એક બાળક એવો જેનામાં ખરેખર મગજ જેવી કોઈ વસ્તુ નથી લાગણીસભર વાત…

તમે અત્યાર સુધી લોકોને એવું તો કહેતા હશો કે આ છોકરામાં મગજ જ નથી. પણ શું તમે એવા કોઈને જોયો છે જેની જોડે ખરેખરમાં મગજ છે જ નઈ …

વાંચો નોહ વોલ નામના બાળકની આ અવનવી કહાની

દુનિયામાં દરરોજ કોઈને કોઈ ચમત્કાર થતા હોય છે પણ આવો કિસ્સો પહેલી વાર બન્યો છે જેમાં કોઈ બાળકનો જન્મ મગજ વગર થયો. નોહ વોલ નામના આ છોકરાનો જન્મ ૨ % થી પણ ઓછા મગજ સાથે થયો હતો અને જન્મના સમયે ડોક્ટરે એ બાળકના જીવવાની આશા છોડી જ દીધી હતી.
નોહ વોલના માતા પિતાને પ્રેગનેન્સીના ત્રીજા મહિનામાં ખબર પડી ગઈ હતી કે તેમના બાળકને સ્પાઈના બીફીડા, એબનોર્માંલીટી અને હાઈડ્રોસેફાલસ જેવી બીમારીઓ છે.

સ્પાઈના બીફીડાક્રોમોસોમલ  નામની બીમારી ત્યારે થાય જયારે બાળકમાં સ્પાઈન અને સ્પાઈનલ કોર્ડ વ્યવસ્થિત રીતે બન્યા ન હોય.

image source

ડોક્ટરે નોહના માતાપિતાને અબોર્શન કરવા માટે પણ કહ્યું હતું પણ એઓએ સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. એમણે તો એવું જ માની લીધું હતું કે બાળકના જન્મ સાથે જ તેનું મૃત્યુ થઈ જશે પણ, ઈંગલેન્ડના ક્યુંમ્બ્રિયામાં આવેલા એબીટાઉંનમાં આ બાળક સફળતાપૂર્વક જન્મ્યો હતો.

૨૦૧૨માં જન્મેલા આ બાળકે ડોકટરોએ કરેલી બધી પૂર્વધારણાઓ ખોટી સાબિત કરી હતી. એના ઉપર ઘણી બધી સર્જરી કરવામાં આવી તેમજ એના મગજમાં રહેલા ફ્લુઈડને કાઢવા માટે પણ ઓપરેશન કરવામાં આવ્યું. અને અંતે, જયારે નોહ ૩ વર્ષનો થયો ત્યાં સુધી એનું મગજ ૮૦% જેટલું નોર્મલ થઈ ગયું.

પણ, સ્પાઈના બીફીડાને કારણે તેની પીઠની નીચેના ભાગમાં એક ખુલ્લો દાગ રહી ગયો જેને બંધ કરવામાં નોહને છાતીથી નીચેના ભાગમાં લકવો પડી ગયો હતો જે કારણે એ ચાલી નથી શકતો.

image source

પરંતુ, તેણે હજી પણ ડોકટરોને ખોટું સાબિત કરવાનું બંધ નથી કર્યું. નોહએ તાજેતરમાં જ સ્કુલ જવાનું શરુ કર્યું અને તેને અત્યારે ૧ થી ૧૦ સુધી કાઉન્ટ પણ આવડી ગયા છે. નોહ વોલ ઉપર એક ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે જેનું નામ છે ‘The Boy who Grew A New Brain’ એમાં નોહને એકદમ ખુશ અને સ્વસ્થ બાળક બતાવવામાં આવ્યો છે.

નોહના ન્યૂરોસર્જન ડોક્ટર નિકોલ્સન કહે છે કે નોહ એમના હોનહાર માતાપિતાનો હોનહાર સંતાન છે. એઓનું માનવું છે કે તેની પીઠનું ઓપરેશન કરી તેને હાલની લકવાની પરિસ્થિતિ માંથી બહાર કાઢી શકાશે અને ભવિષ્યમાં તે ચાલી પણ શકશે. નોહના પિતા રોબનું પણ એવું માનવું છે કે નોહ ચાલતો થઈ જશે.

image source

નોહના માતાપિતા તેમજ બહેન એની સંપૂર્ણપણે કાળજી રાખે છે અને હમેશા તેની આજુબાજુ જ રહે છે. આ પરિવાર નોહનું મગજ વિકસાવવા ખુબ જ પ્રયત્નો કરી રહી છે જેને એ લોકો ‘બ્રેઈન ટ્રેનીંગ’ કહે છે

.
નોહ, હવે ત્યાની સ્થાનિક શાળામાં ભણવા જશે જ્યાં તે લખતા તેમજ વાંચતા શીખશે. હાલમાં બધા ડોકટરો સ્પાઈના બીફીડાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ આવી શારીરિક ખામી આવે તો તેનો ઝડપથી ઈલાજ કરી શકે.

image source

નોહ, એક ઉદાહરણ છે એવા લોકો માટે જે માને છે કે શારીરિક ખામી એ જીવનનો અંત નથી. નોહ ની આ લડત કેટલાય લોકોને પ્રભાવિત કરી ગઈ છે.

image source

અને અંતે, આ બધો જાદુ થયો જ ન હોત જો નોહના માતાપિતાએ ડરીને અબોર્શન કરાવી દીધું હોત….મુશ્કેલી મહત્વની નથી એની સામે લડવું કઈ રીતે એ મહત્વનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.