મુકેશ-નીતા અંબાણી જીવે છે એકદમ રોમેન્ટિક લાઇફ, એમની આ લવ લાઇફ વિશે વાંચીને તમને પણ થઇ જશે ડેટ પર જવાની ઇચ્છા

‘શું તમે મુકેશ અંબાણી સાથે ડેટ પર જાઓ છો ?’ જાણો શું જવાબ આપ્યો નીતા અંબાણીએ

મુકેશ અંબાણી અને નીતા અંબાણી આપણા દેશના સૌથી ધનવાન કપલ છે. બન્ને જે જવાબદારી સંભાળી રહ્યા છે તેમાં તેઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ હોવા તેમજ વિશ્વમાં પાંચમાં સૌથી અમીર વ્યક્તિ હોવાના કારણે મુકેશ અંબાણી માટે પરિવાર માટે સમય કાઢવો ઘણો મુશ્કેલ બની જાય છે. તેવામાં જ્યારે નીતા અંબાણીને એક ઇન્ટર્વ્યૂમાં પૂછવામા આવ્યું કે શું મુકેશ અંબાણી અને તમે કોઈ સામાન્ય કપલની જેમ ડેટ પર જાઓ છો ? ત્યારે જાણો તેમણે શું જવાબ આપ્યો.

image source

નીતા અંબાણીને આ સવાલ પૂછવામા આવ્યો હતો ફેમિના મેગેઝિનના એક ઇન્ટવ્યૂમાં. નીતા અંબાણીએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેમની અને મુકેશ અંબાણીના લગ્નને 35 વર્ષથી વધારે સમય થઈ ગયો છે અને અમે આજે પણ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ.

image source

નીતા અંબાણીએ ત્યારે કહ્યું હતું કે મુકેશ અંબાણી મારા સૌથી સારા મિત્ર છે. અમે આજે પણ અમારી અંગત ખુશીઓ સાથે જ સેલિબ્રેટ કરીએ છીએ. તાજેતરમાં મારો જન્મદિવસ હતો અને અમારું આખું કુટુંબ હોલિડે પર ગયુ હતું.

image source

નીતા અંબાણીએ ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે અમારા પ્લાન અચાનક જ બને છે. મુકેશ અચાનક જ રાત્રે કહે છે કે ચાલો કોફી પીવા જઈએ અને અમે લાઉંજમાં જતા રહીએ છીએ.

image source

નીતા અંબાણી જણાવે છે કે જો અમે દિવસે ક્યાંય જવાનું પ્લાનીંગ કરતા હોઈએ તો ભેળપુરી કે બટાટા પુરી ખાવા નીકળી જઈએ છીએ. નીતા અંબાણી જણાવે છે કે મુકેશ અંબાણી અને તેમને બન્નેને જ સ્ટ્રીટ ફૂડ ખૂબ પસંદ છે.

image source

તમને જણાવી દઈએ કે એક ઇન્ટર્વ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશ અંબાણી કામના કારણે હંમેશા મોડી રાત્રે ઘરે આવે છે. પણ પતિને ભલે ગમે તેટલું મોડું કેમ ન થઈ જાય નીતા ડિનર તો તેમની સાથે જ કરે છે.

કોવિડ-19માં લોકોના જીવન બચાવીને નીતા અંબાણી બન્યા દુનિયાના મુખ્ય દાનવીરોમાંના એક

image source

કોરોના વાયરસથી લોકોનું જીવન બચાવવામાં લાગેલા નીતા અંબાણીને વિશ્વના મુખ્ય સમાજસેવીઓની યાદીમાં સમાવિષ્ટ કરવમા આવ્યા છે. અમેરિકાની પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઉન એન્ડ કંટ્રીના 2020ના ઇશ્યુ માટે જાહેર કરવામાં આવેલી યાદીમાં નીતા અંબાણી ભારમતાંથી સમાવિષ્ટ થનાર એકલા જ સમાજ સેવીકા છે. આ મેગેઝિનમાં કહેવામા આવ્યું છે કે નીતા અંબાણી સફળતા સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે લોકડાઉન દરમિયાન સમાજને વિવિધ તબક્કે રાહત કામ કરી મદદ કરી છે, ગરીબોને ભોજન કરાવ્યું છે અને દેશની પ્રથમ કોવિડ-19 હોસ્પિટલ બનાવવા જેવી સમાજ સેવાઓ માટે આ સૂચિમાં તેણીને સમાવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span