જાણો વાહનચાલકો માટે શું લેવાયો આ મોટો નિર્ણય, નહિં જાણો તો સીધા જેલમાં જવા રહેજો તૈયાર

જ્યારથી ગુજરાત સરકારે ચોકે ચોકે સીસીટીવી લગાવવાની શરૂઆત કરી છે અને તેના દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં લોકોના ઘરે ઈમેમો પંહોચડવાનું કામ શરૂ કર્યું છે ત્યાર થી લોકો અળગા લગ રીતે સરકાર તરફથી આવતા ઇ મેમોથી બચવા માટે નાટકો અને જુગાડ કરે છે.

image source

ટ્રાફિકના કોઈ પણ નિયમનું ઉલંઘ્ન કરતાં લોકોના નંબર પ્લેટ ઉપરથી એમના ઘર સુધી સરકાર ઇ મેમો મોકલતી હતી અને મોકલે છે પણ ગુજરાતની જુગાડી જાનતાએ તેનાથી બચવાના પણ ઘટા અજીબ ઉપાયો શોધી કાઢ્યા હતા.

image source

વાહનચાલકો પોતાના સ્કૂટરની નંબર પ્લેટ છુપાવી દેતા અથવા તો કોઈ પોતાની અડધી નંબર પ્લેટ તોડી પણ દેતું હતું. જેથી એમના નંબર સીસીટીવી પૂરી રીતે કેદ ન કરી શકે અને લોકો ઇ મેમો ભરવાથી બચી જતાં હતા.

image source

પણ હવે આ વાત ઉપર ગુજરાત પોલીસની નજર આકરી બની છે અને હવે આવા લોકો સીધા જેલમાં પંહોચે એવી તૈયારી કરી રહ્યા છે. જે લોકો પોતાની નંબર પ્લેટ છુપાવી અને તોડી નાખે છે એમના ઘરે ઇ મેમો પંહોચાડવો કેવી રીતે એ વાત ઉપર ઘણા સમયથી પોલીસ ચર્ચા કરી રહી હતી. આવા જુગાડ ફક્ત પુરુષો જ નહીં પણ સ્ત્રીઓ પણ કરી રહી હતી. પોતાના દૂપટ્ટા કે પર્સથી સ્કૂટની નંબર પ્લેટ ઢાંકી દેતી હતી. અને આ બધા સામે ઘણા સમયથી સીસીટીવ અને પોલીસ લાચાર બન્યા હતા.

image source

હવે અમદાવાદ પોલીસે તેની આંખો આકરી કરતા આવા લોકો સામે પગલું ઉઠાવવાની નિર્ણય કરી લીધો છે. આ મામલે ટ્રાફિક ડીસીપી જે જણાવ્યુ કે નંબર પ્લેટ તોડી કે વાળી દીધી હશે અથવાતો કોઈ પણ રીતે ઢાંકી હશે એવા વાહનચાલકો સામે ડ્રાઈવ યોજવામાં આવશે, અને ફ્ક્ત દંડવસૂલી નહીં આવા વાહનચાલકો સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span