ભારતના આ સૌથી મોંઘા લગ્નો વિષે તમે જાણો છો? જેમાં પૈસા ખર્ચ્યા છે પાણીની જેમ

મોટા ભાગના બધા જ ધર્મોમાં લગ્ન સંસ્થા પર લોકોનો ભરોસો ખૂબ રહેલો છે. અને તેના કારણે જ સામાજીક વ્યવસ્થા જળવાઈ રહે છે. બાળકો પોતાનું 25-30 વર્ષ સુધીનું જીવન પોતાના માતાપિતા સાથે પસાર કરે છે અને ત્યાર બાદ માતાપિતા તેમના માટે સારો લાઇફ પાર્ટનર શોધીને તેમના લગ્ન કરાવી દે છે જેથી કરીને તેમનું જીવન એકલવાયુ ન રહે અને તેમને દુઃખ અને સુઃખનો સાથી મળી રહે. આ ચક્ર આમ ચાલતુ જ રહે છે. અને પોતાના બાળકોના લગ્ન પાછળ માતાપિતા પોતાના જીવનની આખીને આખી બચત ખર્ચી નાખતા પણ જરા પણ ખચકાતા નથી. લોકો લાખો કરોડો રૂપિયા લગ્નમાં ખર્ચી નાખે છે. ભારતનું એક સામાન્ય કુટુંબ પણ લગ્ન પાછળ 3-4 લાખ ખર્ચી નાખે છે. તો પછી આર્થિક રીતે સદ્ધર લોકો તો લગ્ન પાછળ કોઈ જ કસર બાકી નથી રાખતા.

આજે અમે તમારી સમક્ષ ભારતના સૌથી મોંઘા લગ્નો વિષેની જાણકારી લાવ્યા છે. આ લગ્નોમાં ધૂમ પૈસો વાપરવામાં આવ્યો છે.

શિલ્પા શેટ્ટી – રાજ કુન્દ્રાના લગ્ન

image source

શિલ્પા અને રાજના લગ્ન 2009માં થયા હતા. રાજ કુન્દ્રા એક મોટો ઉદ્યોગપતિ છે જ્યારે શિલ્પા એ દેશની જાણીતી અભિનેત્રી છે. તમને જણાવી દઈએ કે 2004ના વર્ષમાં રાજ કુંદ્રાની ગણતરી બ્રિટેનના 198 સૌથી ધનિક લોકોમાં થયો હતો. રાજ કુન્દ્રા લંડનના ભારતીય મૂળના મુખ્ય ઉદ્યોગપતિઓમાંનો એક છે. શિલ્પા શેટ્ટી સાથે રાજના બીજા લગ્ન છે. જે હાલ સફળ રીતે ચાલી રહ્યા છે. આ લગ્નમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં શિલ્પાએ લાખો રૂપિયાના હીરાના તેમજ કીમતી રત્નોના આભૂષણો પહેર્યા હતા. શિલ્પાની સગાઈની વીંટીની વાત કરીએ તો તેની જ કીંમત 5 કરોડ રૂપિયા હતી. એક માહિતી પ્રમાણે શિલ્પા અને રાજના લગ્નમાં લગભગ 50 કરોડ રૂપિયાનો અધધ ખર્ચો કરવામાં આવ્યો હતો.

જીવીકે ગૃપના માલિક ક્રિષ્ના રેડ્ડીની પૌત્રીના લગ્ન

image soucre

દેશની જાણીતી કંપની જીવીકે ગૃપના માલિક ક્રિષ્ના રેડ્ડીની પૌત્રી મલ્લિકા રેડ્ડીના લગ્ન સિદ્ધાર્થ રેડ્ડી સાથે 2001માં કરવમાં આવ્યા હતા. દુલ્હો સિદ્ધાર્થ રેડ્ડી ઇન્દુ ગૃપના માલિક ઇંદુરી શ્યામ પ્રસાદ રેડ્ડીનો પુત્ર છે. આ લગ્નમાં 5000 મહેમાનોને આમંત્રણ આપવામા આવ્યુ હતું. જેમાં મોટા મોટા નામોનો સમાવેશ થાય છે. તેમના મહેમાનોમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ તેમજ પોલીટીશિયનોનો સમાવેશ થયો હતો. આ ભવ્ય લગ્નનું આયોજન હૈદરાબાદમાં કરવામા આવ્યું હતું. આ લગ્નનો ખર્ચ આશરે 100 કરોડ રૂપિયા થયો હતો

