મીન રાશિમાં 6 મહિના મંગળ રહેવાથી દેશ-દુનિયા પર શું પડશે પ્રભાવ જાણો તમે પણ
મીન રાશિમાં 6 મહિના રહેશે મંગળ – જાણો તેનાથી દેશ તેમજ દુનિયા પર શું થશે અસર
પુરણોમાં મંગળને ભૂમિ-પૂત્ર કહેવામાં આવ્યો છે. માટે જ તેનું એક બીજુ નામ ભૌમ પણ છે. તેમની શક્તિ અને પ્રભાવના કારણે તેમને ગ્રહોમાં સેનાપતિનું સ્થાન આપવામા આવ્યું છે. આ સામાન્ય રીતે એક રાશિમાં 45 દિવસ સુધી ગોચર કરે છે. પણ દર અઢી વર્ષની અવધિ બાદ તે વક્રી થઈને કોઈ એક રાશિમાં 5થી છ મહિના સુધી સ્થિર રહે છે. આવી સ્થિતિમાં જો બીજા બે મોટા ગ્રહ શનિ અને ગુરુ પણ જો સાથે હોય અથવા વક્રી ગતિથી ઉલટા ચાલી રહ્યા હોય તો પૃથ્વી પર ભૂકંપ, મહામારી અને અસામાન્ય વરસાદ તેમજ જાન-માલનું નુકસાન પણ થતું હોય છે. આવું મેદિની જ્યોતિષના ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે.

મંગળ ગ્રહનો મીન રાશિમા આવવાનો આ અર્થ થાય છે

સંયોગની વાત એ છે કે આ વર્ષે મંગળ જળ તત્ત્વની રાશીમાં 18 જૂનના રોજ પ્રવેશ કરી ચૂક્યો છે તેમજ મીન રાશિમાં જ વક્રી થઈને અહીં 23 ડિસેમ્બર સુધી રહેશે. મીન એક જળ તત્ત્વની રાશી છે તો અહીં રહીને મંગળ સારો વરસાદ લાવશે અને ખેડૂતો તેમજ કૃષિ સંબંધીત કાર્યોમાં મદદરૂપ રહેશે. 18 જૂનથી મીન રાશિમાં મંગળ પ્રવેશ કરશે અને તેની સાથે જ ભારતમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનમાં ઝડપ આવશે. ખાસ કરીને ભારતની પૂર્વમાં આવેલા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં 18 જૂન બાદ સારો વરસાદ થશે.
સર્જાઈ શકે છે કૂદરતી આફત અને થઈ શકે છે જાન-માલને નુકસાન

મીન રાશિમાં મંગળ પર મકર રાશિમાં ગોચર કરી રહેલા શનિની ત્રીજી દ્રષ્ટિ રહેશે જેને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. તેના પ્રભાવથી ભૂકંપ અને પૂરથી 18 જૂનથી 17 ઓગસ્ટ વચ્ચે જાન-માલનું નુકસાનનો યોગ બની રહ્યો છે, આ દરમિયાન વિસ્ફોટક ઘટનાઓ પણ થઈ શકે છે. 17 ઓગસ્ટથી 4 ઓક્ટોબર દરમિયાન કેટલોક સમય મંગળ મીન રાશિ છોડીને મેષ રાશીમાં ગોચર કરશે. આ સમય દરમિયાન કોરોનાની મહામારી અને અન્ય કૂદરતી આપત્તીઓથી કેટલીક રાહત મળશે. પણ વર્તમાન સમયમાં 18 જૂનથી 17 ઓગસ્ટ સુધી મંગળ જળ-તત્ત્વની રાશિ મીનમાં થઈને શનિની દ્રષ્ટિથી પિડિત હોવાના કારણે ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અને પૂરનું જોખમ રહેશે.
મંગળ ગ્રહના મીન રાશિમાં પ્રવેશવાથી જોવા મળશે આ પરિણામ

5મી જૂલાઈની પૂનમ અને 20મી જૂલાઈની અમાસ આસપાસ ભારે વરસાદથી દિલ્લી-એનસીઆર, પંજાબ, હિમાચલ પ્રદેશ, મુંબઈ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જન-જીવન અસ્તવ્યસ્ત બની શકે છે. 3જી ઓગસ્ટની પૂનમની આસપાસ પણ ભારે વરસાદ થઈ શકે છે જેની મધ્ય અને પશ્ચિમ ભારત પર અસર રહેશે. જુલાઈ અને ઓગસ્ટમાં સામાન્યથી વધારે વરસાદ પડવાથી ધાન્યની વાવણી સારી રીતે થશે તેમજ પશુ પાલકો માટે ચારો પણ પુરતા પ્રમાણમાં મળી રહેશે. મીન રાશિ મત્સ પાલન સાથે સંબંધિત છે તેવામાં આ ક્ષેત્રમાં આગળના છ મહિનામાં તેજી આવી શકે છે.
આર્થિક મંદીનો કરવો પડશે સામનો – આ વસ્તુઓમાં જોવા મળશે ભાવ વધારો

મંગળ ગ્રહને ભૂમિકારક તેમજ ભૂમિ પુત્ર કહેવામા આવે છે. આ કારણથી મીન રાશિના મંગળ પર શનિની દ્રષ્ટિ વક્ર હોવાથી મકાન માલિકો અને ભાડુઆત વચ્ચે આવતા છ મહિનામાં ઝડપથી વિવાદ વધી શકે છે અને જમીન તેમજ અન્ય સંપત્તિઓની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. અર્થવ્યવસ્થામાં મંદી આવવાથી શેરબજારમાં પણ 18 જૂનુના રોજ મીનમાં મંગળનું ગોચર થવાથી ભારે પડતી આવી શકે છે. સૂર્યના રાહુથી પિડિત હોવાથી સોના તેમજ અનાજની કીંમતમાં આવતા 30 દિવસમાં વધારો થઈ શકે છે.
મંગળની ખરાબ અસર અહીં થઈ શકે છે

મિથુન રાશિમા સૂર્યના રાહુથી પિડિત હોવાથી પશ્ચિમ બંગાલ અને બાંગ્લાદેશમાં અસામાન્ય વરસાદથી જુલાઈ અને ઓગસ્ટમાં પ્રજાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં 21 જૂનથી 17 ઓગસ્ટ વચ્ચે ભૂકંપનું જોખમ રહેશે તેમજ આ સમય દરમિયાન અમેરિકાના પૂર્વ તટ પર બે મોટા સમુદ્રિ તોફાન પણ આવી શકે છે જેનાથી ભારે નુકસાન થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.