ધનના અભાવની સમસ્યાનો આવશે અંત કરો આટલું કાર્ય…

જીવનમાં ધનનો અભાવ એ એવી સૌથી મોટી સમસ્યા છે, જેમાં ફસાયેલા વ્યક્તિ કોઈ પણ પ્રકારનું અનર્થ કરી શકે છે. અત્યારના સમય મુજબ જો જીવન જીવવા માટે પૂરતા પ્રમાણમાં ધન જે તે વ્યક્તિ પાસે ન હોય તો તે ન કરવાના પણ ઘણા કામ કરીને ધન કમાવાની લાલચમાં આવી જાય છે અને એ જાણતા-અજાણતા પાપના માર્ગે ચાલવા લાગે
છે. અવળા માર્ગ ચાલનાર માણસો ક્ષણિક સમય માટે લાભ તો જરૂર મેળવે છે, પણ અંતે તો તેનું પરિણામ ખરાબ જ આવે છે. પણ આપણે અહીં વાત એવા ઉપાયની કરવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ જાતકને પતનના માર્ગેથી પણ પાછા લાવી શકે છે. જી હાં, શિવરાત્રિનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ત્યારે તમે પણ આ ઉપાયનો લાભ લઈ શકો
છો.

image source

ભગવાન ભોળાનાથને ભોળા ગણવામાં આવ્યા છે કારણ કે ભક્તોની પીડા હરવા માટે મહાદેવ સદાય તત્પર રહે છે. શ્રદ્ધાથી તેમની ભક્તિ કરનારને ભોળેનાથ પાસેથી તેનું ફળ અચૂક મળે છે. તો આ વર્ષેની શિવરાત્રિએ માત્ર ઉપવાસ અને શિવપૂજા કરીને જ નહીં પણ એક શુભ શરૂઆત કરીને ઉજવવાનો માર્ગ અમે આપને માટે લાવ્યા છીએ.

image source

લક્ષ્મીજી એ ધનની દેવી ગણાય છે, કહેવાય છે કે જેના પર લક્ષ્મીજીની કૃપા હોય છે એને ધનની કમી ક્યારેય નડતી નથી. પણ કેવી રીતે…? લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આપણે શું કરી શકીએ છીએ…? શું એવા કોઈ માર્ગ છે…? હા, દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ શિવરાત્રિ ની શુભ શરૂઆત છે દારિદ્રત દહન સ્તોત્રનો પાઠ. આ પાઠ નિયમિત રીતે બોલવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ રહે છે અને દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે. એટલા માટે જ આ સ્તોત્રને દારિદ્ર દહન સ્તોત્ર કહેવામાં આવે છે. આમ તો આ પાઠ કરવાની શરૂઆત કોઈપણ વારથી તમે કરી શકો છો પરંતુ નજીકના સમયમાં જ મહાશિવરાત્રિનો પર્વ આવે છે તો તે દિવસથી જ શરુ કરજો. આ શુભ શરૂઆત જેથી શિવકૃપાથી તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ પણ ટકી રહેશે.

-:- દારિદ્રદહન શિવસ્તોત્રમ -:-

image source

વિશ્વેશ્વરાય નરકાર્ણવ તારણાય
કર્ણામૃતાય શશિશેખર ધારણાય ।

કર્પૂરકાન્તિ ધવળાય જટાધરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 1 ।।

ગૌરીપ્રિયાય રજનીશ કળાધરાય
કાલાન્તકાય ભુજગાધિપ કંકણાય ।

ગંગાધરાય ગજરાજ વિમર્ધનાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 2 ।।

image source

ભક્તપ્રિયાય ભવરોગ ભયાપહાય

ઉગ્રાય દુઃખ ભવસાગર તારણાય ।

જ્યોતિર્મયાય ગુણનામ સુનૃત્યકાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 3 ।।

ચર્માંબરાય શવભસ્મ વિલેપનાય
ફાલેક્ષણાય મણિકુંડલ મંડિતાય ।

મંજીરપાદયુગળાય જટાધરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 4 ।।

image source

પંચાનનાય ફણિરાજ વિભૂષણાય
હેમાંકુશાય ભુવનત્રય મંડિતાય ।

આનંદ ભૂમિ વરદાય તમોપયાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 5 ।।

ભાનુપ્રિયાય ભવસાગર તારણાય
કાલાન્તકાય કમલાસન પૂજિતાય ।

નેત્રત્રયાય શુભલક્ષણ લક્ષિતાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 6 ।।

image source

રામપ્રિયાય રઘુનાથ વરપ્રદાય
નાગપ્રિયાય નરકાર્ણવ તારણાય ।

પુણ્યાય પુણ્યભરિતાય સુરાર્ચિતાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 7 ।।

મુક્તેશ્વરાય ફલદાય ગણેશ્વરાય
ગીતાપ્રિયાય વૃષભેશ્વર વાહનાય ।

માતંગચર્મ વસનાય મહેશ્વરાય
દારિદ્ર્યદુઃખ દહનાય નમશ્શિવાય ।। 8 ।।

વસિષ્ઠેન કૃતં સ્તોત્રં સર્વરોગ નિવારણમ
સર્વસંપત્કરં શીઘ્રં પુત્રપૌત્રાદિ વર્ધનમ ।

ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં ન હિ સ્વર્ગ મવાપ્નુયાત ।। 9 ।।

image source

।। ઇતિ શ્રી વસિષ્ઠ વિરચિતં દારિદ્ર્યદહન શિવસ્તોત્રમ સંપૂર્ણમ ।।

લેખન સંકલન : અશ્વિની ઠક્કર