બચના એ હસીનો ફિલ્મની આ હિરોઈનના ફોટો થયા વાઇરલ, જુઓ તમે પણ શું છે ખાસ…

લોકડાઉનના સમયમાં અત્યારે લોકો પાસે ખાસ કોઈ કામ ન હોવાથી બધા ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. બધાના કાર્યો વર્ક ફ્રોમ હોમ પણ થઇ શકે એમ નથી. બોલીવુડ સેલેબ્રેટી પણ આ સમય દરમિયાન પોતાના ઘરમાં જ જોવા મળી રહી છે. ત્યારે બોલીવુડની અભિનેત્રી મિનિષા લાંબા લોકડાઉન દરમિયાન પણ સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સ સાથે જોડાયેલ છે. મિનિષા લાંબા દ્વારા હાલમાં જ એક મોહક તસ્વીર શેર કરવામાં આવી જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

કદાચ તમે જાણતા પણ નહી હોય કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા કોલેજના દિવસો દરમિયાન મિનિષા લાંબા પત્રકાર બનવા માંગતી હતી. પણ પછી કોલેજ સમયમાં જ એણે મોડેલીંગ શરુ કર્યું. કદાચ આ એ વળાંક હતો જ્યાંથી મિનિષાની આગળની લાઈફ અલગ જ રસ્તે વળી ગઈ.

મિનિષાની પ્રથમ ફિલ્મ યહાં છે, જે એના માટે બોલીવુડ જગતમાં પ્રવેશનું દ્વાર બની. એક મોડેલીંગ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે ફિલ્મ નિર્માતા શુઝીક સરકારને મિનિષા એટલી પસંદ આવી ગઈ કે એમણે એને પોતાની ફિલ્મમાં બ્રેક પણ આપી દીધો.

મિનિષા ટીવી પર ચાલતા પ્રખ્યાત અને બહુચર્ચિત રીયાલીટી શો બિગબોસની સીઝન ૮ માં પણ ભાગ લઈ ચુકી છે. બિગબોસ ૮ માં મિનિષા સાથે આર્ય પણ દેખાયો હતો. આ જ શો માં આર્ય એ કહ્યું હતું કે તે મિનિષાને ડેટ પણ કરે છે.

પાછળથી સલમાન ખાનના કહેવા પર આર્યએ માફી માંગી હતી. કારણ કે મિનિષા એ બિગબોસના ઘરમાંથી બહાર નીકળતા જ આ ખબર ખોટી ગણાવી હતી તેમજ એણે સલામન સાથે આ બાબતે વાત પણ કરી હતી.

મિનિષાના લવલાઈફમાં આર્ય બબ્બરનું નામ પણ જોડાયેલું હતું. તમે કદાચ જાણતા જ હશો કે આર્ય બબ્બર એ બોલીવુડના દિગ્ગજ એક્ટર અને અત્યારે રાજનેતા એવા રાજ બબ્બરનો પુત્ર છે.

જો કે મિનિષાએ ૨૦૧૫માં બોયફ્રેન્ડ રેયાન થોમ સાથે અચાનક લગ્ન કરી લીધા, ત્યારે લોકો પણ દંગ રહી ગયા હતા. આશ્ચર્યની વાત તો એ પણ હતી કે એ લગ્નમાં માત્ર બે પરિવારના લોકો જ હાજર રહ્યા હતા. નાકની અને હોઠની સર્જરી કરાવ્યા પછી મિનિષાના દેખાવમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો.

બોલીવુડના સ્ટાર એવા રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બચના એ હસીનો’માં પણ મિનિષા જોવા મળી હતી.