આ કાકાની મૂછો ઘરની છત પરથી નીચે લટકાવી દે તો તે કરી શકે છે દોરડા જેવુ કામ, જોઇ લો તસવીરોમાં

જો મૂછો હોય તો, રામસિંહ જેવી જ જોઈએ, નહિતર ન જોઈએ

image source

બાળપણમાં એક લાઈન વાંચતી વખતે હું ખૂબ હસતો હતો. જેમ વાંદરાઓને પોતાની પૂંછડી ખૂબ ગમતી હોય છે, તેમ પુરુષોને પણ તેમની મૂછ ખૂબ જ ગમતી હોય છે.

આ પ્રેમ વાંદરાઓ અને પુરુષો દ્વારા તેમની પૂંછડી અને મૂછો પર જાળવવામાં આવે છે કે કેમ તે જાણી શકાયું નથી, પરંતુ કોઈ એક માણસ છે કે જેને તેની મૂછો સાથે પ્રેમ છે, એના પ્રેમ પર કોઈ સવાલ કરી શકે એમ છે જ નહીં.

 

image source

આજે, અમે એવા એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના માટે એક કહેવત બરાબર બંધ બેસતી છે, જો મૂછો નહીં તો કઈં નહિ. દરેક વ્યક્તિએ આ સાંભળ્યું જ હશે, પરંતુ આ વ્યક્તિ માટે તે પત્થરની લકીર સમાન કામ કરી ગઈ. આઘાતની વાત તો એ છે કે આ વ્યક્તિએ છેલ્લા 33 વર્ષથી તેની મૂછો કપાવી જ નથી.

તેની મૂછો એટલી લાંબી થઈ ગઈ છે કે જો તે તેને ઘરની છત પરથી નીચે લટકાવી દે તો તે દોરડાનું કામ કરી શકે છે. આ વ્યક્તિનું નામ ગિરધારી વ્યાસ છે. તે 1985 થી પોતાની મૂછો સતત વધારી રહ્યો છે અને તેને લાગે છે કે તેની મૂછો જ કદાચ દુનિયાની સૌથી લાંબી મૂછો છે. ગિરધર વ્યાસ રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી છે

image source

સૂત્રોના જણાવ્યા અનુસાર ગિરધર વ્યાસની મૂછો 22 ફૂટ જેટલી લાંબી છે અને તેઓ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ પણ નોંધાવવા માંગે છે. પણ તમને એ પણ જણાવી દઈએ કે મૂછોને યોગ્ય રીતે વળાવવામાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. તેઓ દરરોજ મૂછોને ઠીક કરવા માટે આટલો સમય ખર્ચ કરે છે.

image source

તેમની મૂછોની લંબાઈ વિશે જણાવ્યું કે આજ સુધી તેમણે ક્યારેય તેના પર સાબુ અથવા શેમ્પૂનો ઉપયોગ કર્યો નથી. તેથી તેમની મૂછો એકદમ વ્યવસ્થિત છે, આ મૂછો પર ફક્ત મુલતાની માટીનો જ ઉપયોગ થાય છે. દરરોજ સવારે ઊંઘમાંથી જાગ્યા પછી, તેઓ મૂછો પર હાથ ફેરવે છે. ત્યારબાદ તેને પલંગ પર ફેલાવે છે અને લગભગ એક કલાક તેના પર તેલ માલિશ કરે છે ત્યારબાદ તેઓ આ મૂછો પર લીંબુ અને કાળા મરીનો પાઉડરનો ઉપયોગ કરે છે. જેથી તેમની મૂછો નરમ રહે છે.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.