70 વર્ષે પણ નરેન્દ્ર મોદીનો જુસ્સો અને અવાજ યુવાન જેવો જ, એની પાછળનું રહસ્ય છે તેમનો ડાયટ પ્લાન, જાણો શું-શું છે

દેશના વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ છે. આજે ૧૭ સપ્ટેમ્બરે મોદીનો ૭૦મો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો કે 70 વર્ષની ઉંમરે પણ મોદી એકદમ ફિટ અને એનર્જેટિક રહે છે. તેનું રહસ્ય એ તેમનો ખોરાક અને આહાર છે. વડા પ્રધાનનો આહાર હંમેશાં સમાચારોમાં રહે છે, તેમણે ખીચડીને તેનું પ્રિય ખોરાક ગણાવ્યું હતું. પરંતુ તેમનો આહાર ફક્ત એટલો જ નથી, તે ફિટ રહેવા માટે બીજું પણ ઘણુ ધ્યાન રાખે છે અને પ્રયત્નો કરે છે.

image source

પીએમ નરેન્દ્ર મોદી વિશે બધાને ખબર છે કે તેઓ એક સારા વક્તા છે. તેઓ દિવસભર એનર્જીથી ભરેલા રહે છે. તેની પાછળ બીજું કોઈ કારણ નથી પરંતુ તેનો સંતુલિત આહાર છે. મોદી ખાદ્યપદાર્થોની ખૂબ ચિંતા કરે છે. જો તમને લાગે કે તેઓ વધારે રેલીઓ અને ભાષણો આપવા વધુ પ્રમાણમાં જ્યુસ પીતા હશે અને વધારે ખાતા હશે તો તેવું બિલકુલ નથી.

ભાખરી અને દાળ ખીચડી સૌથી પ્રિય

image source

મોદીજીના નિત્યક્રમ અંગે તેમના રસોઈયા બદ્રી મીના કહે છે કે તેમની પસંદની યાદીમાં ગુજરાતી ભાખરી અને દાળ ખીચડીનો સમાવેશ છે. મોદી સવારે પૌંઆ, ખાખરા, ભાખરી અને આદુવાળી ચા જેવો હળવો નાસ્તો કરે છે. જે એનર્જી આપે છે.

ચોખા, દાળ, શાકભાજી અને દહીં

image source

પીએમ મોદી આદુની ચાના શોખીન છે. આ ચાના શોખીનોની સંખ્યા દેશભરમાં ઘણી વધારે છે. પીએમ મોદીમાં દિવસના આહારમાં ચોખા, દાળ, શાકભાજી અને દહીંનો સમાવેશ થાય છે. તે હંમેશાં તેમના ભાષણ દરમિયાન એક તેજ અવાજ અને જોશીલા દેખાય છે.

નવશેકું પાણી અને હળવો ખોરાક

image source

તમને સાંભળીને વિચિત્ર લાગી શકે છે પરંતુ તેઓ તેમના ગળાની વિશેષ કાળજી લે છે જેના માટે તેઓ હંમેશા નવશેકું પાણી પીતા હોય છે. તેઓ વર્ષના 12 મહિના સુધી નવશેકું પાણી પીવે છે, જેથી પાચન સારું થાય છે, ગળામાં દુખાવો થવાની સમસ્યા જરાય નથી રેહતી, અને ઠંડા પાણીથી થતી ઠંડી અને શરદીથી છુટકારો મળે છે. બપોરે અથવા સાંજે તેઓ ફળો ખાય છે. તેઓ એક સાથે વધારે ખોરાક લેતા નથી, પરંતુ થોડા થોડા સમયે હળવો ખોરાક લે છે.

નવરાત્રીના દિવસોમાં 9 દિવસ ઉપવાસ

image source

નવરાત્રીના દિવસોમાં નરેન્દ્ર મોદી 9 દિવસ ઉપવાસ કરે છે અને તે ઉપરાંત. આ દરમિયાન, તેઓ ફક્ત લીંબુનું શરબત પીવે છે. આ તેમના શરીરને ડિટોક્સ કરે છે અને એનર્જી લેવલને જાળવી રાખે છે. ઉપવાસ પર, તેઓ દિવસમાં ફક્ત 1 ફળ ખાય છે

સવારે યોગ અને ડેયલી વોક

image source

જેમ કે તમે બધા જાણો છો, ફિટ રહેવા માટે, માત્ર આહાર જ નહીં, પરંતુ કસરત પણ જરૂરી છે. તંદુરસ્તી વિશે વાત કરીએ તો મોદી સવારે યોગ અને ડેયલી વોક ક્યારેય ભૂલતા નથી. તેઓ દરરોજ ધ્યાન પણ કરે છે.

યોગ કરવાનું ભૂલતા નથી

image source

મોદી ભલે મોડી રાતે ગમે ત્યારે સૂતા હોય પરંતુ સવારે ચાર અથવા પાંચ વાગ્યે ઉઠ્યા પછી યોગ કરવાનું ભૂલતા નથી. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને યોગાસન તેની શક્તિ અને તંદુરસ્તીનું મુખ્ય કારણ છે.

શુદ્ધ શાકાહારી

image source

નરેન્દ્ર મોદી શુદ્ધ શાકાહારી છે. તેઓ સામાન્ય રીતે ફળ અને શાકભાજીવાળા સાદા ગુજરાતી અથવા દક્ષિણ ભારતીય ખોરાકને પસંદ કરે છે. જેવા ખોરાકથી ભારેપણું અને થાક નથી લાગતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span