10 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી યે રિશ્તાની આ અભિનેત્રી આવી ઘરે, હજી છે કોરોના પોઝિટિવ…

ભલે ને કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, કોરોના વાયરસ કોઈનામાં ભેદભાવ કરતો નથી. તે સામાન્ય હોય કે વિશેષ, કોરોના વાયરસનો વિનાશ દરેક પર એકસરખી માત્રામાં તોળાઈ રહ્યો છે. આજે આપણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ટીવી સીરીયલ ફેમ અભિનેત્રી મોહિના કુમારી વિશે જણાવી રહ્યા છે. જેમનામાં થોડા દિવસ પહેલા જ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો કે આ દરમિયાન માત્ર મોહિના જ નહીં, એના પરિવારના સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ આ તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હવે એવી ખબરો સામે આવી રહી છે કે મોહિના ઘરે પરત આવી ગઈ છે.

image source

મોહિના હજી પણ કોરોના મુક્ત થઇ નથી

જો કે, મોહિના હજી પણ કોરોના મુક્ત થઇ નથી. મોહિના હજી કોરોના પોઝિટિવ છે, તેમ છતાં તે પછી ઘરે આવી ગઈ છે. આ માહિતી મોહિનાએ પોતે જ આપી છે. આ સમયે મોહિનાએ એ પણ જણાવ્યું હતું કે હાલમાં તે પોતાના ઘરે જ અઈસોલેશનમાં છે. માત્ર મોહિના જ નહીં પણ એમનો આખોય પરિવાર અને ઘરનો સ્ટાફ, બધા જ લોકો ઘરે પાછા ફર્યા છે.

10 દિવસ સુધી અઈસોલેશનમાં રહ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

આ માહિતી મોહિનાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટા એકાઉન્ટ પર આપી હતી. મોહિનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં જણાવ્યું છે કે, ‘હું ઘરે આવી ગઈ છું, પણ અમે હજુ પણ કોરોના પોજીટીવ જ છીએ. અમે હાલમાં પૂર્ણપણે અઈસોલેશમાં છીએ. જો કે આ વિશે મને કોઈ જ જાણકારી નથી કે હજુ કોરોનામાંથી મુક્ત થવામાં કેટલો સમય લાગશે. હોસ્પીટલમાં અમે લોકો લગભગ 10 દિવસ સુધી અઈસોલેશનમાં રહ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

સપોર્ટ કરવા બદલ આપનો આભાર : મહિના

વધુ જણાવતા મોહિનાએ લખ્યું છે કે, ‘હોસ્પીટલમાં દાખલ થયાના પાંચ દિવસ પહેલાથી જ મને કોરોના હતો. આશા છે કે હજુ કેટલાક દિવસ વાયરસ શરીરમાં રહેશે અને આ પછી હું એને હરાવવામાં સફળ થઈશ. જો કે આ સમયગાળામાં અમારે અનેક આકરા નિયમો પાળવાના રહેશે. આમ જ મને સપોર્ટ કરવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.’

પરિવારના અન્ય લોકોને પણ કોરોના પોઝીટીવ હતો

image source

આપને જણાવી દઈએ કે કોરોનાનાં લક્ષણો મોહિનાનાં પરિવારમાં સૌથી પહેલા એમની સાસુમા જોવા મળ્યાં હતાં. જો કે એમને સૌથી પહેલા તાવ આવ્યો હતો, જે ઓછો જ નહતો થતો. જ્યારે પ્રથમ વખત એમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એ નેગેટીવ આવ્યો હતો. પણ ઘણા દિવસ સુધી તાવ ન ઉતરવાના કારણે ફરીથી ટેસ્ટ કરાવ્યો હતો અને એમાં પોઝીટીવ આવ્યો હતો. જો કે સાસુનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા પછી એમના આખાય ઘરના લોકોનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં સામે આવ્યું હતું કે મહિના સિવાય ઘરમાં એમની સાસુ-સસરા અને પરિવારના અન્ય લોકોને પણ કોરોના પોઝીટીવ હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.