નિરાશા-સંઘર્ષના સમયમાં જુઓ ભક્તિભાવથી ભરપૂર આ હિન્દી ફિલ્મો

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે તેમજ વિશ્વની સ્થિતિ પણ કોરોના વાયરસન કારણે ડામાડોળ થઈ ગઈ છે. દરેક દિશામાં નિરાશા વર્તાઈ રહી છે તો સમાચારની ચેનલો પણ પળે પળે ચિંતા ઉપજાવી રહી છે. આવા સંજોગોમાં મનુષ્યને માત્ર ઇશ્વરનો જ સહારો છે. અને આવા સંજોગોમાં જો ધાર્મિક, હકારાત્મક મનોરંજન જોવામાં આવે તો હૃદયને એક પ્રકારની ધરપત મળે છે.

હાલ દેશની વિવિધ મનોરંજન ચેનલો પર જૂની ધાર્મિક સિરિયલોના પુનઃપ્રસારણ ચાલી રહ્યું છે અને તેમને કરોડોની વ્યૂઅરશીપ પણ મળી રહી છે. આ શોઝમાં સૌથી વધારે સફળતા રામાયણ, મહાભારત અને વિષ્ણુ પુરાણને મળી રહી છે. આ સિરિયલોનું પુનઃ પ્રસારણ થયું હોવા છતાં પણ તેને દર્શકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે. પણ સિરિયલો ઉપરાંત બોલીવૂડમાં પણ ઘણી બધી એવી પૌરાણિક ફિલ્મો બની ચૂકી છે જેને તે સમયમા લોકોએ ખૂબ પસંદ કરી હતી. આજે અમે તમારા માટે તેવી જ કેટલીક પૌરાણિક તેમજ ધાર્મિક ફિલ્મોની માહિતી લઈને આવ્યા છીએ.

જય સંતોષી મા

image source

આ ફિલ્મ બોલીવૂડની અત્યંત સફળ ફિલ્મોમાની એક છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1975માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં કાનન કૌશલ, ભારત ભૂષણ, આશીષ કુમાર અને અનીતા ગુહાએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ 1975માંની સૌથી સફળ ફિલ્મ હતી. આ ફિલ્મે ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

મહાભારત

image source

આ ફિલ્મ 1965માં સિનેમાઘરોમાં પ્રસારિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય પાત્રો માટે અભિ ભટ્ટાચાર્ય, પ્રદીપ કુમાર, દારા સિંહ તેમજ પદ્મિની જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મનું દીગદર્શન બાબુભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

શિવ મહિમા

image source

આ ફિલ્મનું નિર્દેશન શાંતિલાલ સોની દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ ગુલશન કુમારે કર્યું હતું. આ ફિલ્મ 1992માં રિલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અરુણ ગોવિલ, કિરણ જુનેજા અને ગજેન્દ્ર ચૌહાણે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

સંપૂર્ણ રામાયાણ

image source

નામથી જ તમે અંદાજો લગાવી જ લીધો હશે કે આ રામાયણ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મની રિલિઝ 1961માં થઈ હતી. ફિલ્મ સંપૂર્ણ રામાયણનું ડીરેક્શન બાબુભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તે સમયના દિગ્ગજ અભિનેતા મહિપાલ, અનીતા ગુહા અને બીએમ વ્યાસ હતા. સંપૂર્ણ રામાયણ બોલીવૂડની ભવ્ય ફિલ્મોમાની એક છે.

મહાબલી હનુમાન,

image source

આ ફિલ્મ 1981માં રિલિઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન પણ બાબુભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ભગવાન હુનુમાનના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં બાળ હનુમાનથી લઈને તેઓ જ્યારે શ્રી રામના ભક્ત બન્યા ત્યાં સુધીની વાર્તા દર્શાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.