સંજય હીન્દુજા અનુ મહતાનીના લગ્ન

image soucre

સંજય હીન્દુજા યુકે સ્થિત એક અબજોપતિ બિઝનેસમેન છે તેમના લગ્ન ભારતની જાણીતી ડીઝાઈનર અનુ મહતાની સાથે 2015માં થયા હતા. આ એક સીતારાઓથી ભારોભાર લગ્ન હતા. આ લગ્નનું આયોજન ઉદયપૂરમાં કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં વસ્ત્રો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા હતા અને મહેમાનોનું મનોરંજન વિશ્વવિખ્યાત પોપ સિંગર જેનિફર લોપેઝ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં 147 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

રનવીર સીંઘ અને દિપીકા પદુકોણે

image source

આ યાદી રનવીર અને દીપિકાના લગ્ન વગર અધુરી કહેવાશે. તેમના લગ્ન હોલીવૂડના વાહલા વેડિંગ ડેસ્ટિનેશન ઇટાલીના, લેક કોમો ખાતે થયા હતા. ત્યાર બાદ તેમણે મુંબઈ અને બેંગલુરુ બન્ને જગ્યાએ ત્રણ રિસેપ્શન પણ આયોજીત કર્યા હતા. આ કપલે પરંપરાગત કોંકણી અને સિંધી લગ્નવીધીથી લગ્ન કર્યા હતા. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ કપલે કસ્ટમ મેડ ગોલ્ડ એમ્બ્રોઇડરીવાળા ડીઝાઈનર ચપ્પલ પહેર્યા હતા. તેમના લગ્ન 2018માં થયા હતા અને તેમના લગ્નમાં લગભગ 77 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા

image source

ભારતીય ક્રીકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા. અને જ્યારે તેમના લગ્નની પહેલી તસ્વીર સોશિયલ મિડિયા પર તેમના દ્વારા શેર કરવામાં આવી ત્યચારે ભારતીયોને એક સુખદ આંચકો લાગ્યો હતો. આ પાવર કપલ સબ્યસાચી દ્વરા ડીઝાઈન કરવામાં આવેલા વેડિંગ ક્લોથ્સમાં જોવા મળ્યુ હતું. અને તેમના લગ્ન ઇટાલીના ટસ્કનીની બીજા નંબરની સૌથી મોંઘી રિઝોર્ટમાં કરવામાં આવ્યા હતા. તેમના લગ્નમાં લગભગ 100 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. તેમના લગ્ન 2017માં થયા હતા.

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી

image source

એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મેહતા કે જેણી ડાયમન્ડ ટાઇકુન રસેલ અને મોના મેહતાની દીકરી છે તેની સાથે કરવામાં આવ્યા હતા. તેમની પ્રી વેડિંગ સેરેમનીઝ સ્વિત્ઝરલેન્ડમાં રાખવામાં આવી હતી જ્યારે તેમના ભવ્યાતિભવ્ય લગ્ન મુંબઈ ખાતે રાખવામાં આવ્યા હતા. જેમા શાહરુખ ખાન, કરન જોહર, રનબીર કપૂર અને અન્ય દિગ્ગજ બોલીવૂડ સ્ટાર્સ જાનૈયાઓ બન્યા હતા અને ખૂબ ઠુમકા લગાવ્યા હતા. આ સિવાય ઇન્ટરનેટશનલ કલાકારો જેમ કે ચેઇનસ્મોકર્સ અને કોલ્ડ પ્લેએ લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતું. નીતા અંબાણીએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે તેમની વહુનું સ્વાગત ખૂબ બધા પ્રેમ અને હીરાઓ સાથે થાય. તેણીએ શ્લોકાને એક સુંદર ડાયમન્ડ નેકલેસ ભેટ આપ્યો હતો જેની કીંમત લગભગ 300 કરોડ આંકવામાં આવે છે. જો કે હજુ પણ તેમના લગ્નના ખર્ચનો અંદાજો કોઈ નથી લગાવી શક્યું. પણ તમે અંદાજો લગાવી શકો છો.

