માથુ કપાયા બાદ પણ 18 મહિના સુધી જીવતો રહ્યો આ મરઘો…

શું તમે એવા કોઈ મરઘા વિશે જાણો છો, જેનું માથુ કાપી નાખ્યા બાદ પણ તે મર્યો ન હોય, ઉલ્ટાનું 18 મહિના સુધી જીવતો રહ્યો હોય. આમ તો આ ન્યૂઝ આશ્ચર્ય પમાડે તેવા છે. પરંતુ તે સત્ય છે. આ મરઘો મિરેકલ માઈકના નામે ફેમસ થયો હતો.

image source

10 સપ્ટેમ્બર, 1945માં કોલારાડોમાં ફ્રુટાના પોતાના ફાર્મ પર લોયલ ઓલ્સેન અને તેની પત્ની ક્લારા મરધાઓને કાપી રહ્યા હતા. તે દિવસે તેમણે 40 કે 50 જેટલા મરઘા કાપ્યા હતા. જેમાંથી એક મરઘો માથુ વાઢ્યા બાદ પણ મર્યો ન હતો.

આલ્સેન અને ક્લારા જ્યારે પોતાનું કામ પૂરુ કરીને માંસ ઉઠાવવા લાગ્યા તો તેમને જીવતો મરઘો મળ્યો હતો, જેનુ માથુ કપાયા બાદ પણ તે દોડી રહ્યો હતો. બંનેએ તેને સફરજનના બોક્સમાં બંધ કરીને રાખી દીધો હતો. પરંતુ બીજા દિવસે સવારે લોયલ આલ્સેન તેને જોવા ગયા તો, તે જીવતો જ હતો. તેને જીવતો જોઈને લોયલ પણ દંગ રહી ગયા હતા.

image source

તેઓ મીટ બજારમાં માંસ વેચવા ગયા અને સાથે જ તે હેડલેસ ચિકનને પણ લેતા ગયા. તે સમયે તો ઘોડા ગાડી અવરજવર માટે વપરાતી હતી. માર્કેટમાં તેમણે આ અજીબ ઘટના પર બિયર કે અન્ય ચીજો પર શરત લગાવવાની શરૂઆત કરી. આ વાત સમગ્ર ફ્રુટ માર્કેટમાં તેજીથી ફેલાઈ ગઈ.

એક સ્થાનિક અખબારે આલ્સેનનો ઈન્ટરવ્યૂ લીધો. કેટલાક દિવસો બાદ એક શોના પ્રમોટર હોપ વેડ 300 મીલ દૂર યુટા પ્રાંતના સાલ્ટ લેક સિટીમાંથી આવ્યા અને આલ્સેને પોતાના શોમાં આવવાનું આમંત્રણ આપ્યું.

image source

આલ્સેન પહેલા સાલ્ટ લેક સિટી આવ્યા અને બાદમાં યુટા યુનિવર્સિટી ગયા, જ્યાં માઈકની તપાસ કરવામાં આવી. અફવા ઉડી કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ અનેક મરઘાના માથા કાપ્યા જેથી માલૂમ કરી શકાય કે મરઘા માથા વગર જીવતા રહે છે કે નહિ.

માઈકને મિરેકલ માઈક નામ હોપ વેડએ આપ્યું હતું. તેના પર લાઈફ મેગેઝીને સ્ટોરી પણ કરી હતી. તેના બાદ લોયડ, ક્લાસા અને માઈક આખા અમેરિકાની ટુર પર નીકળી પડ્યા હતા. તેઓ કેલિફોર્નિયા, એરિઝોના અને અમેરિકાના દક્ષિણ પૂર્વીય રાજ્યોમાં ગયા. માઈકની આ યાત્રા સાથે જોડાયેલી તમામ માહિતીઓ ક્લારાએ નોંધી રાખી હતી.

image source

પરંતુ આલ્સેન જ્યરે 1947માં એરિઝોનાના ફીનિક્સમાં પહોંચ્યા તો માઈકનું મૃત્યુ થયું હતું. માઈકને હંમેશા ડ્રોપ દ્વારા જ્યુસ આપવામાં આવતું હતું અને તેની ભોજન નળીને સીરિન્જથી સાફ કરવામાં આવતી હતી, જેથી તેનું ગળુ ચોક અપ ન થઈ જાય.

પરંતુ તે રાત્રે તેઓ એક કાર્યક્રમમાં તેને સાફ કરવાનું ભૂલી ગયા હતા અને બીજા દિવસે માઈકનું મોત નિપજ્યું હતું. જોકે, આલ્સેને ક્યારેય કોઈને ન કહ્યું કે તેમણે માઈકના મૃત શરીર સાથે શું કર્યું, પણ માઈકને કારણે તેમની આર્થિક સ્થિતિમાં બહુ જ સુધારો આવ્યો હતો.

image source

ન્યૂકૈસલ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર બિહેવિયર એન્ડ ઈવોલ્યુશન સાથે જોડાયેલા ચિકન એક્સપર્ટ ડો.ટોમ સ્મલ્ડર્સ કહે છે કે, તમને આશ્ચર્ય થશે કે ચિકનનું આખું માથું તેની આંખોના કંકાલની પાછળ એક નાનકડા હિસ્સામાં હોય છે.

રિપોર્ટના અનુસાર, માઈકની ચાંચ, ચહેરો અને આંખો નીકળઈ ગઈ હતી. પંરતુ સ્મલ્ડર્સનું અનુમાન છે કે, તેના માથાનો 80 ટકા હિસ્સો બચી ગયો હતો. જેનાથી માઈકનું શરીર, શ્વાસ, ભૂખ અને પાચન તંત્ર ચાલતું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.