પ્રેમલગ્ન માટે તમારા માતા પિતાને આવી રીતે મનાવો…

મોટાભાગના યંગસ્ટર્સ લવ મેરેજ કરવાનુ પસંદ કરતા હોય છે. કોલેજ તેમજ ઓફિસમાં સાથે કામ કરતી વખતે છોકરાઓ તેમજ છોકરીઓ એકબીજાના પ્રેમમાં પડે છે અને થોડા સમય પછી તેઓ લગ્ન કરવાનો નિર્ણય લેતા હોય છે. પરંતુ લવ મેરેજ માટે પેરેન્ટ્સ જલદી રાજી થતા હોતા નથી. દરેક પેરેન્ટ્સ તેમના સંતાનોને એરેન્જ મેરેજ કરવા માટે પ્રેશર કરતા હોય છે. બહુ ઓછા પેરેન્ટ્સ લવ મેરેજ પર વિશ્વાસ કરતા હોય છે.

image source

જો કે ઘણા પેરેન્ટ્સને તો લવ મેરેજ માટે ખૂબ જ મનાવવા પડતા હોય છે. જો તમે પણ લવ મેરેજ કરવાનુ વિચારી રહ્યા છો અને તમારા પેરેન્ટ્સ આ વાત માનવામાં માટે તૈયાર નથી તો તમે આજથી આ ટિપ્સ ફોલો કરીને તમે તમારા પેરેન્ટ્સને ખૂબ જ સરળતાથી મનાવી શકો છો અને સાથે-સાથે તેમનો વિશ્વાસ પણ જીતી શકો છો.

નજીકની વ્યક્તિ સાથે વાત કરો

image source

જો તમારે લવ મેરેજ કરવા છે અને તમારા પેરેન્ટ્સ માનતા નથી તો સૌ પ્રથમ તમે તમારી કોઇ નજીકની વ્યક્તિ સાથે આ વાત શેર કરો. લવ મેરેજની સૌથી પહેલા વાત તમારા પેરેન્ટ્સને કરશો નહિં, કારણકે જો તમે ડાયરેક્ટ જ તમારા પેરેન્ટ્સને વાત કરો છો તો તેનાથી તમારા પેરેન્ટ્સ ગુસ્સે થઇ જાય છે અને પછી ગુસ્સામાં બીજુ પગલુ ભરી લે છે. આમ તમારા માટે સૌથી બેસ્ટ એ રહેશે કે તમે તમારા લવ મેરેજની વાત તમારી નજીકની વ્યક્તિને કરો અને પછી તે તમારા પેરેન્ટ્સને વાત કરશે.

ઇશારો કરો

image source

જો તમે લવ મેરેજ કરવાનુ ફાઇનલ ડિસિઝન લઇ લો છો તો પેરેન્ટ્સને જણાવ્યા પહેલા તેમને કેટલાક ઇશારાથી સમજાવો. તમે પેરેન્ટ્સની સામે કેટલાક એવા ઇશારા કરો જેનાથી તે જાતે જ સમજી જાય અને તમને આગળ જતા કોઇ તકલીફ પણ ના પડે.

ધીરજ રાખો

image source

લવ મેરેજની વાત જ્યારે તમે તમારા પેરેન્ટ્સને કરો છો ત્યારે તેમનો આખો મુડ જ ખરાબ થઇ જાય છે. આમ, આ મુડ ખરાબ થવાને કારણે તેઓ ગુસ્સે થઇ જાય છે તેમજ તમારા પર લાગણી ઓછી થવા લાગે છે. આ માટે તમે જ્યારે લવ મેરેજની વાત કરો ત્યારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે ધીરજ નથી રાખતા અને ઉતાવળુ પગલુ ભરી લો છો તો તમારે પસ્તાવાનો વારો આવે છે. આ માટે જરૂરી છે કે તમે જ્યારે તમારા પેરેન્ટ્સને આ વિશે વાત કરો છો ત્યારે ધીરજ રાખીને આગળ કેવી રીતે વધવુ તે વિશે વિચારો.

પેરેન્ટ્સની ભાવનાઓને સમજો

image source

દરેક પેરેન્ટ્સ પોતાના સંતાનો માટે સારુ જ વિચારતા હોય છે. પેરેન્ટ્સ પોતાના સંતાનો માટે પોઝિટિવ તેમજ બહુ જ સમજી વિચારીને નિર્ણય લેવાનુ પસંદ કરતા હોય છે. આ માટે તમે એવુ કોઇ પણ કામ ના કરો તેમજ એવુ કોઇ પણ પગલુ ના ભરો જેને કારણે પેરેન્ટ્સની લાગણી દુભાય અને તેમને દુખ થાય. આ માટે જરૂરી છે કે, જો તમે લવ મેરેજ કરવાનો નિર્ણય લઇ લો છો તો ધીરજ રાખીને તમારા પેરેન્ટ્સને સમજાવો અને તેમને મનાવવાની કોશિશ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.