આ બિઝનેસમાં વાંદરાઓ ભજવે મહત્વનો ભાગ, પણ હાલમાં શું થયુ છે એ વિશે જાણીને તમે પણ બોલી ઉઠશો OHH!

થાઈલેન્ડ દુનિયામાં નાળિયેરના દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે પરંતુ આ દિવસોમાં આ બિઝનેસ પણ આર્થિક સંકટમાં ફસાય છે કારણકે ઝાડ પરથી નાળિયેર તોડવા માટે અહીં વાંદરાનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે થાઈલેન્ડના નારીયલ અને તેમાંથી બનતા પ્રોડક્ટ નો યુરોપ સહિત દુનિયાભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

image source

આ અંગે જાણવા મળ્યા અનુસાર દુનિયાભરમાં કામ કરતી બિન સરકારી સંસ્થા પેટા તેનો વિરોધ કરી રહી છે. થાઈલેન્ડના અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયા ના બિઝનેસમાં મોટો હાથ વાંદરાઓનો કહી શકાય તેવામાં પેટા નો આરોપ છે કે થાઈલેન્ડમાં નાળિયેર તોડવા માટે વાંદરાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેમની પાસેથી મશીનની જેમ કામ કરાવવામાં આવે છે. વધારે નાળિયેર તોડવા માટે વાંદરાઓની પાસેથી કલાકો સુધી કામ કરાવવામાં આવે છે.

image source

પેટની રિપોર્ટ પછી દુનિયાભરમાં થાઈલેન્ડના નાળિયેર ને લઈને વિરોધ શરૂ થયો છે અનેક બ્રિટિશ સુપરમાર્કેટ થાઈલેન્ડ નાળિયેરના ઉત્પાદનો વેચવાનું બંધ કરી ચૂકી છે એક નિર્માતાએ એવું પણ જણાવ્યું છે કે અનેક અમેરિકી અને ઓસ્ટ્રેલિયા રિટેલર્સ આ મામલે પૂછપરછ પણ કરી રહ્યા છે.

image source

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન મંગેતર કેરી એ પણ આ મામલે જોઈન્ટ કરી અને વાંદરા નો ઉપયોગ કરી બનાવવામાં આવતી નાળિયેરના દૂધની પ્રોડક્ટ નો બહિષ્કાર કરવાનો આગ્રહ કર્યો છે.

image source

થાઈલેન્ડનું નાળિયેર બિઝનેસ કેટલા સંકટમાં છે કે આ મામલે હવે સરકાર પણ સક્રિય થઇ છે. નાળિયેર ઇન્ડસ્ટ્રીને સંકટમાંથી કાઢવા માટે થાઈલેન્ડ સરકારના ઉચ્ચ અધિકારીઓ કોકોનટ બિઝનેસ સાથે જોડાયેલા કારોબારી મને કોમર્સ મિનિસ્ટર બેઠક પણ કરી રહ્યા છે.

image source

આ બેઠકના અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી અહીંના નાળિયેર થી બનેલા દરેક પ્રોડક્ટ્સ પર સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવશે કે આ પ્રોડક્ટ બનાવવામાં કોઈપણ પ્રકારે વાંદરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે જોવાનું રહ્યું કે સરકારના આ ઉપાયથી ૩ હજાર કરોડ રૂપિયાના બિઝનેસમેન સંકટમાંથી બહાર કાઢી શકાશે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.