સચિને આ ક્રિકેટરના કોચના કારણે લીધો હતો નિવૃત થવાનો નિર્ણય, જાણીને ચોંકી જશો…

ક્રિકેટમાં કોઈપણ ખેલાડીને નિવૃત્તિ લેવી જ પડે છે.ક્રિકેટ હોય કે અન્ય બીજી કોઈ પણ રમત તેમાં ખેલાડી નિવૃત્તિ લેતા જ હોય છે. તેવી જ રીતે સચિન પણ એક સમય હતો કે નિવૃત્તિ લેવાની તૈયારી શરૂ કરી દીધી હતી. જો તેને ત્યારે નિવૃત્તિ લીધી હોત તો તે ક્યારેય વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય બનત નહિ. અને તેનું સપનું સપનું જ રહી જાત. પણ એવું તે શું થયું કે તેણે નિવૃત્તિ લેવાનો વિચાર ટાળી દીધો અને તેનું સપનું સાકાર કર્યું.

image source

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર ગેરી કર્સ્ટને ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત જ કરી હતી. અને તેઓ સચિન તેંડુલકર માટે સંજીવની પુરવાર થયા હતા. હકીકતમાં ગેરી કર્સ્ટને ભારતીય ટીમના કોચ તરીકેનો હવાલો સંભાળ્યો એ જ વખતે સચિન તેંડુલકરે નિવૃત્તિ લેવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું. પણ, ગેરી કર્સ્ટને તેનું મન બદલી નાખ્યું. તેણે માત્ર સચિન સાથે વાત જ કરી નહીં પરંતુ તેના વિચારો પણ બદલી નાખ્યા હતા. ત્યાર બાદ તો સચિને આગામી ત્રણ વર્ષમાં 18 સદી ફટકારી દીધી હતી.

image source

સચિન તેંડુલકરે પોતાની આત્મકથામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે 2007માં વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ તેણે નિવૃત્તિ અંગે વિચારી લીધું હતું. જોકે એ વખતે વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર વિવિયન રિચાર્ડસે તેની સાથે વાત કરીને આમ નહી કરવાની સલાહ આપી હતી.

image source

ત્યાર બાદ ગેરી કર્સ્ટનની પણ મોટી ભૂમિકા રહી હતી. તેમણે ટીમમાં એવું વાતાવરણ સર્જી દીધું કે સચિને તેની નિવૃત્તિનો વિચાર જ પડતો મૂકી દીધો.

image source

ગેરી કર્સ્ટને આ અંગે જણાવ્યું હતું કે જો હું એ સમયના સચિન તેંડુલકરની વાત કરું તો તેણે નિવૃત્ત થવાનું નક્કી જ કરી નાખ્યું હતું. તેના મતે તે તેના ક્રમ પર બેટિંગ કરી શકતો ન હતો. તે પોતાની રમતની મજા માણી શકતો ન હતો. ત્યાર બાદ તે ક્રમ પર જ રમ્યો જ્યાં તે અગાઉ રમતો હતો અને 18 સદી ફટકારી દીધી.

image source

આ દરમિયાન ભારતે વર્લ્ડ કપ પણ જીત્યો હતો.ગેરી કર્સ્ટનના સમયકાળ દરમિયાન સચિનની બેટિંગ તેના શિખરે હતી. 2008થી 2011ના કર્સ્ટનના કાર્યકાળ દરમિયાન સચિને વન-ડેમાં 2149 રન નોંધાવ્યા હતા. 2010માં તેણે વન-ડે ઇતિહાસની સૌ પ્રથમ બેવડી સદી પણ ફટકારી હતી. આ ગાળામાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં 1500 રન કર્યા હતા.

image source

ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી, અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી, જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો. તેંડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.