આ હોટલમાં મળે છે આટલી મોંધી પાણીપુરી, કિંમત જાણીને આશ્વર્યમાં મુકાઇ જશો તમે પણ

સૌથી મોંઘી પાણીપુરી, એક પાણીપુરીની કિંમત 188 રૂપિયા, જાણીને થશે આશ્ચર્ય.

પાણીપુરીની નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને? તીખી તીખી પાણીપુરીનું નામ જો કોઈ સ્ત્રી સાંભળી જાય તો એને ખાધા વગર રહે જ નહીં. ક્યાંય પણ જાવ તમને બીજું કંઈ દેખાય કે ન દેખાય પણ પાણીપુરીની એકાદ લારી ચોક્કસ દેખાઈ જશે.

image source

વર્ષોથી પ્રચલિત આ પાણીપુરીને લોકો આજે પણ એટલી જ પસંદ કરી રહ્યા છે. 10 કે 20 રૂપિયામાં તો આ ટેસ્ટી પાણીપુરીનો સ્વાદ માણી શકાય છે અને એટલે જ એ આપણા સૌનું મનગમતું સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.

image source

પણ આજે આ પાણીપુરીના ભાવ વિશે કઈક એવી વાત જણાવીશુ કે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. દિલ્હીમાં એક રેસ્ટોરેન્ટ છે જ્યાં તમારે એક પાણીપુરીની 188 રૂપિયા કિંમત ચૂકવવી પડે છે. થઈ ગયા ને હેરાન, તમે બરાબર જ વાંચ્યું છે, જો તમે ચાર પાણીપુરી વાળી પ્લેટનો ઓર્ડર કરો છો તો તમારે પુરા 750 રૂપિયા ચૂકવવા પડશે.

image source

મન ભરીને ખાવું પડી શકે છે મોંઘું.

તમે જ્યારે પણ પાણીપુરી ખાવા જાઓ છો તો મન ભરીને પાણી પુરી ખાઓ છો કારણ કે તમને પાણીપુરી ઓછી કિંમતમાં મળી જાય છે. પણ દિલ્હીની આ હોટલમાં તમને મન ભરીને પાણીપુરી ખાવી મોંઘી પડી શકે છે. અહીંયા 4 પાણીપુરીની કિંમત 750 રૂપિયા છે. હા તમે એકવાર મન કઠણ કરીને 750 રૂપિયા ખર્ચી આ પાણી પુરીનો સ્વાદ જરૂર માણી શકો છો.

image source

આ પાણીપુરી દિલ્હીમાં આવેલી હોટેલ પુલમેનમાં મળે છે.

આ હોટેલ એવી છે કે જ્યાં તમને પાણીપુરી ખાવાનું મન થાય તો ખાતા પહેલા એકવાર જરૂર જોઈ લેવું પડે કે તમારી પાસે પાણીપુરી ખાવાના પૈસા છે કે નહીં.

image source

આ પાણીપુરીનો સ્વાદ અન્ય દુકાનો જેવો જ સામાન્ય છે. ફક્ત લકઝરી હોટેલમાં બેસીને ખાવાના કારણે એમ પૈસા લગાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં ઘણા લોકો અહીંયા પાણીપુરી ખાય છે અને સોશિયલ મીડિયા પર એના ફોટા પણ મૂકે છે.

આખરે કેમ છે પાણીપુરી આટલી મોંઘી.

image source

હવે તમારા મનમાં સવાલ થશે કે આ પાણીપુરીમાં એવું તો શું છે કે એ આટલી બધી મોંઘી છે, તો અમે તમને જણાવી દઈએ કે આ કોઈ સવાલ છે જ નહીં. આ પાણીપુરીને એટલી સુંદરતા અને સ્ટાઈલથી પીરસવામાં આવે છે કે એને જોઈને જ તમારું મન ભરાઈ જાય.દિલ્હીના એરોસિટીમાં હોટેલ પુલમેનમાં આ દેશી નાસ્તો લકઝરી અંદાજમાં મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.