જાણો PM મોદીના ઘાયલ સૌનિકો સાથેના લેહ હોસ્પિટલના ફોટાનું સત્ય શું છે?

ફોટો માટે – વડાપ્રધાન મોદીના ફોટો પર ફરી ગરમાયું રાજકારણ

પીએમ મોદીએ લેહની હોસ્પિટલની લીધી મુલાકાત, તસવીર શેર થતા સર્જાયો વિવાદ

રક્ષા મંત્રાલયે કરી સ્પષ્ટતા, પીએમ વિશે થતી ચર્ચા છે પાયાવિહાણી, જાણો શું છે મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લેહની મુલાકાતે આવ્યા અને સૈનિકોને મળ્યા હતા. આ તકે તેમણે સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સમય દરમિયાન તેમણે લેહની હોસ્પિટલમાં પણ દર્દીઓની મુલાકાત લીધી હતી અને ત્યાં દાખલ થયેલા જવાનો પાસેથી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

image source

આ સમય દરમિયાન હોસ્પિટલમાં લેવામાં આવેલી તેમની તસવીર અંગે વિવાદ સર્જાયો છે. જો કે સંરક્ષણ મંત્રાલયે આ સમગ્ર વિવાદને પાયાવિહોણો ગણાવી દીધો છે. તસવીર મામલે લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી દીધી છે.

image source

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે કેટલાક લોકો દ્વારા લેહ જનરલ હોસ્પિટલની મુલાકાત માટે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દુર્ભાવનાપૂર્ણ અને પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 3 જુલાઈએ પીએમએ કરેલી આ મુલાકાતનો ખોટું અર્થઘટના કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે કહ્યું હતું કે અહીં સ્પષ્ટતા કરવી પડશે કે વડા પ્રધાન મુલાકાત લીધી હતી તે હોસ્પિટલનો એક ભાગ છે.

image source

મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સશસ્ત્ર દળો સાથે કેવી રીતે વર્તન કરવામાં આવે છે તે અંગે શંકા કરાઈ રહી છે. સશસ્ત્ર દળો તેમના કર્મચારીઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરે છે. પીએમ દ્વારા મુલાકાત લેવાયેલી હોસ્પિટલની સુવિધા જનરલ હોસ્પિટલનો એક ભાગ છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને અહીં 100 બેડની હોસ્પિટલનું સંચાલન કરવામાં આવ્યું રહ્યું છે.

image source

સંરક્ષણ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ બહાદુર સૈનિકોને કોવિડ વોર્ડથી દૂર રાખવા માટે ગાલવાન ઘાટીથી પરત આવ્યા બાદ અહીં રાખવામાં આવ્યા હતા. આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે અને સેનાના કમાન્ડર પણ અહીં જ ઘાયલ બહાદુર સૈનિકોને મળ્યા હતા.

image source

જણાવી દઈએ કે લેહમાં સૈન્યની હોસ્પિટલ 1962 પહેલાથી જ છે અને અહીં 300 બેડની સુવિધા છે. કેટલાક લોકો માનતા હતા કે વડા પ્રધાને ગાલવાન ઘાટીમાં અથડામણ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલા માટે એક હોલને વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે.

image source

હકીકતમાં, જ્યારે પીએમ મોદીની હોસ્પિટલની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી ત્યારે લોકોએ સવાલ કર્યો હતો કે પીએમ દ્વારા મુલાકાત લેવાયેલી જગ્યા કોઈ હોસ્પિટલ છે કે કંઈક બીજું. જો કે હવે સંરક્ષણ મંત્રાલયનું નિવેદન બહાર આવ્યા પછી તે સ્પષ્ટ થઈ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.