જોઇ લો આ દીકરીની તસવીરો, જેને કોરોના સામે લડવા એક હાથથી વિદ્યાર્થીઓ માટે સિવ્યા માસ્ક

લીટલ કોરોના વોરીયર્સ

ભારતમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં દર્દીઓ અને કોરોના વાયરસ સામે લડી રહેલ ફ્રંટ લાઈન વોરીયર્સની મદદ કરવા માટે દેશના યુવાનો, મહિલાઓ સહિત બાળકો પણ પાછળ રહ્યા નથી. આજે અમે આપને દેશના લીટલ કોરોના વોરીયર્સ વિષે જણાવીશું. કર્ણાટક રાજ્યના ઉદુપી જીલ્લામાં રહેતી ધો.૬માં ભણી રહેલ વિદ્યાર્થીની સિંધુરી પણ આ કામ માટે પોતાનું યોગદાન આપ્યું છે. જો કે, કર્ણાટકના ઉદુપી જીલ્લાની સિંધુરીનો જન્મ થયો તે સમયે જ એક હાથ સાથે જન્મ થયો હતો. કર્ણાટકની ૧૦ વર્ષીય સિંધુરીનું આ સાહસ ઘણા બધા વ્યક્તિઓને પ્રેરણા આપી રહ્યું છે. આ ઘટના કઈક એવી બની છે કે, આ સ્કાઉટ અને સ્કુલની ગાઈડ વિંગનું ધ્યેય હતું કે સ્કુલના તમામ વિદ્યાર્થીઓમાં માસ્ક વહેચવામાં આવે. સિંધુરી આ વિષે વાત કરતા જણાવે છે કે, મેં ૧૫ માસ્ક સીવ્યા છે. પહેલા જયારે માસ્ક સીવવાની શરુઆત કરી ત્યારે ફક્ત એક હાથથી જ માસ્ક સીવવા માટે અચકાઈ ગઈ હતી, ત્યારપછી સિંધુરીની મદદ કરવા માટે તેની માતા આગળ આવે છે અને ત્યારપછી સિંધુરી પોતાનું આ કામ પૂરું કરે છે.

image source

આપને જણાવીએ કે, સિંધુરી અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સીવવામાં આવેલ માસ્કનું વિતરણ ધો.૧૨ના વિદ્યાર્થીઓમાં કરવામાં આવ્યું કારણ કે, તે સમયે ધો.૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાના હોવાથી તેમના માટે માસ્ક પહેરવું જરૂરી હોય છે. તેમજ કોરોના વાયરસ સામેની લડતમાં બધાએ માસ્ક પહેરવું ખુબ આવશ્યક છે. સિંધુરી વિષે વાત કરતા તેની સ્કુલના શિક્ષકો જણાવે છે કે, સિંધુરી ખુબ જ હોશિયાર વિદ્યાર્થી છે. સિંધુરી કોઇપણ વસ્તુને ખુબ જ ઝડપથી શીખી જાય છે. સિંધુરી માઉન્ટ રોઝરી સ્કુલની સ્કાઉટ અને ગાઈડ ગ્રુપનો એક ભાગ છે.

image source

કોરોના વાયરસ મહામારી અને દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના ઘણા બધા બાળકોએ મિસાલ કાયમ કરી છે. બાળકો પોતાની અલગ રીતે સ્થાનિકોની મદદ કરતા જોવા મળી જાય છે. કેટલાક બાળકોએ માસ્ક બનાવીને તો પછી કેટલાક બાળકોએ કોરોના વાયરસની સારવાર મેળવી રહેલ દર્દીઓ અને સારવાર આપી રહેલ ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ માટે પોતાની બચતનું પીએમ કેર ફંડમાં દાન આપીને યોગદાન આપ્યું છે.

image source

એપ્રિલ મહિનામાં એક ૧૭ વર્ષીય છોકરો જે પોતે અત્યંત ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હોવા છતાં તેણે ૨ લાખ રૂપિયાનું દાન પીએમ કેર ફંડમાં આપી દીધા હતા. જો કે, આ છોકરાને આ રકમ બે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા માટે આપવામાં આવી હતી. આ સપ્તાહની શરુઆતમાં દિલ્લીના એક વિદ્યાર્થી દ્વારા ઘરે જ ફેસ શિલ્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ધો.૧૦ના આ વિદ્યાર્થીએ પોતાના સ્ટડી રૂમને ફેસ શિલ્ડના પ્રોડક્શન રૂમમાં પરિવર્તિત કરી દીધો હતો. આ વિદ્યાર્થી દર બનાવવામાં આવેલ ફેસ શિલ્ડને દિલ્લી પોલીસ આયુક્ત એસએન શ્રીવાસ્તવને સો ફેસ શિલ્ડ ગીફ્ટ કરી દેવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારની સાંજ સુધીમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૫ લાખનો આંકડો પાર કરી લીધો છે. દુનિયાના અન્ય પ્રભાવિત દેશો જેવા કે, અમેરિકા, બ્રાઝીલ અને રશિયા જેવા દેશો કરતા પણ હજી ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારના રોજ વધુ પાંચ હજાર કેસ સામે આવ્યા છે, ત્યાર પછી દેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૫૨,૭૬૫ જેટલી થઈ ગઈ છે. દેશમાં આ સપ્તાહના સાતમાં દિવસે ૧૪ હજાર કરતા વધુ કેસ નોંધવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.