હવે તમે મોબાઈલ કે ATM કાર્ડ વગર જ ઉપાડી શકશો રૂપિયા, જાણો કેવી રીતે…

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને બેંકનું એટીએમ દેખાય એટલે આપણને પૈસા ઉપાડવાનું યાદ આવી જાય છે. અથવા તો એમ થાય કે પૈસા ઉપાડી લઈએ તો બીજો ધક્કો ન ખાવો પડે. પણ ત્યારે કદાચ આપણે આપણી પાસે એટીએમ કાર્ડ લાવવાનું ભુલી ગયા હોઈએ છીએ અને એટીએમ કાર્ડ માટે પાછું ઘરે જવું પડે છે. પણ આ બેંક તમને એટીએમ કાર્ડ વગર જ પૈસા ઉપાડવાની સુવિધા આપે છે, જાણો કેવી રીતે ?

image source

ભારતમાં ઘણી બધી બેંક વગર એટીએમ કે ડેબિટ કાર્ટનો ઉપયોગ કર્યે એટીએમ મશીનથી પૈસા ઉપાડવાની સુવિધા આપી રહી છે. જોકે તેના માટે તમારા મોબાઈલ નંબર અને પીનની જરૂર રહેશે. પણ જરા વિચારો કે એટીએમ કાર્ડ અને મોબાઈલની મદદ વગર પૈસા કાઢશો તો કેવું થશે ? હા, ડીસીબી બેંક 2016માં આ પ્રકારની સુવિધાની શરૂઆત કરી ચૂકી છે જ્યારે બેંકે દેશનું પહેલું આધાર બેઝ્ડ એટીએમ મુંબઈમા લગાવ્યુ હતું. આ સિસ્ટમ હેઠળ બેંક અકાઉન્ડ હોલ્ડરની ઓળખ તેની ફિંગપ્રિન્ટ, રેટીના સ્કેન વિગેરે દ્વારા કરી શકાય છે. હાલ ડીસીબી બેંક એટીએમ મશીન પર ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનની સુવિધા આપી રહી છે.

ડીસીબી બેંકના એટીએમમાં છે આધાર બેઝ્ડ ઓથેન્ટિકેશનની સુવિધા

image source

જો તમે પણ હવેનીવાર એટીએમ જાઓ અને કાર્ડ ભુલી જાઓ તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિચારો નહીં, ઝડપથી બદલાતી જતી ટેક્નોલોજીએ આ બાબતને શક્ય બનાવી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક એટલે કે ડીસીબી બેંકના એટીએમમાં આ સુવિધા ઉપલબ્ધ છે. વાસ્તવમા, ડીસીબી બેંકે એટીએમમાં આધાર બેઝ્ડ ઓથેંટિકેસનની સુવિધા ઉપલબ્ધ છે જેની મદદથી વગર એટીએમ કાર્ડથી બેંકનો કોઈ પણ કસ્ટમર પૈસા ઉપાડી શકે છે.

ફિંગરપ્રિન્ટથી અકાઉન્ટ હોલ્ડરની ઓળખ

image source

જો કે આ સિવિધા માટે કસ્ટમરનું અકાઉન્ટ આધાર નંબર સાથે લિંક હોવું જરૂરી છે. હાલના દિવસોમાં મોટા ભાગના કસ્ટમરના બેંક અકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક જ હોય છે. ડીસીબી બેંકના કસ્ટમરને એટીએમ મશીન પર કાર્ડ લઈને જવાની જરૂર નતી હોતી. માત્ર ફિંગરપ્રિન્ટથી અકાઉન્ટ હોલ્ડરની ઓળખ કરી લેવામાં આવે છે.

શું છે બાયોમેટ્રિક સિસ્ટમ ?

image source

બાયોમેટ્રિક સિસ્ટમ ઓળખ નોંધવવાની એક રીત છે. આ સિસ્ટમ હેઠળ બેંક અકાઉન્ટ હોલ્ડરની ઓળખ તેની ફિંગરપ્રિન્ટ, રેટીના સ્કેન વિગેરે દ્વારા કરી શકાય છે. હાલ ડીસીબી બેંક પોતાના એટીએમ મશીન પર ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશનની સુવિધા આપી રહી છે.

આધાર બેઝ્ડ એટીએમમાં આ સુવિધા છે

image source

આધાર બેઝ્ડ એટીએમમાં એવી સુવિધા હોય છે કે બેંકના કસ્ટમર આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન દ્વારા એટીએમથી પૈસા ઉપાડી શકે છે. ડીસીબી બેંકે 2016ના વર્ષમાં આ સુવિધા આપવાની શરૂઆત કરી હતી જ્યારે. આ બેંકે દેશનું પ્રથમ આધાર બેઝ્ડ એટીએમ મુંબઈમાં લગાવ્યું હતું.