તમે ક્યારેય વિચાર્યુ છે કે, પહાડી વિસ્તારમા રહેતા લોકોની હાઈટ અને હાથ નાના કેમ હોય છે, આ છે કારણ…

મે ભારતમાં પહાડી વિસ્તારમાં ફર્યા હશો. તમે અહીંના લોકોને જોયા હશે. તમે હિલસ્ટેશ ફરવા ગયા હોય ત્યારે પહાડી લોકોને મળ્યા હશો. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે, પહાડી લોકોની હાઈટ બાકી જગ્યાએ રહેતા લોકો કરતા ઓછી હોય છે, અને તેમના હાથ પણ નાના હોય છે. આખરે એવું કેમ હોય છે. એક રિસર્ચે આ વાત પર ખુલાસો કર્યો છે કે, પહાડી લોકોના હાઈટ અને હાથ આખરે કેમ બાકી લોકો કરતા નાના હોય છે. એક નવું રિસર્ચ કહે છે કે, આપણે જે જગ્યા પર રહીએ છીએ, તેનો અસર આપણા હાડકાની વૃદ્ધિ પર પડે છે.

image source

આ રિસર્ચમા જોવા મળ્યુ કે, વધુ ઊંચાઈ પર રહેનારા લોકોમા સામાન્ય ક્ષેત્રોની અપેક્ષાએ હાથના નીચલા ભાગ નાના હોય છે, જોકે રિસર્ચર્સના ગ્રૂપે એમ પણ શોધ્યું કે, પહાડી લોકોની ઉપરી ભુજા તેમજ હાથની લંબાઈ ઓછી ઊંચાઈવાલા ક્ષેત્રોમા રહેનારા લોકોની સમાન હોય છે.

શોધ કરનારા લેખકોનુ કહેવું છે કે, ઊંચાઈવાલા ક્ષેત્રોમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે, જે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ભોજનને ઉર્જામાં બદલવાની ક્ષમતાને ઓછું કરી શકે છે અને તેનાથી વિકાસ માટે અપેક્ષાકૃત સીમિત ઉર્જા મળી શકે છે.

image source

કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રમુખ લેખક સ્ટેફની પાયના જણાવ્યા અનુસાર, આપણા નિષ્કર્ષ વાસ્તવમાં દિલચસ્પ છે. કેમ કે તેઓ બતાવે છે કે સીમિત ઉર્જા ઉપલબ્ધ હોવા પર માનવ શરીરને પ્રાથમિકતાવાળા ભાગના વિકાસને મહત્ત્વ આપે છે. તેનું ઉદાહરણ વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં દેખાય છે. વધુ ઊંચાઈવાળી ક્ષેત્રોમાં શરીરના અંગોનો વિકાસ બીજા ભાગોની કિંમત પર હોય છે, ઉદાહરણ તરીકે નીચલી ભુજા.

image source

પાયને કહ્યું કે, શરીર હાથની પૂરી વૃદ્ધિને પ્રાથમિકતા આપી શકે છે, કેમ કે તે હાથથી કામ કરવા માટે બહુ જ જરૂરી છે. જ્યારે ઉપરી ભુજાની લંબાઈ તાકાત માટે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે. આ રિસર્ચ રોયલ સોસાયટી ઓપન સાયન્સમાં પ્રકાશિત થયું હતું. રિસર્ચર્સને 250થી વધુ લોકો પર રિસર્ચ કર્યું હતું, જે હિમાલયી શેરપા આબાદીવાળા હતા.

image source

પહાડી લોકોના હાથનો નીચલો હિસ્સો ભલે નાનો હોય, પણ તેઓ શારીરિક રૂપથી મેદાની વિસ્તારમાં રહેતા લોકો કરતા મજબૂત હોય છે. કેમ કે તેમને રોજ પોતાના કામ માટે કેટલાય કિલોમીટર સુધી ચાલતા જવું પડે છે અને પહાડી વિસ્તારમાં ચાલવું પ્લેન રોડ પર ચાલવા કરતા વધુ મુશ્કેલ છે.

image source

હવે તમે જ્યારે પણ હિલ સ્ટેશન જાઓ તો ત્યા રહેતા લોકોના હાથ તેમજ તેમના શારીરિક બાંધા પર જરૂર નજર કરજો. તેઓ આસાનીથી પહાડ ચઢી જાય છે, જ્યારે કે તમારી હાલત પહાડ ચઢતા વખતે ખરાબ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.