટે અરજી કરી છે. અગાઉ, વયના અંતરને કારણે, આ દંપતીને ઘણા લોકોએ ટ્રોલ કર્યું હતું અને ઘણા લોકોએ તેમની વચ્ચે પ્રેમની વાત કહી હતી. ઘણા લોકો તો કહેવા ગયા કે પ્રેમ અંધળો હોય છે. વિવિધ પ્રકારની પરિસ્થિતિનો સામનો આ કપલને હાલમાં કરવો પડી રહ્યો છે.

આબાહએ નોનીથી અલગ થવાનું નક્કી કર્યું

image source

જ્યારે આવી સ્થિતિમાં આબાહએ નોનીથી અલગ થવાનું નક્કી કર્યું છે, ત્યારે છોકરીના પરિવારજનોને આઘાત લાગ્યો છે. આ કિસ્સામાં, દુલ્હનની બહેન ઇયને મીડિયાને કહ્યું, આ સાંભળીને મને આશ્ચર્ય થયું. કારણ કે બંને વચ્ચે બધુ બરાબર લાગતું હતું. પરંતુ આ અચાનક લીધેલા નિર્ણયથી તેઓ ચોંકી ગયા છે.તેમણે આગળ જણાવ્યું કે અમારા કુટુંબને અબહ સાથે કોઈ સમસ્યા નથી. જો કે, અબાહના પરિવાર વતી લગ્નમાં ચોક્કસપણે સમસ્યા હતી. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે વૃદ્ધે દુલ્હન પર આરોપ લગાવ્યો હતો કે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી. બીજી બાજુ, જ્યારે નોનીની બહેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આ આરોપને નકારી દીધો છે. આ કિસ્સામાં, દહેજ વિશે પણ વાત કરવામાં આવે છે, જોકે હજી સુધી કંઇ સ્પષ્ટ થઈ શક્યું નથી.

70 વર્ષના વૃદ્ધે 25 વર્ષની છોકરી સાથે કર્યા હતા લગ્ન

image source

આ આખી ઘટના છે રાજોરી જીલ્લાના સુંદરબની ગામની. અહીં એક ૭૦ વર્ષના ભૂતપૂર્વ સૈનિકે ફરી લગ્ન કરવાનું સપનું જોયું. મોહર સિંહે ૧ દિવસ પહેલા જ રિયાસી જીલ્લાના એક ગામની ૨૫ વર્ષની વિધવા મહિલા સાથે લગ્ન કર્યા હતા. મોહરની ઉંમર હાલમાં ૭૦ વર્ષ થઇ ગઈ હતી અને તેને બે દીકરી છે અને એક દીકરો છે. જેમના લગ્ન તેમણે પહેલાથી જ કરાવી દીધા છે. ૬ વર્ષ પહેલા જ મોહર સિંહની પત્નીનું અવસાન થઇ ગયું હતુ. ત્યારબાદ તેમને એકલતાનો અનુભવ થવા લાગ્યો.

મોહર સિંહે ફરી વખત લગ્ન કરવાનો નિર્ણય કર્યો

image source

પોતાની પત્નીના નિધન પછી એકલતાને કારણે મોહર સિંહે ફરી વખત લગ્ન કરવાનો નિર્ણય કર્યો, અને સલાલ ગામની રહેવાસી પુષ્પા દેવીને પોતાની પત્ની બનાવવા માટે નક્કી પણ કરી લીધું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પુષ્પા દેવીના પતિનું મૃત્યુ ૨ વર્ષ પહેલા જ થઇ ગયું હતું. તેનાથી પુષ્પાને ૨ વર્ષનો દીકરો પણ છે. થોડા દિવસો પહલે બન્ને એ જોગીવાલા ગામમાં મોટા ભોજન સમારંભનું આયોજન કર્યુ હતું. એમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. તેની વચ્ચે સાસરિયા પક્ષના લોકોમાં કાંઈક એવું બોલવાનું થયું કે કિસ્સો પોલીસ સ્ટેશન સુધી જઈ પહોચ્યો. અને બીજી તરફ આ ઘરડા સાથે યુવાન મહિલાના લગ્નને લઈને ચર્ચાઓ થઇ રહી છે, અને તેના લગ્નનો વિડીયો પણ સોસીયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

મોહર સિંહ અને પુષ્પાના લગ્નથી બન્ને ગામ દુ:ખી હતા

image source

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ૭૦ વર્ષના વૃદ્ધ વરરાજાનો આરોપ છે, કે તેના સાસુ-સસરા પોતાની દીકરીને ફોસલાવીને તેના ઘરેણા અને મિલકત પચાવી પાડવા માંગે છે. અને એક જ રાતમાં વિરોધ કરવાથી તેની ઉપર મારપીટ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મોહન સિંહે કોર્ટનો આશરો લીધો. કોર્ટે બન્નેને છૂટાછેડા લેવાની સલાહ આપી છે. હાલ કોર્ટ દ્વારા આ કિસ્સો શાંત કરાવી દેવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ મોહર સિંહ અને પુષ્પાના લગ્નથી બન્ને ગામ દુ:ખી હતા. કોઈએ વિચાર્યુ ન હતું કે પુષ્પા એક ઘરડા સાથે ઘર વસાવવા માટે રાજી થશે. તેમની વિચિત્ર જોડીના ફોટાની સોસીયલ મીડિયા ઉપર ઘણી મજાક ઉડાવવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.