મોડાસાની આ ગુજ્જુ છોકરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ, અને પોતાના જ લાંબા વાળનો તોડ્યો રેકોર્ડ

ગુજરાતીઓ આમ પણ પોતે અનેક વિવિધ કામ કરીને પોતાના રેકોર્ડ બનાવવામાં અગ્રેસર રહ્યા છે. હા, હાલમાં જ મોડાસાની એક ગુજરાતી છોકરી ચર્ચાનો વિષય બની છે. તેણે પોતાના વાળની લંબાઈના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

image source

આ છોકરીની ઉંમર ફક્ત 17 વર્ષની છે અને તેનું નામ નિલાંશી છે. નિલાંશીએ તેના લાંબા વાળથી આ ગર્વ પ્રાપ્ત કર્યું છે. નિલાંશીના વાળ લગભગ 170.5 સેમી ( 5ફૂટ 7 ઈંચ) લાંબા છે. તેના વાળની લંબાઈનો રેકોર્ડ રેકોર્ડ બુકની 2019ની એડિશનનો ભાગ બનશે.

નિલાંશીએ તોડ્યો પોતાનો જ અગાઉનો રેકોર્ડ

image source

2018માં ઈટાલીના રોમ ખાતે 170.5 સે.મી લાંબા વાળ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અગાઉ નામ નોંધાયું હતું. બારમા ધોરણમાં અને સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અને 190 સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નિલાંશીના માતા પિતા શિક્ષક છે.

નિલાંશી વાળની આ રીતે કરે છે દેખરેખ

image source

નિલાંશીના આ લાંબા વાળ અને રેકોર્ડ અંગે તેની માતાએ કહ્યું કે સારા વાળ માટે ખુબ કાળજી લેવાની જરૂર હોય છે. નિલાંશીના વાળનો શ્રેય બંને પરિવારોના જીન્સ પર આધાર રાખે છે. નિલાંશી અઠવાડિયામાં એક જ વાર વાળ ધુએ છે. તેને વાળને ધોયા પછી તેને સૂકવવામાં અડધો કલાક લાગે છે અને તેની ગૂંચ કાઢીને ઓળવામાં 15 મિનિટ પણ લાગે છે. જ્યારે વાળ સૂકાઈ જાય ત્યારે તેની માતા તેને સારી રીતે તેલ લગાવી આપે છે.

શા માટે નિલાંશી વધારી રહી છે તેના વાળ, બની હતી આ ઘટના

image source

લાંબા વાળ અંગે નિલાંશી જણાવે છે કે, ‘6 વર્ષની ઉંમરમાં તે મમ્મી સાથે બ્યૂટી પાર્લરમાં ગઇ હતી. ત્યારે તેણે જીદ કરીને વાળ કપાવ્યાં હતાં. અને તે ખૂબ જ ખરાબ હેરકટ થયા હતા. ત્યારબાદ તે ઘણી જ રડી હતી. જેથી તેણે નક્કી કર્યુ કે તે હવે ક્યારેય પોતાના વાળ નહિ કપાવે. આમ કર્યા બાદ તેના વાળની લંબાઈ વધતી જ ગઈ.’ નિલાંશી જ્યારે પણ કશે બહાર જાય છે ત્યારે તેના વાળના કારણે ચર્ચામાં રહે છે અને લોકો તેની સાથે સેલ્ફી લેવા તત્પર રહે છે. આ કારણે તે પોતાને સ્ટાઈલ આઈકોન ફીલ કરે છે.

આ છે નિલાંશીની ફેવરિટ રમતો

image source

લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને ઘણો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. ટેનિસ રમતી સમયે તે વાળનો અંબોડો બનાવી લે છે.