કોરોનામાં પણ લગ્નની મોજ લેવાનું કોઈ ભારતીયો પાસેથી શીખે, કન્યાની પીઠીનો આ વીડિયો જોઈ પેટ પકડીને હસશો
કોરોના વાયરસના કેસોમાં વધારો થવાનું ચાલુ જ છે. જો કે, આ રોગચાળોમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે તે લોકો ઘરોની બહાર નીકળી શકે છે અને રોજિંદા કામ શરૂ કરી દીધા છે. આવી જ એક વાત છે લગ્ન. દેશમાં સંપૂર્ણ લોકડાઉન થઈ રહ્યું હતું ત્યારે પણ લગ્ન થઈ રહ્યા હતા. પરંતુ હવે, લગ્નમાં કોરોના વાયરસના ચેપ ફેલાવાને રોકવા માટે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ મામલે સંબંધિત એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વીડિયો હલ્દી સેરેમની એટલે કે પીઠીનો છે જેને જોઈને તમે પેટ પકડીને હસશો.
આ રમૂજી વીડિયો 26 સપ્ટેમ્બરના રોજ ટ્વિટર યુઝર @ payalbhayana દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “સામાજિક અંતર રાખીને હલ્દી સેરેમની. લોકોનએ અંતર રાખીને હળદર લગાવવાનો ખૂબ શોખ છે. આથી જ લેખ લખાય ત્યાં સુધી વીડિયોને 59 હજારથી વધુ વ્યૂ અને લગભગ 3 હજાર લાઈક્સ મળી ચુકી છે.
Social distancing Haldi ceremony. 🤣🤣 pic.twitter.com/OPa7zA6hid
— payal bhayana 🇮🇳 (@payalbhayana) September 26, 2020
વીડિયોમાં જોઈ શકાય છે કે સંબંધીઓ છોકરીને હળદર લગાવવા માટે પેઇન્ટ રોલર બ્રશનો ઉપયોગ કરે છે. હકીકતમાં, હળદરને એક વાસણમાં પાણી સાથે મિશ્ર કરીને રાખી દેવામાં આવ્યું છે અને બ્રશને એક ડંડા સાથે બાંધીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાંના લોકો પણ આ સીન જોઈને ખડખડાટ હસી રહ્યા છે.
આવી સ્થિતિમાં, જે પણ છોકરીને હળદર લગાવવા આવે છે તે પેઇન્ટ બ્રશ ઉપાડીને તેને હળદરના દ્રાવણમાં નાંખી દે છે અને પછી તે છોકરીને હળદર લગાવે છે. જો આ મજાક છે પણ આ વિચાર લોકોને ખોટો તો નથી જ લાગ્યો અને હાલમાં વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
What a great invention 😂😂
— Vivek Agnihotri Fan🇮🇳 (@VRAFaan) September 26, 2020
સરકારની અનલોક-4ની ગાઇડલાઇન મુજબ સાતમી તારીખથી દેશભરમાં જ્યાં પણ મેટ્રો ટ્રેન સેવા છે તેને શરૂ કરવામાં આવશે. આ સાથે જ સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટ્સ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનીતિક અને અન્ય કેટલાક કાર્યક્રમોને 21મી સપ્ટેમ્બરથી છુટ આપવામાં આવશે પણ તેની શરત એ રહેશે કે આવા કાર્યક્રમોમાં 100થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.
शादी में हल्दी जैसी प्रथा को social distancing के नाम पे मज़ाक बना दिया।
कमाल का sense of humor है आपका।— अभिषेक श्रीवास्तव (@Abhishek_7386) September 27, 2020
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું, જેને ખોલવા માટે હવે અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ધીરે ધીરે લોકડાઉન ખુલી રહ્યું છે. અગાઉ એકથી ત્રણ તબક્કામાં લોકડાઉન ખોલવામાં આવ્યું હતું, હવે ચોથા તબક્કાની જાહેરાત કરી છે જેને અનલોક-4 નામ આપવામાં આવ્યું હતું ત્યારે હવે અનલોક-5 આવવાની તૈયારી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span