લલીત તન્વર અને યોગીતા જૌનપુરિયાના લગ્ન

કોંગ્રેસ નેતા કંવર સિંઘ ના દીકરા લલીત સાથે સ્વતંત્ર MLA સુખબીરસિંઘ જૌનપુરીયાની 26 વર્ષિય દીકરી યોગીતા સાથે કરવામાં આવ્યા હતા. વરરાજાએ તિલક શગુન માટે ચોપરમાં એન્ટ્રી મારી હતી. આ લગ્નમાં બોલીવૂડની હસ્તીઓએ પણ હાજરી આપી હતી આ લગ્નમાં 250 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ લગ્ન 2011માં યોજવામાં આવ્યા હતા.

બ્રહ્માણી અને રાજીવ રેડ્ડીના લગ્ન

image soucre

કર્ણાટકના માઇનીંગ બેરોન જનાર્ધન રેડ્ડીની દીકરી બ્રહ્માણીના લગ્ન પી રાજીવ રેડ્ડી કે જે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતીના દીકરા છે તેની સાથે બેંગલોર ખાતે કરવામા આવ્યા હતા. તેમના લગ્નની ઉજવણી પાંચ દિવસ સુધી ચાલી હતી. તેમાં લગભગ 50000 જેટલા લોકોએ હાજરી આપી હતી. તમને કદાચ ખબર નહીં હોય પણ બ્રહ્માણીની લગ્નની સાડી જ માત્ર 17 કરોડની હતી. તેણીના લગ્નમાં 500 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. આ લગ્ન 2016માં થયા હતા.

સહારા ઇન્ડિયા ગૃપના માલિક સુબ્રતો રૉયના બે દિકરાઓના લગ્ન

image source

સહારા ઇન્ડિયા ગૃપના માલિક સુબ્રતો રૉયની ગણતરી દેશના ધનાડ્ય લોકોમાં થાય છે. તેમને બે દિકરા છે સુશાંતો રૉય અને સિમેન્ડો રૉય. આ બન્નેના લગ્ન એક સાથે જ કરવામા આવ્યા હતા. તેમના ભવ્ય લગ્નનું આયોજન લખનૌ ખાતે કરવામા આવ્યુ હતું. સુબ્રતો સન્સના લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નમાંના એક ગણવામાં આવે છે. સુબ્રતો રૉયના દીકરાઓના લગ્ન 2004ના વર્ષમાં કરવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે અને એક ઝાટકો પણ લાગશે કે આ લગ્નમાં 552 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્નમાં 110 પ્રકારના ક્યુઝીન્સ પીરસવામાં આવ્યા હતા તો મહેમાનો માટે પ્રાઇવેટ જેટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સોનામાં સુગંધ એ હતી કે લગ્નના દિવસે 101 ગરીબ કન્યાઓના પણ લગ્ન કરાવવામાં આવ્યા હતા 150000 ભીખારીઓને આ દિવસે જમાડવામાં પણ આવ્યા હતા.

ઇશા અંબાણી અને આનંદ પિરામલ

image soucre

મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન બિઝનેસમેન છે અને હવે તો તેઓ દુનિયાના પાંચમાં સૌથી ધનવાન બિઝનેસમેન બની ગયા છે. તેમની દીકરી ઇશા અંબાણીના લગ્ન પિરામલ કંપનીના આનંદ પિરામલ સાથે કરવામાં આવ્યા છે. તેમના લગ્ન કોઈ ફેરીટેલ કરતા જરા પણ ઓછા નહોતા. તેમની એંગેજમેન્ટ ઇટાલીમાં આવેલ લેક કોમો ખાતે કરવામાં આવી હતી. તેમના પ્રિ વેડિંગ ફંક્શન્સ ઉદયપુરના મહેલમાં કરવામાં આવ્યા હતા. અને સુંદર ભવ્ય લગ્નનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. તેમના લગ્નમાં બોલીવૂડની દિગ્ગજ હસ્તીઓ શામેલ હતી તો દેશી વિદેશી રાજકારણીઓની પણ હાજરી હતી. અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હલેરી ક્લીન્ટન અને બિઝનેસ ટાઇકુન હેન્રી ટ્રેવિસે પણ હાજરી આપી હતી. આ લગ્નમાં 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 730 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.