મોનાલિસાએ સોશિયલ મીડીયા ધુણાવી નાખ્યું, પતિ સાથે શેર કરી એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો અને વીડિયો

માલદીવ એ સેલિબ્રિટી માટે જાણે એક બીજું ઘર બની ગયું લાગે છે. કારણ કે કોઈ પણ સેલિબ્રિટી ફરવા માટે અને વેકેશન માટે માલદીવ જ પસંદ કરે છે. એ જ રીતે હવે મોનાલિસા પણ પતિ સાથે માલદીવ ફરવા ગઈ અને જેની જલક સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહી છે.

image source

ઉલ્લેખનીય છે કે ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની શાનદાર એક્ટિંગ માટે તો જાણીતી છે જ પણ સાથે સાથે તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ માટે પણ ઓળખાય છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે અને સતત તેની તસવીરો અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. ત્યારે હવે મોનાલિસાની વધુ કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે.

image source

અભિનેત્રી મોનાલિસાએ હાલમાં ઈન્સ્ટા પર તસવીરો શેર કરીને ભૂક્કા બોલાવી દીધા છે. તે અવાર નવાર ફોટો તો અપલોડ કરતી રહે છે પણ આ વખતે તોનો હોટ અવાતર સામે આવ્યો છે અને જે જોઈને ફેન્સ ચોંકી ગયા છે. મોનાલિસા આ બ્લેક કલરના આઉટફિટમાં ખૂબસૂંદર દેખાઈ રહી છે. મોનાલિસા ચર્ચિત રિયાલિટી શો બિગબોસ (BIGG BOSS) નો ભાગ રહી ચૂકી છે. બિગબોસ 10માં પણ મોનાલિસાએ ખુબ ધૂમ મચાવી હતી.

 

View this post on Instagram

 

🤷‍♀️💃🏻💃🏻 🍺 … Ha ha ha… #feelitreelit #vacation #goa #diaries #beach #love @vikrant8235

A post shared by MONALISA (@aslimonalisa) on

મોનાલિસાનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ દ્વારા જોવા મળી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા મોનાલિસાએ કેપ્શન આપ્યું કે, ‘હા હા હા ….. ગોવા ડાયરીઝ.’ આ વીડિયોમાં તે અને તેનો પતિ ‘ગોવા વાલે બીચ પર ….’ ગીત પર ચિલ્ડ કરી રહ્યા છે. આ પહેલા પણ મોનાલિસાએ ઘણા ફોટા શેર કર્યા હતા. આ ફોટામાં તે ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી હતી.

image source

ઉલ્લેખનીય છે કે, મોનાલિસા ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ સાથે લાંબા સમય સુધી લિવ ઇનમાં રહી હતી. અંતે જાન્યુઆરી 2017માં બન્નેએ રિયાલિટી શો ‘બિગ બોસ 10’ના સેટ પર લગ્ન કરી લીધા હતાં. મોનાલિસા અને વિક્રાંત ‘સઇયા તુફાની’, ‘મેહરારૂ બિના રતિયા કૈસે કટી’, ‘પ્રેમ લીલા’ જેવી અનેક ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. મોનાલિસા તેના પતિ સાથે પણ પર્સનલ તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. હાલમાં આ તસવીરો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

image source

આ રીતે ભોજપુરી અભિનેત્રી મોનાલીસા એકવાર ફરી પોતાની સુંદર તસવીરોને લઇને ચર્ચામાં છે. મોનાલીસા ટીવી શો ‘નઝર’માં એક ડાયનની ભૂમિકા ભજવતી જોવા મળી છે. મોનાલીસા સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના અપડેટ ફેનને આપતી રહે છે. તે ઇંસ્ટાગ્રામ પર હંમેશા પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે.