જાણો એક એવા પથ્થર વિશે જેને મહિલાઓ નથી કરી શકતી સ્પર્શ, અને અનેક વર્ષોથી એ જ જગ્યા પર અટકેલો છે આ પથ્થર
તામિલનાડુના મહાબલીપુરમ શહેરમાં આવેલા એક પ્રસિદ્ધ અને અતિ પ્રાચીન પથ્થર વિષે તો તમે જાણતા જ હશો. જો ન જાણતા હોય તો જણાવી દઈએ કે મહાબલીપુરમમાં એક મોટો પથ્થર આવેલો છે જે છેલ્લા લગભગ 1200 વર્ષથી એક ઢાળ પર આશ્ચર્યજનક રીતે અટકાયેલો છે અને ભારે તોફાન અને વાવાઝોડા વચ્ચે પણ પોતાની જે તે સ્થિતિએ અડીખમ ઉભો છે. આવો જ એક પથ્થર મ્યાનમાર દેશમાં પણ છે. મ્યાંમારનો એ પથ્થર લગભગ 25 ફૂટ ઊંચો છે અને તે પથ્થરની ખાસિયત પણ મહાબલીપુરમના ઉપરોક્ત પથ્થર જેવી છે અને સદીઓથી એક ઢાળ પર આશ્ચર્યજનક રીતે અટકાયેલો છે અને ભારે તોફાન અને વાવાઝોડા વચ્ચે પણ પોતાની જે તે સ્થિતિએ અડીખમ ઉભો છે.

મ્યાનમારના પથ્થરની વાત કરીએ તો આ પથ્થરનો રંગ સોનેરી જેવો છે અને એટલા માટે જ આ પથ્થરને ” ગોલ્ડન રોક ” તથા ” ક્યેકટીયો પગોડા ” ના નામથી ઓળખવામાં આવે છે. લગભગ 1100 મીટરની ઊંચાઈએ સ્થિત છે આ પથ્થરનું મ્યાનમારના બૌદ્ધ ધર્મના પ્રમુખ તીર્થસ્થળો પૈકી એક છે અહીં આવતા શ્રદ્ધાળુઓ આ પથ્થર પર સોનાના બારીક પતરાઓ લગાવી જાય છે જેના કારણે આ પથ્થર સાવ સોનેરી રંગનો બની ગયો છે.

પથ્થરની સ્થિતિ એવી છે કે તે એક શીલાના કિનારે એવી રીતે અટકેલો છે જેને જોઈને આપણને એમ જ થાય કે આ પથ્થર હમણાં ગબડી પડશે. જો કે વર્ષોથી આ પથ્થરની સ્થિતિ એમની એમ જ છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે આ પથ્થર પાસે જે કોઈ વર્ષમાં ત્રણ વખત જાય છે તેની ગરીબી અને દુઃખો દૂર થઇ જાય છે અને જે મન્નત માનવામાં આવે તે પુરી થાય છે.

પથ્થરની સ્થિતિ વિષે એવું માનવામાં આવે છે કે આ ભરખમ પથ્થર બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ એવા બુદ્ધ ના બાલ પર ટકેલો છે અને તેના કારણે જે વર્ષોથી તે પોતાના સ્થાનેથી જરા પણ હલ્યો નથી. આ પથ્થર આ સ્થાને ક્યારથી છે તેના વિષે તો કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે ક્યેકટીયો પગોડાનું નિર્માણ 581 ઈસા પૂર્વે થયું હતું. જો કે અમુક લોકો એવું પણ માને છે કે 11 મી સદીમાં એક બૌદ્ધ ભિક્ષુકને બુદ્ધના બાલની મદદથી આ પથ્થરને આ રીતે ટેકવીને રાખ્યો હતો.
.jpg)
એવી પણ માન્યતા છે કે કોઈ મહિલા જ આ પથ્થરને હલાવી શકે છે અથવા તેનું સ્થળાંતર કરી શકે છે અને આ જ કારણે આ પથ્થર પર મહિલાઓને સ્પર્શ કરવાનો પ્રતિબંધ છે અને તે ફક્ત દૂરથી જ આ પથ્થરને જોઈ શકે છે. અને શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે કોઈ મહિલા આ પથ્થર નજીક ન પહોંચી જાય તે માટે અહીં ખાસ સુરક્ષાકર્મીઓની પણ દેખરેખ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.